તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Budh Aries Rashi Parivartan (Transit In Aries) April 2021; Rashifal (Astrological) Predictions For Leo, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs

બુધનું રાશિ પરિવર્તન:4 મે સુધી વૃષભ અને મકર રાશિના લોકોએ લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાન રહેવું પડશે

2 મહિનો પહેલા
  • બુધની ચાલમાં ફેરફાર થવાતી શેરબજાર અને દેશની અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ થઇ શકે છે

બુધ ગ્રહ 16 એપ્રિલના રોજ મેષ રાશિમાં આવી રહ્યો છે અને 4 મે સુધી આ રાશિમાં રહેશે. આ ગ્રહની ચાલ બદલાવાથી હવે બુધાદિત્ય યોગ રહેશે. બુધ ગ્રહની ચાલમા ફેરફાર થવાથી 5 રાશિના લોકો માટે સારો સમય શરૂ થઇ જશે. ત્યાં જ, વૃષભ અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ સિવાય 5 રાશિના લોકો માટે મિશ્રિત સમય રહી શકે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે બુધના રાશિ પરિવર્તન થવાથી આવક, રોકાણ અને લેવડ-દેવડ ઉપર અસર પડે છે. જેનાથી થોડા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે તો થોડા લોકોને નુકસાન પણ થાય છે. આ ગ્રહના કારણે શેરબજાર સાથે જોડાયેલાં લોકો વધારે પ્રભાવિત થાય છે. સાથે જ, શરીરમાં નસ, તંત્રિકા તંત્ર, ગળા અને ચામડી સાથે જોડાયેલી બીમારી પણ બુધના કારણે થાય છે. આ ગ્રહના કારણે તર્ક શક્તિ ઉપર અસર પડે છે. સાથે જ, જર્નાલિઝમ, શિક્ષણ, લેખન અને કોર્ટ સાથે જોડાયેલાં લોકોના કામકાજમાં પણ મોટા ફેરફાર થાય છે.

શુભઃ- મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીનઃ-
મેષ રાશિમાં બુધના આવી જવાથી મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાનો અવસર મળી શકે છે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઇ શકે છે. આ સિવાય આ રાશિના લોકો મોટા કામકાજની યોજના બનાવશે. આ લોકોની તર્ક શક્તિ પણ વધશે.

સામાન્યઃ મેષ, સિંહ, તુલા, ધન અને કુંભઃ-
બુધના રાશિ પરિવર્તનથી મેષ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ 4 રાશિના લોકોના વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. કામકાજને લઇને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. રોજિંદા કાર્યોમા મહેનત પણ વધારે કરવી પડી શકે છે. દોડભાગ પણ વધારે રહેશે. સાથે જ, લેવડ-દેવડ અને રોકાણ સમજી-વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

અશુભઃ- વૃષભ, કન્યા અને મકરઃ-
બુધના મેષ રાશિમાં આવી જવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. બચત પૂર્ણ થવાથી અને રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નસને લગતા રોગ શક્ય છે. નોકરિયાત લોકોને કામકાજમાં ફેરફાર અને ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે.