બુધ ગ્રહ 25 મેથી રાશિ બદલીને મિથુનમાં આવી ગયો છે અને 25 જુલાઈએ કર્કમાં આવશે. આ ગ્રહની ચાલથી 5 રાશિઓને લાભ થશે. કર્ક અને મીન રાશિના જાતકોને સાચવીને રહેવું પડશે. આ ઉપરાંત 5 રાશિઓ માટે સમય સારો છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, બુધના રાશિ પરિવર્તનથી અર્થવ્યવસ્થામાં મોટા ફેરફાર આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો પ્રભાવ વધશે. આ ગ્રહના પ્રભાવથી વેપાર વધશે.આ ગ્રહના રાશિ પરિવર્તનથી ગળા સાથે જોડાયેલી બીમારીઓથી પણ લોકોને રાહત મળશે.
શુભ: વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર
મિથુન રાશિમાં બુધ આવવાથી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિઓના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળશે.
રોકાયેલા પૈસા મળશે. લેણ-દેણ અને રોકાણમાં ફાયદો થશે. આ ઉપરાંત આ રાશિઓના લોકોને નવા કામની યોજના બનશે. તેમની વિચારશક્તિ પણ વધશે.
સામાન્ય: મેષ, મિથુન, તુલા, ધન અને કુંભ
બુધનું રાશિ પરિવર્તન મેષ, મિથુન, તુલા, કુંભ અને ધન રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. આ 5 રાશિના લોકોએ વિચારેલા કામ પૂરા થઈ શકશે. કામને લઈને નવા માણસો સાથે મળવાનું થશે. રોજના કામમાં વધારે મહેનત પણ કરવી પડશે. ભાગદોડ રહેશે. લેણ-દેણ અને રોકાણ સમજી વિચારીને કરવું. આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
અશુભ: કર્ક અને મીન રાશિ
મિથુન રાશિમાં બુધ આવવાથી કર્ક અને મીન રાશિના લોકોને વધારે સાચવવું પડશે. આ 2 રાશિઓના લોકોની સ્થિતિ આર્થિક રીતે નબળી પડી શકે છે. સેવિંગ પૂરું થતા અને રોકાણમાં નુકસાન થવાની આશંકા છે. લેણ-દેણમાં પણ વધારે ધ્યાન રાખવું. નસીબનો સાથ નહીં મળે. નસ સંબંધિત રોગ થઈ શકે છે. નોકરિયાત લોકોને કામ અને જગ્યા બદલાઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.