એપ્રિલ મહિનાનાં પ્રથમ દિવસથી જ બુધ ગ્રહ રાશિ બદલીને મીનમાં આવી ગયો છે. આ રાશિમાં 16 એપ્રિલ સુધી રહેશે. એ પછી મંગળની રાશિ મેષ રાશિમાં જશે. મહત્ત્વની વાત એ છે કે, બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી લોકોની આર્થિક સ્થિતિ બદલાઈ થઇ શકે છે. આ ગ્રહને લીધે દેશની અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ આવી શકે છે. બુધ ગ્રહના પ્રભાવથી લોકોનું કરિયર, માન-સન્માન, ભૌતિક સુખ-સુવિધા અને રૂપિયા જેવી સ્થિતિમાં કંઈક ફેરફારના યોગ બની શકે છે. બુધને આ બધી વસ્તુઓ માટે જવાબદાર માનવામાં આવે છે.
બિઝનેસ કરનારા લોકો માટે ઉત્તમ સમય
કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રએ જણાવ્યું, બુધના રાશિ પરિવર્તનથી બિઝનેસ કરતા લોકો માટે સમય સારો રહેશે. લેણ-દેણ અને રોકાણમાં ઘણા લોકોને ફાયદો થઇ શકે છે. આ ગ્રહના પ્રભાવથી જૂનાં રોકાણથી ફાયદો થઇ શકે છે. માર્કેટમાં ખરીદી વધી શકે છે. લેખન અને સમાચાર સાથે જોડાયેલા લોકો માટે સારો સમય છે. આ લોકોની ક્રિએટિવિટી વધી શકે છે. કિંમતી ધાતુના ભાવ ઓછા થશે. ભોજનની વસ્તુઓ મોંઘી થઇ શકે છે.
નોકરિયાત લોકો માટે બુધ ગ્રહ શુભ રહેશે
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, રાશિ બદલાવાથી નોકરિયાત લોકોને ફાયદો થશે. આ ગ્રહના પ્રભાવથી કામ કરવાની ઈચ્છા વધશે. લોકોની પ્રોડક્ટિવિટી પણ વધશે. ઘણા લોકોને નોકરીમાં તેમના વ્યવહારને લીધે ફાયદો થશે. બુધના પ્રભાવથી નોકરિયાત લોકોને સફળતા મળશે. બુધ મીન રાશિમાં રહેવાથી અમુક નોકરિયાત લોકોને જોબ બદલવાનું મન પણ થઇ શકે છે. નોકરીમાં કોઈ નવા પ્લાન પણ થઇ શકે છે.
બુધનું રાશિ પરિવર્તન સ્વાસ્થ્ય માટે સારું નથી
કાશી વિદ્વત પરિષદના જ્યોતિષાચાર્ય ડૉ. રામનારાયણ દ્વિવેદીનું કહેવું છે કે, સ્વાસ્થ્યની રીતે જોવા જઈએ તો આ રાશિ પરિવર્તન સારું નથી. આ ગ્રહને લીધે લોકોને ગળા, પેટ અન નસ સાથે જોડાયેલા રોગ થઇ શકે છે.ઘણા લોકોને સ્કિનની તકલીફ પણ થઇ શકે છે. જે લોકોને સર્વાઈકલની તકલીફ છે તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર છે. દુખાવો વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.