આજે શનિદેવ મકર રાશિમાં માર્ગી થયા:દિવાળી પહેલાં જ શનિની ગતિમાં ફેરફાર, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને મળશે લાભ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

23 ઓક્ટોબરે શનિ મકર રાશિમાં રહીને પોતાની ચાલ બદલશે. આ ગ્રહ છેલ્લા ચાર મહિનાથી વક્રી હતો. હવે શનિ આખું વર્ષ સીધી ગતિએ ભ્રમણ કરીને મકર રાશિમાં જ રહેશે. જેની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિના લોકો ઉપર પડશે. જે રાશિના લોકો ઉપર સાડાસાતી અને ઢૈય્યા ચાલી રહી હતી. તે લોકો માટે મહત્ત્વપૂર્ણ ફેરફાર લાવનાર સમય રહેશે. શનિનું સીધી ગતિએ ભ્રમણ સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે શુભ રહેશે. અન્ય રાશિના જાતકોએ સાવધાની જાળવવી પડશે.

કઈ રાશિ ઉપર ઢૈય્યા અને સાડાસાતી રહેશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મકર રાશિમાં શનિના ભ્રમણથી ધન રાશિના લોકો ઉપર ઊતરતી સાડાસાતીની શુભ અસર રહેશે. મીન રાશિના લોકોને તેનાથી રાહત મળશે. ત્યાં જ, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતીની અસર જોવા મળશે. આ બંને રાશિના લોકોએ નોકરી, બિઝનેસ અને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે.

મિથુન અને તુલા રાશિના લોકો ઉપર શનિની ઢૈય્યા શરૂ થઈ ગઈ છે. એટલે મિથુન રાશિ માટે ગોચર કુંડળીમાં શનિ અષ્ટમ ભાવમાં આવી જશે અને તુલા રાશિના લોકો ઉપર શનિની વક્રી નજર રહેશે. આ કારણે આ 2 રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.

12માંથી 7 રાશિના લોકો શનિની અસર હેઠળ રહેશે
હવે કુંભ રાશિ ઉપર સાડાસાતી શરૂ થઈ ગઈ છે. ધન અને મકર રાશિ ઉપર પહેલાંથી જ સાડાસાતી ચાલી રહી છે. આ સિવાય મિથુન અને તુલા રાશિના લોકો ઉપર શનિની ઢૈય્યા રહેશે. એટલે તુલા ઉપર શનિની વક્રી નજર રહેશે અને મિથુન રાશિ સાથે ષડાષ્ટક યોગ બનશે. મીન અને કર્ક રાશિ ઉપર પણ શનિની નજર રહેશે. આ પ્રકારે 12માંથી 7 રાશિના લોકો ઉપર શનિ સંપૂર્ણ રીતે પ્રભાવિત રહેશે.

શનિદેવનો પ્રભાવ વધશે
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ સંવત્સરના રાજા શનિ છે. જે પહેલાં કુંભ રાશિમાં હતા પછી મકરમાં આવી ગયા છે. આ બંને શનિની જ રાશિ છે. એટલે હવે સીધી ગતિએ ભ્રમણ કરીને તેની અસર વધી જશે. શનિનું પોતાની જ રાશિ એટલે મકરમાં રહેવાથી તેનો પ્રભાવ વધી જશે.

શનિની ગતિ બદલાતાં જ દેશમાં ન્યાય પ્રક્રિયા મજબૂત થશે અને ગતિ પકડશે. ભારત સહિત અન્ય દેશોમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોનું સન્માન વધશે. નીચલા તબક્કાના લોકોને ઉન્નતિ અને આગળ વધવાની તક મળશે. મહેનત કરનાર લોકોને ફાયદો થશે. આવકના નવા રસ્તા પણ ખૂલશે. લોકોને રોજગાર મળશે.

અન્ય સમાચારો પણ છે...