• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Rashi Parivartan (Transit In Aries) 2022; Rashifal Of Mercury Transit With Surya (Astrological) Predictions For Kumbh, Mesh, Tula, Mithun, Sagittarius, Cancer, Capricorn, Gemini And

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન:24 એપ્રિલ સુધી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી, રોકાણમાં નુકસાનની શક્યતા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધ ગ્રહ 8 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 24 એપ્રિલ સુધી આ રાશિમાં જ રહેશે. આ ગ્રહની ગતિ બદલાવાથી હવે 14 એપ્રિલના રોજ બુધાદિત્ય યોગ બનશે. બુધ ગ્રહની ગતિમાં ફેરફાર થવાથી 5 રાશિઓ માટે સારો સમય શરૂ થઈ જશે. ત્યાં જ, વૃષભ અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ. આ સિવાય 5 રાશિના જાતકો માટે મિશ્રિત સમય રહેશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધના રાશિ પરિવર્તનથી આવક, રોકાણ અને લેવડ-દેવડ ઉપર અસર પડે છે. જેથી થોડા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે તો થોડા લોકોને નુકસાન પણ થાય છે. આ ગ્રહના કારણે શેરબજાર સાથે જોડાયેલાં લોકો વધારે પ્રભાવિત થાય છે. સાથે જ, શરીરમાં નસ, નર્વસ સિસ્ટમ, ગળા અને સ્કિન સાથે જોડાયેલી બીમારીઓ પણ બુધ ગ્રહના કારણે થાય છે. આ ગ્રહના કારણે તર્ક શક્તિ ઉપર અસર પડે છે. સાથે જ પત્રકારત્વ, શિક્ષણ, લેખન અને વકીલાત સાથે સંકળાયેલા લોકોના કાર્યમાં પણ મોટા ફેરફારો થાય છે.

બુધ ગ્રહની ગતિમાં ફેરફાર થવાથી વૃષભ અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ
બુધ ગ્રહની ગતિમાં ફેરફાર થવાથી વૃષભ અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ

શુભઃ મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિ
મેષ રાશિમાં બુધના આવવાથી મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આવવાની તક મળશે. અટવાયેલાં રૂપિયા મળવાના પણ યોગ બની રહ્યા છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકોના મોટા કામકાજની યોજનાઓ બનાવશે. આ લોકેની તર્ક શક્તિ પણ વધશે.

સામાન્યઃ મેષ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિ
બુધના રાશિ પરિવર્તનથી મેષ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ 4 રાશિના લોકોના વિચારેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. કામકાજને લઇને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોજિંદા કાર્યોમાં મહેનત પણ વધારે કરવી પડી શકે છે. દોડભાગ વધારે રહેશે. સાથે જ, લેવડ-દેવડ અને રોકાણ સમજી-વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

અશુભઃ વૃષભ, કન્યા અને મકર રાશિ
બુધના મેષ રાશિમાં આવી જવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. બચત ઘટવાથી અને રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે.