• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Rashi Parivartan (Transit In Scorpio) 2021; Rashifal Of Mercury Transit With Sun (Astrological) Predictions For Kumbh, Tula, Mithun, Sagittarius, Cancer, Capricorn, Gemini And Other

બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ:બુધની ચાલમાં ફેરફારથી ત્રિગ્રહી યોગ બન્યો, માર્કેટમાં રોકાણ વધશે અને મોંઘવારી ઘટશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધના રાશિ પરિવર્તનથી પ્રાકૃત્તિક આપત્તિઓ અને વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતાઓ છે

બુદ્ધિ, બૌદ્ધિકતા, વિદ્યા, લેખન શક્તિ, જર્નાલિઝમ, સાહિત્ય વગેરેના કારક, ગ્રહોમાં યુવરાજ બુધ રાશિ બદલીને તુલાથી હવે વૃશ્ચિકમાં ગોચર કરી રહ્યા છે. આ ગ્રહ હવે 21 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે. બુધના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી સૂર્ય, બુધ તથા કેતુનો ત્રિગ્રહી હોય બની રહ્યો છે. ડિસેમ્બરમાં મંગળના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી આ યોગ ચતુર્ગ્રહી યોગમાં બદલાઈ જશે. બુધના રાશિ પરિવર્તનથી દેશની અર્થવ્યવસ્થામાં ફેરફાર અને શેરબજારમાં ઉતાર-ચઢાવના યોગ બનશે.

બુધ ગ્રહ ફેફસા અને તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે બુધ ગ્રહ કન્યા અને મિથુન રાશિનો સ્વામી છે. તેના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. બુધને વેપાર, સન્માન, યશ, વિશ્લેષણનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ દ્વિ પ્રકૃતિનો છે. હાથ, કાન, ગળું, ફેફસા, તંત્રિકા તંત્ર અને ચામડી ઉપર બુધનો પ્રભાવ હોય છે. બુધ તર્કને દર્શાવે છે. તે લોકો જેમની કુંડળીમાં બુધ એક મજબૂત સ્થિતિમાં હોય છે તેઓ સમજદાર, તર્ક-વિતર્કમાં કુશળ અને એક ખૂબ જ સારા વિશ્લેષણાત્મક ક્ષમતા ધરાવનાર હોય છે.

શેરબજાર અને કિંમતી ધાતુઓની કિંમતમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બનશે. આ ગ્રહોથી અનાજ, ફળ, શાકભાજીના ભાવ ઘટી શકે છે
શેરબજાર અને કિંમતી ધાતુઓની કિંમતમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બનશે. આ ગ્રહોથી અનાજ, ફળ, શાકભાજીના ભાવ ઘટી શકે છે

માર્કેટમાં રોકાણ વધશે અને મોંઘવારી ઘટડશે તેવા યોગ
હવે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને કેતુ સાથે રહેશે. જેથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગથી લોકોમાં ભય વધશે. મોંઘવારી ઘટશે પરંતુ લેવડ-દેવડ અને રોકાણ વધશે. શેરબજાર અને કિંમતી ધાતુઓની કિંમતમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બનશે. આ ગ્રહોથી અનાજ, ફળ, શાકભાજીના ભાવ ઘટી શકે છે. ગ્રહોની આ સ્થિતિ અચાનક પ્રાકૃતિક આપત્તીઓની શક્યતા બનાવી રહી છે. જેથી અનેક જગ્યાએ વાતાવરણમાં ફેરફાર આવશે. વરસાદ થવાના યોગ બનશે અને ઠંડક પણ વધશે. ડિસેમ્બરમાં મંગળના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી ચતુર્ગ્રહી યોગ બનશે. જે દેશમાં મોટા ફેરફારની સ્થિતિ બનાવશે.

જાણો... બુધ ગ્રહના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી બધી રાશિઓ ઉપર કેવો પ્રભાવ પડશે?
જાણો... બુધ ગ્રહના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી બધી રાશિઓ ઉપર કેવો પ્રભાવ પડશે?

મેષઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવશે. ધનલાભના યોગ બની રહ્યા છે. મહેનતનો ફાયદો અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થવાના યોગ છે.
વૃષભઃ- વેપારની દૃષ્ટિએ સમય સારો રહેશે. મકાન કે વાહન ખરીદીનો સંકલ્પ પૂર્ણ કરી શકો છો.
મિથુનઃ- ફાયદો આપનાર સમય છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. ફાયદાકારક યાત્રાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં પણ સુધારના યોગ છે.
કર્કઃ- શિક્ષા ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારીઓ માટે ગોચર સારું રહેશે. આવકના સોર્સ વધશે.
સિંહઃ- માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લેવડ-દેવડ અને રોકાણને લઈને તણાવ વધી શકે છે. મિત્રો સાથે સંબંધ ખરાબ ન કરો.
કન્યાઃ- પરાક્રમ વધશે. મહેનતનો ફાયદો મળશે. પરિવારના લોકો અને નાના ભાઈઓ સાથે મતભેદ થવા દેશો નહીં.
તુલાઃ- પારિવારિક જીવનમાં સુખ વધશે. સફળતા મળશે. ધનલાભના યોગ છે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે.
વૃશ્ચિકઃ- સ્વાસ્થ્યમાં સુધારના યોગ છે. મુશ્કેલ પરિસ્થિતિઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લેશો. આપેલું ધન પાછું મળી શકે છે.
ધનઃ- ભાગદોડ વધારે રહેશે. વિવાદની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ વધવાની પણ શક્યતા છે. લગ્નજીવનમાં વિવાદ વધશે.
મકરઃ- આવક વધશે. કામકાજમાં સફળતા મળશે. રોકાણ અને લેવડ-દેવડમાં ફાયદો થવાના યોગ છે. સંતાનને લગતી ચિંતા દૂર થશે.
કુંભઃ- જોબ અને બિઝનેસમાં જવાબદારી વધશે. પ્રમોશનના અવસર મળશે. અધિકારીઓ સાથે સંબંધ જાળવી રાખો.
મીનઃ- ભાગ્યોદય થવાની શક્યતા છે. જોબ અને બિઝનેસમાં સાથીઓ પાસેથી મદદ અને મહેનતનો ફાયદો મળશે.

બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. લીલા મગનું દાન કરવું. બુધવારે ગણપતિને સિંદૂર ચઢાવવું.
બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. લીલા મગનું દાન કરવું. બુધવારે ગણપતિને સિંદૂર ચઢાવવું.

બુધના ઉપાય
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધથી પીડાતા વ્યક્તિએ માતા દુર્ગાની આરાધના કરવી જોઈએ. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. લીલા મગનું દાન કરવું. બુધવારે ગણપતિને સિંદૂર ચઢાવવું. બુધવારે ગણેશજીને દૂર્વા ચઢાવો. દૂર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવવાથી જલ્દી ફળ મળે છે. પાલકનું દાન કરો. બુધવારે કન્યા પૂજા કરીને લીલી વસ્તુઓનું દાન કરો