• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh (Mercury) Will Enter In Scorpio On 13th November, Rashifal According To Zodiac Sign, Budh Ka Rashi Parivartan, Budh Vrishchik Me

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન:રવિવારે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, મિથુન, કર્ક, કન્યા સહિત 7 રાશિના જાતકો માટે શુભ સમય

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 13 નવેમ્બરના રોજ બુધ ગ્રહ તુલા રાશિથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિમાં બુધની સ્થિતિ સારી માનવામાં આવતી નથી. આ ગ્રહ 2 ડિસેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે અને તે પછી ધનમાં પ્રવેશ કરશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બુધની અશુભ અસરને દૂર કરવા માટે દર બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. બુધ ગ્રહ માટે મગનું દાન કરો. જાણો બારેય રાશિના જાતકો માટે બુધની અસર કેવી રહેશે.

બુધની અશુભ અસરને દૂર કરવા માટે દર બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ
બુધની અશુભ અસરને દૂર કરવા માટે દર બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ
  • મેષ- બુધ ગ્રહના કારણે પરેશાનીઓ વધી શકે છે. નિરાશાથી બચવું. વધારે કોશિશ કરવી પડશે, ત્યારે જ સફળતા મળી શકે છે.
  • વૃષભ- તમારી રાશિ ઉપર બુધ ગ્રહની ખાસ અસર થશે નહીં. જૂની મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત કરશો. આ સમયે કરેલી મહેનતનું ફળ આવનાર સમયમાં મળી સકે છે.
  • મિથુન- આ રાશિ માટે બુધ ગ્રહની સ્થિતિ સારી રહેશે. ઘર-પરિવાર અને સમાજમાં વાતાવરણ અનુકૂળ રહેશે. ધનલાભ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો સારું રહેશે.
  • કર્ક- તમારા માટે વૃશ્ચિક રાશિનો બુધ પ્રભાવશાળી રહેશે. કામ સમયે પૂર્ણ થતા જશે. માન-સન્માન સાથે જ સફળતા પણ મળશે. ધનલાભ મળવાના યોગ બનશે.
  • સિંહ- આ લોકો માટે સાવધાન રહીને કામ કરવાનો સમય છે. નાની બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે. ચિંતાઓ વધશે. વિવાદોથી બચશો તો સારું રહેશે.
  • કન્યા- આ લોકોને બુધના કારણે મોટી સફળતા મળી શકે છે. નવું કામ મળી શકે છે. પ્રસન્નતા રહેશે. વિઘ્નો દૂર થશે.
  • તુલા- બુધના કારણે તમારા માટે સમય પક્ષનો રહેશે. કાર્યોમાં સફળતા મળશે. શુભ સમાચાર મળી શકે છે. નોકરીમાં લાભ થઈ શકે છે.
  • વૃશ્ચિક- હવે બુધ ગ્રહ આ રાશિમાં જ રહેશે. આ કારણે બુધ લાભની સ્થિતિ બનાવી શકે છે. નોકરીમાં મોટી સફળતા મળી શકે છે. જે લોકો નવા કામની શરૂઆત કરવા ઇચ્છે છે, તેમના માટે સમય પક્ષનો રહેશે.
  • ધન- ધન રાશિના લોકો હવે થોડાં સાવધાન રહે. બુધ મુશ્કેલીઓ વધારી શકે છે. ધનને લગતા કાર્યોમાં સમસ્યા વધી શકે છે. રોકાણ કરવા ઇચ્છો છો તો જોખમ લેતાં પહેલાં કોઈ નિષ્ણાત સાથે વાત કરો.
  • મકર- બુધના કારણે કામનો ભાર વધી શકે છે. ઘર-પરિવારની મદદથી મોટી જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકશો. નવા સંપર્કથી મોટો લાભ મળી શકે છે.
  • કુંભ- બુધ ગ્રહ તમારા માટે લાભની સ્થિતિ બનાવી શકે છે. આત્મવિશ્વાસ વધું રહેશે. જૂના સમયથી અટવાયેલાં કાર્યોમાં ગતિ આવી શકે છે.
  • મીન- બુધના કારણે મોટાં-મોટાં કામ પણ સરળતાથી પૂર્ણ થતાં જશે. પરિવારમાં શુભ પ્રસંગ આવે તેવી શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
બુધને વેપાર, સન્માન, યશ, વિશ્લેષણનો કારક ગ્રહ માનવામાં આવે છે
બુધને વેપાર, સન્માન, યશ, વિશ્લેષણનો કારક ગ્રહ માનવામાં આવે છે

બુધ ગ્રહ ફેફસા અને તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે બુધ ગ્રહ કન્યા અને મિથુન રાશિનો સ્વામી છે. તેના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. બુધને વેપાર, સન્માન, યશ, વિશ્લેષણનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ દ્વિ પ્રકૃતિનો છે. હાથ, કાન, ગળું, ફેફસા, તંત્રિકા તંત્ર અને ચામડી ઉપર બુધનો પ્રભાવ હોય છે. બુધ તર્કને દર્શાવે છે. તે લોકો જેમની કુંડળીમાં બુધ એક મજબૂત સ્થિતિમાં હોય છે તેઓ સમજદાર, તર્ક-વિતર્કમાં કુશળ અને એક ખૂબ જ સારા વિશ્લેષણાત્મક ક્ષમતા ધરાવનાર હોય છે.

અન્ય સમાચારો પણ છે...