મંગળવાર અને અમાસનો યોગ, આજે પૂજા અને દાન કરવાથી મંગળ અને પિતૃદોષ દૂર થાય છે

Bhomvati Amavasya 2020: Bhaumavasya Importance (Mahatva) and Significance
X
Bhomvati Amavasya 2020: Bhaumavasya Importance (Mahatva) and Significance

  • મંગળવારે સૂર્ય-ચંદ્ર એક રાશિમાં હોય ત્યારે ભોમાવસ્યાનો યોગ બને છે

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 08:33 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ જ્યોતિષ ગ્રંથ પ્રમાણે મંગળવારે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં અથવા આસપાસની રાશિમાં સ્થિત હોય છે ત્યારે ભોમાવસ્યાનો યોગ બને છે. આ વર્ષે આ યોગ 24 માર્ચે બની રહ્યો છે. આ દિવસે મંગળ પણ પોતાની ઉચ્ચ રાશિમાં સ્થિત રહેશે. જેનાથી આ પર્વનું મહત્ત્વ વધી ગયું છે. મંગળવારે આવતી અમાસના દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી પરિવારના રોગ, શોક અને દોષ દૂર થાય છે. મંગળવાર અને અમાસ હોવાથી આ દિવસે મંગળ દોષથી બચવા માટે પૂજા કરવામાં આવે છે.

ભોમાવસ્યા યોગમાં દાન અને સ્નાનનું મહત્ત્વઃ-
ભોમવતી અમાસના દિવસે સ્નાન, દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દાન કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવ ઋષિ વ્યાસ પ્રમાણે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગાયના દાનનું પુણ્ય ફળ મળે છે. ભોમવતી અમાસે હરિદ્વાર, કાશી જેવા તીર્થ સ્થળો અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ મહામારી અને પરિસ્થિતિઓ પ્રમાણે આ દિવસે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું.

આ દિવસે કુરૂક્ષેત્રના બ્રહ્મા સરોવરમાં ડૂબકી મારવું પણ ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. આ સ્થાને ભોમવતી અમાસના દિવસે સ્નાન અને દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યોદયથી લઇને બપોરે લગભગ 2.50 સુધીના સમયગાળામાં અમાસ તિથિ દરમિયાન સ્નાન અને દાન કરવાનું ખાસ મહત્ત્વ છે.

ભોમાવસ્યાનું મહત્ત્વઃ-
ભોમવતી અમાસનો યોગ બનવાથી તીર્થસ્નાન, જાપ, તપ અને વ્રતના પુણ્યથી દેવામાંથી છુટકારો મળે છે. એટલે, સંયમ, સાધના અને તપ માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. પુરાણોમાં અમાસે થોડાં વિશેષ વ્રતોના વિધાન છે. જેને કરવાથી તન, મન અને ધનના કષ્ટથી મુક્તિ મળે છે.

અમાસ સાથે બનતાં અન્ય યોગ-સંયોગઃ-
જ્યારે અમસાના દિવસે સોમ, મંગળ અથવા ગુરૂવાર સાથે અનુરાધા, વિશાખા અને સ્વાતિ નક્ષત્રનો યોગનું બનવું ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે. આ પ્રકારે શનિવાર અને ચૌદશનો યોગ પણ વિશેષ ફળ આપનાર માનવામાં આવે છે. આ તિથિ, વાર અને નક્ષત્રોના સંયોગમાં કરેલાં કાર્યોથી સફળતા પ્રાપ્ત થાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી