• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Rashi Parivartan (Transit In Leo) 2022; Rashifal Of Mercury Transit (Astrological) Predictions For Kumbh, Mesh, Tula, Mithun, Sagittarius, Cancer, Capricorn, Gemini, And Other Zodiac

બુધનું રાશિ પરિવર્તન:મેષ, મિથુન સહિત 8 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, 20 ઓગસ્ટ સુધી જોબ, બિઝનેસ, લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદાનો યોગ

2 મહિનો પહેલા

1 ઓગસ્ટ, સોમવારના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં આવી ગયો છે. આ રાશિમાં આ ગ્રહ 20 ઓગસ્ટ સુધી રહેશે. બુધ ગ્રહ બુદ્ધિ, વિદ્યા, ડોક્ટર, અધિકારી વર્ગ, ગળું, ત્વચા, છત્રી અને ઉત્તર દિશાનો કારક ગ્રહ માનવામાં આવે છે. હવે આ ગ્રહ પોતાના મિત્ર ગ્રહ સૂર્યની રાશિમાં રહેશે. જેથી તેનો શુભ પ્રભાવ વધશે. જેથી અનેક લોકોને જોબ, બિઝનેસ, લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થવાની શક્યતા છે. ત્યાં જ, 12માંથી 8 રાશિના લોકો માટે સમય સારો રહેશે.

12 રાશિના લોકો ઉપર બુધ ગ્રહની અસર રહેશે (પુરી જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે)

મેષઃ- નોકરી અને બિઝનેસમાં સારો ફેરફાર થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. નવા કાર્યોની યોજના બનશે. નવા લોકો પાસેથી મદદ મળશે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. મિત્રો, ભાઈઓ અને સાથે કામ કરનાર લોકો પાસેથી પણ મદદ મળશે.

વૃષભઃ- નોકરી અને બિઝનેસમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકો માટે સમય સામાન્ય રહેશે. ફાયદાકારક રોકાણ અને લેવડ-દેવડ વધી શકે છે. લાભ મળવામાં મોડું થશે. નોકરિયાત લોકોના કામના વખાણ થશે. પરંતુ મહેનત વધારે કરવી પડશે. લગ્નજીવન માટે સમય સારો રહેશે. નવું વાહન ખરીદવાનું મન થઈ શકે છે.

મિથુનઃ- મિત્રો, ભાઈઓ અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકે છે. મહેનત વધશે પરંતુ તેનો ફાયદો પણ મળશે. કિસ્મતનો સાથ પણ મળી શકે છે. કારોબાર વધી શકે છે. પ્રોપર્ટીને લગતા નવા મામલાઓ સામે આવી શકે છે.

કર્કઃ- દોડ-ભાગ ઘટશે. આર્થિક મામલે ફાયદો થવાના યોગ છે. માનસિક તણાવ દૂર થઈ શકે છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિની તક મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળી શકે છે.

સિંહઃ- બુધના કારણે મહત્ત્વકાંક્ષાઓ વધી શકે છે. નોકરિયાત અને કારોબારી લોકો માટે સમય સારો રહેશે. આર્થિક મામલાઓ માટે સમય સારો રહેશે. રોકાણ કરવામાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવાથી ફાયદો થઈ શકે છે.

બુધ ગ્રહ બુદ્ધિ, વિદ્યા, ડોક્ટર, અધિકારી વર્ગ, ગળું, ત્વચા, છત્રી અને ઉત્તર દિશાનો કારક ગ્રહ માનવામાં આવે છે
બુધ ગ્રહ બુદ્ધિ, વિદ્યા, ડોક્ટર, અધિકારી વર્ગ, ગળું, ત્વચા, છત્રી અને ઉત્તર દિશાનો કારક ગ્રહ માનવામાં આવે છે

કન્યાઃ- બુધના કારણે ફાલતૂ ખર્ચ વધી શકે છે. સમજી-વિચારીને બોલવું નહીંતર તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. આર્થિક મામલાઓમાં પણ સાવધાન રહેવું. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

તુલાઃ- બિઝનેસમાં ફાયદો મળવાનો સમય રહેશે. આર્થિક પરેશાનીઓમાં રાહત મળી શકે છે. અધિકારીઓ કે મોટા લોકોના કામકાજમાં મદદ મળી શકે છે. અટવાયેલાં સરકારી કામ પૂર્ણ થઈ શકે છે. અચાનક ધનલાભના પણ યોગ બની રહ્યા છે.

વૃશ્ચિકઃ- કાર્યક્ષેત્ર માટે સારો સમય છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના યોગ બની રહ્યા છે. શેરબજાર સાથે જોડાયેલાં લોકોને ફાયદો થઈ શકે છે. મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલાં લોકો માટે પણ સારો સમય છે. કામકાજના વખાણ થઈ શકે છે.

ધનઃ- બુધના પ્રભાવથી અટવાયેલાં કામ પૂર્ણ થઈ જશે. કિસ્મતનો સાથ મળશે. મહેનતનો ફાયદો પણ થઈ શકે છે. નવા લોકો સાથે સંબંધ સારા રહેશે. માતા-પિતા સાથે સમય વિતશે. પારિવારિક મતભેદ દૂર થઈ શકે છે. ધાર્મિક યાત્રાઓનો પણ યોગ છે,

મકરઃ- બુધના રાશિ બદલવાથી સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. દુશ્મનોના કારણે પરેશાન થઈ શકો છો. વિવાદ થવાના યોગ બની રહ્યા છે. ખર્ચ અને ધનહાનિ થવાની પણ શક્યતા છે. આ દિવસોમાં ઉધાર લેવાથી બચવું.

કુંભઃ- પાર્ટનરશિપનું કામ કરનાર લોકો માટે સમય ઠીક રહેશે નહીં. લગ્નજીવન માટે સમય સારો રહેશે નહીં. પારિવારિક મામલાઓમાં મતભેદ થઈ શકે છે. આર્થિક મામલે સાવધાન રહેવું પડશે. સંતાનને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો.

મીનઃ- બુધના રાશિ પરિવર્તનથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર થવાના યોગ છે. જૂની પરેશાનીઓ દૂર થઈ શકે છે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે. કારોબારી લોકો માટે ફાયદો આપનાર સમય છે. સમજી-વિચારીને નિર્ણય લેવાથી મોટો ફાયદો થઈ શકે છે. લેવડ-દેવડ કે રોકાણ માટે સમય સારો રહેશે. પ્રોપર્ટી ખરીદી કે વેચાણ સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ મામલાઓ સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...