• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Before Guru Purnima, Jupiter will enter Swagruhi Dhan Rashi and circulate for 145 days, it will have auspicious effect on Baray Rashi.

જ્યોતિષ / ગુરુપૂર્ણિમા પહેલાં ગુરુ સ્વગૃહી ધન રાશિમાં પ્રવેશ કરી 145 દિવસ પરિભ્રમણ કરશે, બારેય રાશિ ઉપર શુભાશુભ અસર થશે

Before Guru Purnima, Jupiter will enter Swagruhi Dhan Rashi and circulate for 145 days, it will have auspicious effect on Baray Rashi.
X
Before Guru Purnima, Jupiter will enter Swagruhi Dhan Rashi and circulate for 145 days, it will have auspicious effect on Baray Rashi.

  • વિ.સં.2076માં બીજી વખત તા.30ના રોજ ધન રાશિમાં ગુરૂનો વિધિવત પ્રવેશ

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 08:30 AM IST

5 જુલાઈ, રવિવારે અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુપૂર્ણિમા રહેશે. આ પહેલાં તા.30 ના રોજ ગ્રહ ગોચર પરિભ્રમણમાં ગુરુ ધન રાશિમાં વહેલી સવારે 5.27 કલાકે વિધિવત પ્રવેશ કરશે. જે 145 દિવસ સુધી રહેશે. ધન રાશિમાં ગુરૂ સ્વગૃહી થવાથી ધર્મક્ષેત્રે, વિદ્યાકીય બાબતોમાં તેમજ આર્થિક અકળામણમાં કંઈક અંશે નિશ્ચિત રીતે સુધારો જોવા મળશે. હાલમાં ચાલતી વૈશ્વિક મહામારી કોરોનાવાઇરસમાં કુદરતી રીતે કંઈક અંશે ઈશ્વરીય રીતે સહાય જોવા મળશે! વરસાદ સારો થશે ખેતીવાડી- બાગાયત, પાક પણ સારો જોવા મળશે. દરેક રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિથી કેવું ફળ મળશે તે અંગે જણાવતાં એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જ્યોતિષાચાર્ય મહોદયશ્રી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના  જણાવ્યા અનુસાર...

મેષ રાશિ (અ,લ,ઈ):- નવા કાર્યક્ષેત્રમાં સાહસ કરવાથી સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાકીય બાબતોમાં સફળતા સારી મળે.

વૃષભ રાશિ (બ,વ,ઊ):- ઘણા લાંબા સમય પછી આર્થિક રીતે શુભ સમય ગણાવી શકાય. અનેકવિધ રીતે શુભ સમાચાર આકસ્મિક મળી શકે.

મિથુન રાશિ( ક,છ,ઘ):- બગડેલાં આરોગ્ય બાબતે વધુ સુધારો જોવા મળે. લગ્ન ઉત્સુક યુવા વર્ગ માટે લગ્ન યોગ બની શકે!

કર્ક રાશિ (હ,ડ):- નોકરિયાત વર્ગને બઢતી, બદલી માટે શુભ તક. અનાવશ્યક કે માંદગીના ખર્ચમાં રાહત જણાય.

સિંહ રાશિ (મ,ટ):- વિદ્યાર્થી વર્ગ માટે વધુ શુભ સમય. અનેકવિધ રીતે ધન પ્રાપ્તિ થઇ શકે.

કન્યા રાશિ (પ,ઢ,ણ):- કાર્યક્ષેત્રમાં મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળે. માનસિક રાહત જણાય.

તુલા રાશિ (ર,ત):- દિનપ્રતિદિન ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. વ્યાપાર-વ્યવસાય માટે ટૂંકો પ્રવાસ સંભવ છે.

વૃશ્ચિક રાશિ (ન,ય):- ગુપ્તાંગના ભાગને લગતી રોગ સમસ્યા મટે. પડતર કોર્ટ-કચેરીના સંબંધિત કાર્યમાં વિજય નિશ્ચિત.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- વિદ્યા, ધન, આયુ, આરોગ્ય બાબતે સુખ:દ સમાચાર મળે. સંતાનહીનને સંતાન થઈ શકે.

મકર રાશિ (ખ,જ):- યુવાવર્ગને નોકરી માટે શુભ તક. આરોગ્ય બાબતે પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરતી જણાય.

કુંભ રાશિ (ગ,સ,શ):- સંતાનના અટકેલાં કાર્યો પૂર્ણ થાય. નવી ભાગીદારીનો ધંધો સંભવ.

મીન રાશિ (દ,ચ,ઝ,થ):- નવી સુખસગવડોમાં વધારો થાય. વેપારી વર્ગને ધંધો વધે તથા જૂનીપુરાણી ઉધરાણી મળે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી