હિંદુ કેલેન્ડર મુજબ શનિજયંતીનો તહેવાર વૈશાખ મહિનાની અમાસના દિવસે ઊજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો, આથી આ દિવસે ભગવાન શનિની પૂજા કરવાનો નિયમ છે. આ વર્ષે 19 મે, 2023 શુક્રવારના રોજ વૈશાખ મહિનાની અમાસ તિથિ આવી રહી છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો, તેથી જ દર વર્ષે આ દિવસને શનિ જન્મોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે શનિજયંતી ખૂબ જ ખાસ છે, કારણ કે ગ્રહોની સ્થિતિ બદલાવાને કારણે અનેક શુભ રાજયોગો બની રહ્યા છે. આજે જાણો કઈ રાશિ પર શનિદેવની કૃપા રહેશે, સાથે જ શનિની દશા અને મહાદશાથી પીડિત રાશિઓને શનિજયંતીના દિવસે શનિકૃપા મેળવવા કયા ઉપયો કરવા જોઈએ.
જ્યોતિષમાં શનિનું વિશેષ મહત્ત્વ છે. નવ ગ્રહોમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે આ ગ્રહ વ્યક્તિનાં કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકોની કુંડળીમાં શનિની વક્રદૃષ્ટિ પડી રહી હોય તેમને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વ્યવસ્થિત રીતે શનિદેવની પૂજા કરવાથી એનાં અશુભ પરિણામોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
શનિજયંતી પર આ શુભ રાજયોગ બની રહ્યા છે-
વૈદિક જ્યોતિષ અનુસાર, શનિજયંતી પર શોભનયોગ બની રહ્યો છે. શોભનયોગ સાંજે 6:16 સુધી ચાલશે. આ દરમિયાન શનિ પણ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો હશે. આવી સ્થિતિમાં શશ રાજયોગ સર્જાઈ રહ્યો છે. તેની સાથે મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રનો સંયોગ છે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે. શનિજયંતીના દિવસે આ વિશેષ યોગો બનવાને કારણે ઘણી રાશિઓને વિશેષ લાભ મળવાના છે.
આ રાશિના જાતકોને શનિજયંતી પર લાભ થઈ શકે છે
મેષઃ-
આ રાશિમાં શનિ અગિયારમા ભાવમાં અને પ્રથમ ભાવમાં રહે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને શનિની સાથે ગુરુના સંક્રમણથી વિશેષ લાભ મળી રહ્યો છે. શશ મહાપુરુષ સાથેનો ગજકેસરી યોગ આ રાશિના જાતકોને નાણાકીય લાભ કરાવશે. આ સાથે જ મેષ જાતકોને બિઝનેસ અને નોકરીમાં પણ ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. વૈવાહિક જીવન સુખરૂપ રહેશે. તેની સાથે બદનામી અને શારીરિક સમસ્યાઓને ઝડપથી ઓછી થઈ શકે છે.
મિથુનઃ-
મિથુન રાશિના લોકો માટે પણ શનિજયંતીનો દિવસ લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાશિમાં શનિ નવમા ભાવમાં અને ગુરુ અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે છે. તમારાં ઘણાં સપનાં સાકાર થઈ શકે છે. શનિદેવની વિશેષ કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. નોકરી કરતા લોકોને પણ સફળતા મળવાની સંભાવના છે.
સિંહઃ-
સિંહ રાશિના લોકો માટે પણ શનિજયંતીનો દિવસ ખાસ રહેવાનો છે. ગુરુ અને શનિના સંક્રમણથી બનેલો ષશ અને ગજકેસરી યોગ આ રાશિના જાતકો માટે અનેક પ્રકારની ખુશીઓ લાવી શકે છે. અચાનક ભાગ્ય બદલાઈ શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સાથે જ તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
કુંભઃ-
આ રાશિમાં ષશ રાજયોગ બની રહ્યો છે. આ સાથે મેષ રાશિમાં ગજકેસરી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ કોઈપણ ફળની ઈચ્છા રાખ્યા વગર મહેનત કરવી જોઈએ. આવી સ્થિતિમાં તેમને તેમની મહેનતનું ફળ ચોક્કસપણે મળી શકે છે. નોકરીમાં પણ સ્થિતિ પ્રબળ રહેશે. વ્યક્તિત્વ સુધરશે. આ સાથે લાંબા સમયથી અટકેલાં કાર્યો ફરી શરૂ થઈ શકે છે.
શનિજયંતી વિશેષ શા માટે છે?
હાલ જે રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલે છે એવા જાતકોએ શનિના કષ્ટો ઓછા કરવા. શનિકૃપા મેળવવા ઈચ્છતા ભક્તોએ આ દિવસ પૂજા-પાઠ, મંત્રજાપ અને ઉપાયો કરી શકે છે.
આ રાશિઓ પર ચાલે છે શનિની સાડાસાતી અને ઢૈયા-
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો છે. એટલે 3 રાશિ મકર, કુંભ અને મીન પર સાડાસાતી અને કર્ક અને વૃશ્ચિક રાશિ પર ઢૈયા ચાલી રહી છે.
શનિ સાડાસાતી (શનિ સાડાસાતી અને ઢૈયાના ઉપાય)ની આડઅસરો ઘટાડવાના ઉપાયો
પીપળની નીચે દીવો પ્રગટાવવો-
આ વસ્તુઓનું દાન કરો -
સરસવનું તેલ ચઢાવો-
ઘરમાં ઘોડાની નાળથી બનેલી ખીલી લગાવો-
લોખંડની વીંટી પહેરો-
શનિજયંતીએ રાશિ પ્રમાણે આ ઉપાયો કરી શકાય-
જ્યોતિષમાં શનિનું મહત્ત્વ-
વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહનું ઘણું મહત્ત્વ છે. હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ઉંમર, દુ:ખ, રોગ, પીડા, વિજ્ઞાન, ટેકનોલોજી, લોખંડ, ખનિજ તેલ, કર્મચારી, નોકર, જેલ વગેરેનો કારક માનવામાં આવે છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ છે જ્યારે મેષ રાશિ તેની કમજોર રાશિ માનવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.