• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Margi In Vrash Rashi (Transit In Tarus) June 2021; Rashifal (Astrological) Predictions For Sagittarius, Aquarius Pisces, Leo, Libra And Other Zodiac Signs

ગ્રહ ગોચર:23મીએ માર્ગી થયા પછી આજે વૃષભ રાશિમા બુધનો ઉદય થશે, દેશની અર્થવ્યવસ્થામા સુધારના યોગ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધ ગ્રહની ચાલમાં ફેરફાર થવાથી 9 રાશિઓ માટે સમય સારો રહેશે અને 3 રાશિઓએ સાવધાન રહેવું પડશે

બુધ 23 જૂનથી માર્ગી થઈ ગયો છે એટલે સીધી ચાલથી ચાલવા લાગ્યો છે. સાથે જ આજે 27 જૂનના રોજ બુધ ગ્રહ ઉદય થઈ ગયો છે. તેની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. શુક્રની રાશિમા બુધનો ઉદય થવાથી કન્યા અને મિથુન રાશિના લોકો માટે ઉન્નતિ અને નવા અવસર મળવાનો સમય રહેશે. જુલાઈમાં બુધ સાથે શુક્ર અને સૂર્યની યુતિ પણ બનશે. આ સ્થિતિ અનેક લોકો માટે શુભ રહેશે. બુધને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. એટલે તેની શુભ અસર સરકાર અને પ્રશાસન ઉપર પણ પડી શકે છે.

દેશની અર્થવ્યવસ્થામાં સુધારઃ-
વૃષભ રાશિમા બુધનો ઉદય અને માર્ગી ચાલ સાથે જ રાહુની યુતિ પણ બની રહી છે. એટલે આર્થિક સ્થિતિમાં સુધાર થશે. શેર બજાર અને ખરીદદારી વધશે. બુધ અને શુક્રના આ યોગના પ્રભાવથી દેશની અર્થવ્યવસ્થામા સુધાર આવે તેવા યોગ બનશે. આ સ્થિતિના પ્રભાવથી સારો વરસાદ થશે સાથે જ પાક સારો થવાના સંકેત મળી રહ્યા છે. આ ગ્રહના શુભ પ્રભાવથી વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.

મિથુન રાશિના લોકોને ધનલાભ થશે. કર્ક રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળશે
મિથુન રાશિના લોકોને ધનલાભ થશે. કર્ક રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળશે

9 રાશિના જાતકો માટે શુભ સમયઃ-
બુધના પ્રભાવથી મેષ રાશિના લોકોને ફાયદો મળી શકે છે. વૃષભ રાશિના લોકોના પારિવારિક તાલમેલમાં વધારો થશે. મિથુન રાશિના લોકોને ધનલાભ થશે. કર્ક રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળશે. કન્યા રાશિના લોકોનું પ્રમોશન થઈ શકે છે અને આવક પણ વધશે.

તુલા રાશિના લોકોના કાર્યોમાં પણ ઉન્નતિ થશે. વૃશ્ચિક રાશિના લોકોનો ભાગ્યોદય થઈ શકે છે. મકર રાશિના લોકોના માંગલિક કાર્યો પૂર્ણ થશે અને મીન રાશિના લોકોને સંતાન લાભ થવાના યોગ બની રહ્યા છે.

3 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશેઃ-
બુધની ચાલમાં ફેરફાર થવાથી સિંહ રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે. ધન અને કુંભ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સાથે જ, પ્રોપર્ટીને લગતા દસ્તાવેજોમાં ગડબડ થઈ શકે છે. જેથી નુકસાન થવાની શક્યતાઓ બની રહી છે.