તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Vakri 2021 Jyotish Astrology Mercury In Taurus Horoscope Update | Budh Ka Rashifal For Sagittarius Capricorn Aquarius, Budh Vakri Horoscope For Gemini Taurus Effects And Impacts

બુધનો વૃષભ રાશિમા પ્રવેશ:આ ગ્રહની વક્રી ચાલ અને રાશિ પરિવર્તનથી સંક્રમણમા રાહત મળવાની શક્યતાઓ છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 જૂન સુધી વૃષભ રાશિમા સૂર્ય, બુધ અને રાહુનો યોગ બનશે, જેના કારણે આર્થિક ઉતાર-ચઢાવના યોગ બની રહ્યા છે
  • શનિની ચાલ પહેલાથી વક્રી છે અને આ મહિને ગુરુ પણ વક્રી થઈ જશે

2 જૂનની રાતે વક્રી બુધ વૃષભ રાશિમાં આવી ગયો છે. સાથે જ, આ ગ્રહ સૂર્ય પાસે આવી જવાથી અસ્ત પણ થઈ ગયો છે. બુધ ગ્રહની અસર દેશની અર્થવ્યવસ્થા અને ભૌગોલિક સ્થિતિ ઉપર પડશે. બુધની ચાલમાં ફેરફાર થવાથી સંક્રમણથી રાહત મળી શકે છે, પરંતુ ભોજનની વસ્તુઓમાં મોંઘવારી વધવાની શક્યતાઓ છે. સાથે જ 12 રાશિઓ ઉપર શુભ-અશુભ અસર જોવા મળી શકે છે.

ગ્રહનું વક્રી થવું શું હોય છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ જણાવે છે કે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે પૃથ્વીથી કઇંક એવી રીતે જોવા મળે છે જાણે ધીમે-ધીમે કે ઊંધી ચાલથી પાછળ જઈ રહ્યો હોય. જ્યોતિષ ગ્રંથોમાં વક્રી ગ્રહની ખાસ અસર જણાવવામાં આવી છે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધની ચાલમાં ફેરફાર થવાથી મેષ, કર્ક, સિંહ, તુલા, ધન રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે. ત્યાં જ, મિથુન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ સિવાય વૃષભ, કન્યા, વૃશ્ચિક, મકર રાશિના લોકો ઉપર મિશ્રિત અસર જોવા મળી શકે છે.

હવે વૃષભ રાશિમા સૂર્ય, બુધ અને રાહુનો યોગઃ-
2 જૂનના રોજ મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ કર્યા પછી 3 જૂનથી સૂર્ય, બુધ, રાહુ વૃષભ રાશિમાં હોવાથી તથા શનિ મંગળનો સમસપ્તક યોગ મુશ્કેલીઓને લઈને આવી રહ્યો છે. પશ્ચિમ દેશોમાં પ્રાકૃતિક આપત્તિઓથી હાનિ તથા યુદ્ધનું વાતાવરણ બનશે. શેરબજારમાં તેજી આવશે. શનિ તથા કર્ક રાશિ સ્થિત મંગળનો સમસપ્તક યોગ દેશની સીમા માટે અશાંતિકારક રહેશે.

ગુરુ ગ્રહ 20 જૂનથી વક્રી થશેઃ-
ગુરુ ગ્રહના વક્રી ગતિથી ચાલવાના કારણે વાયુવેગ તથા અતિવૃષ્ટિ દ્વારા પ્રાકૃતિક પ્રકોપ જનધન હાનિનું કારણ બનશે. વક્રી ગતિથી ચાલીને ગુરુ ગ્રહ 14 સપ્ટેમ્બરના રોજ પોતાની નીચ રાશિ મકરમા પ્રવેશ કરશે. આ સમયે ગુરુ-શનિ બંને જ મકર રાશિમાં સ્થિત રહીને વક્રી ચાલ ચાલશે. આ યોગના પ્રભાવથી પ્રાકૃતિક આપત્તિઓ, ભૂકંપ, અગ્નિકાંડ, તોફાન દ્વારા ધનહાનિ થઈ શકે છે. પાકને નુકસાન પણ પહોંચશે.

બુધની અશુભ અસરથી બચવા માટે ગણેશ પૂજાઃ-
બુધના અશુભ પ્રભાવથી બચવા અને શુભ અસરને વધારવા માટે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. દર બુધવારે ગણેશજીના દર્શન કરો અને લાડવાનો ભોગ ધરાવો. ગાયને ઘાસ ખવડાવો. મગનું દાન કરો. ગણેશજીને દૂર્વા ચઢાવો. ગણેશ મંદિરમાં લીલા કપડાનું દાન કરો. પાણીમા અપામાર્ગની જડ રાખીને તેને પાણીથી નવડાવો. આવું કરવાથી બુધ ગ્રહની અશુભ અસરમા ઘટાડો આવી શકે છે.