તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Rashi Parivartan (Transit In Gemini) 2021; Rashifal Of Mercury Transit (Astrological) Predictions For Mithun, Sagittarius Scorpio, Cancer, Capricorn, Gemini And Other Zodiac Signs

યોગ-સંયોગ:બુધવારે બુધ ગ્રહ પોતાની જ રાશિ મિથુનમાં પ્રવેશ કરશે, સૂર્ય સાથે યુતિ થવાથી શુભ યોગ બનશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે, 3 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

7 જુલાઈના રોજ બુધ ગ્રહ પોતાની જ રાશિમાં આવી જશે. આ દિવસે બુધવાર હોવાથી તેનો શુભ પ્રભાવ વધી જશે. આ રાશિમાં સૂર્ય પહેલાંથી જ છે. જેથી હવે બુધ અને સૂર્યનો બુધાદિત્ય યોગ બનશે. આ સ્થિતિ પોતાનામાં જ એક રાજયોગ છે. જે 16 જુલાઈ સુધી રહેશે. આ શુભ સંયોગના પ્રભાવથી દેશમાં રાજકારણ, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ, તેની અસર બધી રાશિઓ ઉપર પણ પડશે. ત્યાં જ, બુધ ગ્રહ 25 જુલાઈના રોજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં જતો રહેશે.

બુધના રાશિ બદલવાથી પત્રકારિતા, શિક્ષા, લેખન, વાણી અને વકાલાત સાથે જોડાયેલાં લોકોની તર્ક શક્તિ વધશે. આ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોના જીવનાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. થોડા લોકોના કામકાજમાં અચાનક ફેરફાર આવવાની શક્યતા છે. મિથુન રાશિમાં સૂર્ય સાથે બુધ હોવાથી બુદ્ધિ અને જ્ઞાન વધશે. આ ગ્રહોના પ્રભાવથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. થોડા લોકો નવું અને મોટું રોકાણ કરવાની મોટી યોજનાઓ બનાવશે. બુધના પ્રભવાથી ખરીદદારી વધશે. સાથે જ શેરબજારમાં તેજી આવવાની શક્યતા છે.

બુધના રાશિ બદલવાથી પત્રકારિતા, શિક્ષા, લેખન, વાણી અને વકાલાત સાથે જોડાયેલાં લોકોની તર્ક શક્તિ વધશે
બુધના રાશિ બદલવાથી પત્રકારિતા, શિક્ષા, લેખન, વાણી અને વકાલાત સાથે જોડાયેલાં લોકોની તર્ક શક્તિ વધશે

5 રાશિના લોકો માટે શુભઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ 18 દિવસ સુધી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. પરંતુ કર્ક, ધન અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ. ત્યાં જ, મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના લોકો માટે સમય મિશ્રિત રહી શકે છે. આ ગ્રહના શુભ પ્રભાવથી દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત થઈ શકે છે. શેરબજાર અને કિંમતી ધાતુઓની કિંમત વધી શકે છે.

શુભઃ વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિઃ-
ધન રાશિમાં બુધના આવવાથી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળશે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. લેવડ-દેવડ અને રોકાણમા ફાયદો થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકો મોટા કામકાજની યોજના બનાવશે. આ લોકોની તર્ક શક્તિ પણ વધશે.

મિથુન રાશિમાં સૂર્ય સાથે બુધ હોવાથી બુદ્ધિ અને જ્ઞાન વધશે. આ ગ્રહોના પ્રભાવથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે
મિથુન રાશિમાં સૂર્ય સાથે બુધ હોવાથી બુદ્ધિ અને જ્ઞાન વધશે. આ ગ્રહોના પ્રભાવથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે

સામાન્યઃ મેષ, મિથુન, કુંભ અને તુલા રાશિઃ-
બુધના રાશિ પરિવર્તનથી મેષ, મિથુન, કુંભ અને તુલા રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ 4 રાશિના લોકોના વિચારેલાં કામ સમયે પૂર્ણ થઈ શકે છે. કામકાજને લઇને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોજિંદા કાર્યોમાં મહેનત પણ વધારે રહી શકે છે. દોડભાગ રહેશે. સાથે જ લેવડ-દેવડ અને રોકાણ સમજી-વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

અશુભઃ કર્ક, ધન અને મીનઃ-
ધન રાશિમાં બુધના આવી જવાથી કર્ક, ધન અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ. આ 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. સેવિંગ પૂર્ણ થવા અને રોકાણમા નુકસાન થવાની શક્યતા છે. લેવડ-દેવડમાં પણ સાવધાની જાળવવી પડશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નસને લગતો રોગ થઈ શકે છે. નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે.