• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Bhadali Nome and Monday Yoga: Do special worship of Shivaji along with Goddess Durga, light a lamp near Shivling and speak 108 times Om Umamaheshwarabhya Namah

શ્રદ્ધા-ભક્તિ/ / ભડલી નોમ અને સોમવારનો યોગઃ દેવી દુર્ગા સાથે જ શિવજીની વિશેષ પૂજા કરો, શિવલિંગ પાસે દીવો પ્રગટાવી 108વાર બોલો ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ

X

  • અષાઢ ગુપ્ત નવરાત્રિની છેલ્લી તિથિ ભડલી નોમ છે, 1 જુલાઈએ દેવશયની એકાદશી

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 12:32 PM IST

સોમવાર, 29 જૂને ભડલી નોમ છે. આ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે મુહૂર્ત જોયા વિના પણ લગ્ન વગેરે માંગલિક કાર્યો કરી શકાય છે. આ તિથિને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અષાઢ મહિનાની નવરાત્રિની છેલ્લી તિથિ ભડલી નવમી છે. આ નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નવમી પછી 1 જુલાઈએ દેવશયની એકાદશી છે. ત્યાર બાદ 5 મહિના માટે બધા જ માંગલિક કાર્યો બંધ થઇ જશે. આ વર્ષે આસો અધિકમાસ હોવાના કારણે ચાતુર્માસ પાંચ મહિનાનો રહેશે. 25 નવેમ્બરે દેવઉઠની એકાદશીથી ફરીથી માંગલિક કાર્યો શરૂ થઇ શકે છે.

સોમવાર અને ભડલી નવમીના યોગમાં શિવ-પાર્વતનીની પૂજા કરોઃ-
આ શુભ દિવસે ગણેશજી, શિવજી અને દેવી પાર્વતીની વિશેષ પૂજા કરો. શિવલિંગ પાસે દીવો પ્રગટાવો અને ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. મંત્ર જાપ માટ રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઇએ. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ શિવલિંગની પૂજા એકસાથે કરવી જોઇએ અને જળધારી ઉપર કંકુ, હળદર, લાલ બંગડી, લાલ સાડી, લાલ ગુલાબ ચઢાવવાં જોઇએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી