તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેજાન દારૂવાલાનું સાપ્તાહિક રાશિફળઃ આ સપ્તાહ સેનસેક્સ, શેરબજાર અને સોનામાં તેજી આવશે

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અભિનેત્રી અનન્યા પાંડે અને એકતા કપૂર આ વર્ષે ખૂબ જ સફળ રહેશે
  • જ્યોતિરાદિત્ય સિંધિયા, દેવેન્દ્ર ફડણવીસ અને રાજનાથ સિંહ દેશના હિતના કામો કરશે

મેષઃ- 21 માર્ચથી 20 એપ્રિલ
ઘર બાબતે તમે કોઇ નવો નિર્ણય લીધો હોય કે પછી એને વ્યવસ્થિત કરવાનો નિર્ણય લીધો હોય તો તમારી ઊર્જા ઘણી મદદરૂ૫ બનશે. સાધનો પણ તમે નવાં વસાવી શકો છો, પણ એ માટે તમારે ધન મેળવવાની આકરી મહેનત કરવી ૫ડશે. જોકે, તમારી ધૂન તમને એમાં પણ સફળતા અપાવી શકે છે. આપ ભાવનાત્મક સંતુલન જાળવી શકશો અને કામ તથા લાગણીઓ વચ્ચે સુમેળ સાધી શકશો. આપ જે દૃષ્ટિકોણ મેળવશો તેનાથી વધુ સર્જનાત્મક બનશો.

વૃષભઃ- 21 એપ્રિલથી 21 મે
આ સમયગાળામાં સફળતા મેળવવાના પ્રયાસોમાં આપની ઉપર જવાબદારીઓ, કર્તવ્ય અને ફરજોનો ભાર આવી પડશે, પણ આધ્યાત્મિક વાતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો પ્રેમ જુસ્સાનો સંચાર કરશે. જોકે, બાળકો, માતા-પિતા અને સંબંધીઓ આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે આપની આ લાક્ષણિકતાઓ છતી થશે. પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અબોલ પશુઓ અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

મિથુનઃ- 22 મેથી 22 જૂન
આ સમયગાળામાં તમે તમારી આવડતો, ઊર્જા અને વ્યાવસાયિક ઉપાધીઓ પ્રત્યે જ સમગ્રપણે કેન્દ્રિત રહેશો. ગયા અઠવાડિયાની તમારી સમગ્ર પ્રવૃત્તિઓમાં અચાનક ઊભરો આવે અને તમે તમારી નોકરી વ્યવસાય અને પ્રવૃત્તિઓમાં બમણી ઊર્જાથી જોતરાશો. તમારે જે મેળવવું છે તે માટે તમે તમારાથી બનતું કરી છૂટવા પ્રયત્નો કરશો. ફંડ, લોન, ફાઇનાન્સ, ખરીદી-વેચાણ વગેરે બાબતોમાં પણ ઉછાળો આવે. તમે મોટી જીત માટે દાવ ખેલવામાં આનંદ અનુભવો.

કર્કઃ- 23 જૂનથી 22 જુલાઈ
ખર્ચ અને આનંદ પ્રમોદ કરવાનો તબક્કો હજી ૫ણ ચાલુ જ છે. આપ તેને પાત્ર ૫ણ છો. આપના ૫રિવાર માટે મોજશોખની ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ ૫ણ બનશો. જૂનાં સ્મરણો માનસપટ ૫ર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, ૫રંતુ તે આપના ૫ર ૫કડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. આ સપ્તાહમાં સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું ૫ડશે.

સિંહઃ- 23 જુલાઈથી 23 ઓગસ્ટ
તમે આ અઠવાડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ આગામી મહિનાનું તમારું રાશિફળ કહે છે કે તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પ્રેમ ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદની અવધિરૂપ બની રહેશે. પ્રેમ, રોમાંચ, લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે. નવા વિચારો સ્ફુરે, રચનાત્મક તરકીબો સૂઝે.

કન્યાઃ- 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર
આપનો આનંદનો સમય પૂરો થઇ રહ્યો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજ્જ્વળ છે, તેની ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સમસ્યા સર્જાય અને લાંબા વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય.

