તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Makar Rashi Parivartan (Transit In Capricorn) February 2021; Rashifal (Astrological) Predictions For Gemini, Leo, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રહ નક્ષત્ર:4 ફેબ્રુઆરીએ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશે, 10 દિવસ કુંભ રાશિમાં રહીને ફરીથી મકર રાશિમાં પાછો ફરશે

એક મહિનો પહેલા
  • બુધના રાશિ બદલવાથી તુલા અને ધન સહિત 5 રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે

4 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ કુંભ રાશિથી પાછળની રાશિ એટલે મકરમાં પાછો ફરશે. આ રાશિમાં સૂર્ય, ગુરુ, શુક્ર અને શનિ પહેલેથી જ છે. અહીં બુધના પણ આવી જવાથી પંચગ્રહી યોગ બનશે. નક્ષત્રોની આ સ્થિતિની અશુભ અસર દેશ-દુનિયા સાથે જ 12 રાશિ પર પણ પડશે. બુધની ચાલમાં આટલો ફેરફાર થવાથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ ગ્રહના રાશિ પરિવર્તનથી વૃષભ, મિથુન, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે સારો સમય રહેશે. કુંભ અને વૃશ્ચિક રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે, પરંતુ મેષ, કર્ક, કન્યા, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિઓ માટે સમય ઠીક નથી.

બુધ ગ્રહની ચાલ ક્યારે-ક્યારે બદલાઇઃ-4 જાન્યુઆરીએ બુધ મકર રાશિમાં આવ્યો હતો. પછી આ ગ્રહ 25 જાન્યુઆરીએ મકર રાશિ છોડીને કુંભમાં આવી ગયો. કુંભ રાશિમાં રહીને 31 જાન્યુઆરીએ તે વક્રી થઇ ગયો. હવે 3 ફેબ્રુઆરીએ અસ્ત પણ થઇ જશે અને તેના બીજા જ દિવસે એટલે 4 ફેબ્રુઆરીએ રાતે લગભગ 11.5 વાગે ફરીથી મકર રાશિમાં પાછો ફરશે. આ ગ્રહ મકર રાશિમાં 11 માર્ચ સુધી રહેશે.

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, જ્યોતિષ શાસ્ત્રમાં બુધને વાણીનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધને સૂર્ય સમાન તેજસ્વી દિવ્ય પીતાંબરધારી, સંપૂર્ણ આભૂષણોથી વિભૂષિત, અર્થશાસ્ત્રોના જ્ઞાતા, શ્રેષ્ઠ બુદ્ધિ સંપન્ન, મધુર વાણી બોલનાર મહાન ગણિતજ્ઞ માનવામાં આવે છે. પં. મિશ્ર જણાવે છે કે બુધ ગ્રહની શુભ અસરથી લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થાય છે. તર્ક શક્તિ વધે છે. બુદ્ધિ અને વિવેકના ઉપયોગથી ધનલાભ પણ થાય છે. ત્યાં જ આ ગ્રહના અશુભ પ્રભાવથી લોકો સંકોચી બને છે. પોતાની વાત બધા સામે રાખી શકતા નથી.

રાશિ પરિવર્તનથી 12 રાશિ પર થતી અસરઃ-

મેષઃ- બુધના રાશિ પરિવર્તનથી નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓ આવી શકે છે. કામકાજમાં સાવધાની રાખવી પડશે.

વૃષભઃ- બુધના રાશિ બદલવાથી કામકાજમાં મહેનત વધારે રહેશે અને કિસ્મતનો સાથ પણ મળી શકશે. પરાક્રમ પણ વધશે.

મિથુનઃ- બુધના પ્રભાવથી સમય સારો રહેશે. પ્રોપર્ટી કે કોઇ ખાસ વ્યક્તિની ગુપ્ત કે રહસ્યની વાત જાણી શકાશે. મહેનતનો ફાયદો મળશે.

કર્કઃ- રોજિંદા કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. લગ્નજીવન માટે બુધનું રાશિ પરિવર્તન ઠીક નથી. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ રહેશે.

સિંહઃ- અન્ય પાસેથી મદદ મળશે. દુશ્મનો પર વિજયના યોગ છે. ધનલાભ થશે. સફળતા મળશે.

કન્યાઃ- તર્ક શક્તિ ઓછી થશે. યોજનાઓ બનવામાં મુશ્કેલીઓ આવશે. યોજનાઓ પર કામ કરવામાં મોડું થઇ શકે છે.

તુલાઃ- દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળી શકે છે. કિસ્મlનો સાથ મળશે. જરૂરી કાગળિયાઓને લગતાં કામ પૂર્ણ થઇ શકે છે.

વૃશ્ચિકઃ- બુધના રાશિ પરિવર્તનથી ફાયદો તો મળશે, પરંતુ ધનહાનિ થવાની પણ સંભાવના છે. રહસ્યની વાત પણ ઉજાગર થઇ શકે છે.

ધનઃ- ધનલાભના યોગ છે. રોજિંદાનાં કાર્યોમાં ફાયદો મળશે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળશે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે.

મકરઃ- સ્વાસ્થ્યને લગતી પરેશાની રહેશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. દુશ્મનો પરેશાન થશે.

કુંભઃ- સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. યાત્રાઓ થશે. દોડભાગ અને માનસિક તણાવ પણ રહેશે.

મીનઃ- આવકમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ગૂંચવાઈ શકે છે. રોજિંદાનાં કામ અધૂરાં રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો