• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Rashi Parivartan (Mercury Transit) 2021; Rashifal (Astrological) Predictions For Makar, Vrishchik, Capricorn, Scorpio, Cancer, Gemini And Other Zodiac Signs

રાશિ પરિવર્તન:બુધ ગ્રહના કુંભ રાશિમાં આવી જવાથી લોકોની આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે

10 મહિનો પહેલા
  • લેવડ-દેવડ અને રોકાણમાં થોડા લોકોને નુકસાન થઈ શકે છે અને થોડા લોકો માટે ફાયદો આપનાર સમય રહેશે

25 જાન્યુઆરી, સોમવારે બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી ગયો છે. આ ગ્રહ 4 ફેબ્રુઆરી સુધી આ રાશિમાં જ રહેશે. મકરની જેમ કુંભ પણ શનિની રાશિ છે. આ રાશિમાં બુધ હોવાથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે. થોડા લોકોને લેવડ-દેવડ અને રોકાણમાં નુકસાન થઈ શકે છે, ત્યાં જ થોડા લોકોને અચાનક ફાયદો થવાના યોગ બની રહ્યા છે.

આ ગ્રહ બિઝનેસ અને લેવડ-દેવડ પર અસર કરે છેઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, બુધને મિથુન અને કન્યા રાશિનો સ્વામી માનવામાં આવે છે. આ ગ્રહના રાશિ બદલવાથી વાણી, અભિવ્યક્તિ, ગણનાઓ કરવી અને વ્યાપારિક યોગ્યતા પ્રભાવિત થાય છે. જ્યોતિષમાં બુધના ગોચરનો સમયગાળો ખૂબ જ ઓછો હોય છે, એટલે આ ગ્રહ મોટા ભાગે 18 દિવસે રાશિ બદલે છે.

બુધને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે ગ્રહ સાથે તેની યુતિ હોય છે, એના જેવો જ બુધ વ્યવહાર કરવા લાગે છે. આ કારણે જ્યોતિષમાં આ ગ્રહને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ગ્રહ કન્યા રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં રહે છે, એટલે વધારે પ્રભાવશાળી હોય છે. ત્યાં જ મીન રાશિમાં નીચ સ્થિતિનો માનવામાં આવે છે. બુધની મિત્રતા સૂર્ય, શુક્ર સાથે હોય છે. રાહુ, ચંદ્ર સાથે આ ગ્રહ દુશ્મનીનો ભાવ રાખે છે.

મેષ, વૃષભ, મિથુન રાશિના લોકોને આ ભ્રમણ લાભ આપશે, જ્યારે કન્યા રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

રાશિ પ્રમાણે બુધના રાશિ પરિવર્તનની અસરઃ-
મેષઃ- અટવાયેલાં કામ પૂર્ણ થશે. શુભ ફળ સાથે સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે. વિવાદાસ્પદ મામલે પક્ષ મજબૂત થશે.

વૃષભઃ- વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. બુદ્ધિમાનીથી ફાયદો પ્રાપ્ત થશે. સંકલ્પ મજબૂત રહેશે અને શુભ ફળ મળશે.

મિથુનઃ- નવી આશાનો સંચાર થશે. આત્મવિશ્વાસ વધશે, અવસર પ્રાપ્ત થશે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો.

કર્કઃ- મિશ્રિત ફળની પ્રાપ્તિ થશે. શોધમાં સફળતા મળશે. સમજણ શક્તિનો વિકાસ થવાની સાથે કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે.

સિંહઃ- પાર્ટનરશિપ અને વેપારમાં લાભ થશે. લગ્નજીવનમાં અંતર ઘટશે. શુભ ફળદાયક યાત્રા થશે.

કન્યાઃ- ભરપૂર પરિશ્રમ કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. નકારાત્મકતા છોડવી પડશે અને વિવાદથી બચવું પડશે.

તુલાઃ- ઉચ્ચ શિક્ષા અને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. પ્રેમ પ્રસંગ બનશે, રચનાત્મકતા રહેશે અને શુભ સમાચાર મળશે.

વૃશ્ચિકઃ- પરિવારનો સાથ મળશે. લાભના અવસર મળશે. વિચારેલાં કાર્યો પૂર્ણ કરશો. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

ધનઃ- ભરપૂર ઊર્જા રહેશે. પરાક્રમ વધશે, કાર્યસ્થળ પર વરિષ્ઠજનો દ્વારા સન્માન અને પ્રોત્સાહન મળશે.

મકરઃ- આર્થિક લાભ મળવાના યોગ બનશે. વેપાર કે કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. સંપત્તિમાં વિસ્તાર થવો શક્ય છે.

કુંભઃ- સાહસ અને પરાક્રમમાં વધારો થશે. પરિવારમાં ઉન્નતિ થશે, રચનાત્મકતા અને કૌશલનો વિકાસ થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મીનઃ- સુખ-સુવિધાઓ પર ખર્ચ વધશે. સમજી-વિચારીને જ જોખમ ઉઠાવો.