તુલાઃ- 24 સપ્ટે.થી 23 ઓક્ટોબર
વ્યક્તિગત, ભાવનાત્મક, આધ્યાત્મિક અને આર્થિક દૃષ્ટિએ એક પતંગિયાની જેમ વૃદ્ધિ પામો, વિકસો અને રૂપાંતરિત થાઓ. આ વિકાસ બૌદ્ધિક ક્ષેત્રે હોય તેવી પણ શક્યતા છે. જેમ કે રિફ્રેશર કોર્સ, સંશોધન વગેરે. આ વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણા મહત્ત્વના છે. લોકો આપને મદદ કરશે તેથી તેમની પર વિશ્વાસ મૂકતા શીખો. જીવનમાં યોગ્ય તક યોગ્ય સમયે ઝડપી લેવી. આ અઠવાડિયે તમે આગળના મહિનાનું આયોજન કરશો અને વિકસિત થશો.

વૃશ્ચિકઃ- 24 ઓક્ટો.થી 22 નવેમ્બર
આ સપ્તાહે આપ પ્રવૃત્તિમય રહેશો. તમામ ઇચ્છાઓ પૂરી થશે, પણ તકરાર અને બોલાચાલી પણ ઘણી થશે. નાણાકીય બાબતો હાથ ધરતા પહેલાં ચેતવું, કારણ કે કોઇ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. અર્થસભર, વિચારીને લીધેલાં પગલાં ફાયદાકારક પુરવાર થશે. આપ મોટી સફળતા મેળવી ચૂક્યા છો અને દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવાની જરૂર છે. શું બોલવું અને કયા સમયે બોલવું તે આપ સારી રીતે જાણો છો.

ધનઃ- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
આ અઠવાડિયે તમે ઘણી બધી સમૃદ્ઘિ અને પુરસ્કાર મેળવશો, ખાસ કરીને આધ્યાત્મિક અને માસિક વૃદ્ઘિ તથા વિકાસ થશે. લોકો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થશે. તમારી યોજનાઓ, ઉદ્દેશ્યો, ભવિષ્ય અને વિશ્વમાં તમારું સ્થાન વગેરે બધું ઉ૫ર કહેલી નજરે જ ૫રખવામાં આવશે. પ્રવાસની પણ સંભાવના છે. વિકાસની પ્રક્રિયામાં વિઘ્ન આવશે, પણ પ્રગતિ તરફ વધવાનો સમયગાળો ચાલુ રહેશે. રચનાત્મકતાનો ઉ૫યોગ સમાજસેવા અને દાન જેવાં કાર્યો માટે કરશો.

મકરઃ- 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી
આ સપ્તાહે ક્રિયાશીલતા અને વિકાસ મુખ્ય બાબત બની રહેશે. આપ ફરી પ્રવાસ માટે તૈયાર થશો જે આધ્યાત્મિક હોઇ શકે છે. આ વખતે આપ અધૂરાં પગલાં નહીં ભરો, કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. લોકો સાથે ઊંડાણપૂર્વક વાત કરશો, કારણ કે જીવન તેનાં ઘણાં પાસાં રજૂ કરતું હોય છે. આપ જેને પ્રિય પાત્ર ગણતા હતા કે જેની સાથે જીવન-મરણના કોલ લેવા તૈયાર થયા હતા તેમના અત્યાર સુધી અપ્રસ્તુત પાસાં ઉજાગર થતાં નિકટતામાં ઓછપ વર્તાય.

કુંભઃ- 21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી
કૌટુંબિક અને પારિવારિક બાબતોમાં તમે સક્રિય ભૂમિકા અદા કરશો. લોકોના માનસપટ પર તમે તમારી વિશાળ ઇમેજ ઊભી કરી શકશો. તમારી કામ કરવાની સરળ અને આગવી શૈલીઓ ઘણી લોકપ્રિય બનશે. લોકો સાથેનો વ્યવહાર વધુ સક્રિય બનશે, તમે તમારા વ્યવહારોમાં અંગત ફાયદા કરતાં સામાજિક મૂલ્યોનું વધારો ધ્યાન રાખશો. જે તમને સહાયકારક નીવડશે અને તમે પ્રેમની લાગણી અનુભવશો. તમારી કાર્યશક્તિ અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય.

મીનઃ- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
આ સપ્તાહે આપ સંપૂર્ણ રીતે પારિવારિક બાબતોથી ઘેરાયેલા રહેશો. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે આપ વ્યસ્ત રહેશો, પણ આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો તો લોકો આપની શંકા, ચિંતાઓ ને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરશો.

અન્ય સમાચારો પણ છે...