તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદ્રીનાથ ધામ:બ્રાહ્મણ અને ધર્માધિકારીએ પાંડુકેશ્વરથી બદ્રીનાથની યાત્રા શરુ કરી, કાલે સવારે 4:30 વાગ્યે કપાટ ખૂલશે

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
બદ્રીનાથ માટે પાંડુકેશ્વરથી કુબેર ડોલી, ઉદ્ધવ ડોલી, આદિગુરુ શંકરાચાર્ય ગાદી સાથે યાત્રા શરુ થઇ - Divya Bhaskar
બદ્રીનાથ માટે પાંડુકેશ્વરથી કુબેર ડોલી, ઉદ્ધવ ડોલી, આદિગુરુ શંકરાચાર્ય ગાદી સાથે યાત્રા શરુ થઇ

શુક્રવાર, 15 મેની સવારે 4: 30 વાગ્યે બદ્રીનાથના કપાટ ખૂલશે. આ માટે ગુરુવારે બ્રાહ્મણ ઈશ્વર પ્રસાદ નંબુદરી અને ધર્માધિકારી ભુવનચન્દ્ર ઉનીયાલની સાથે પાંડુકેશ્વરથી બદ્રીનાથની યાત્રા શરુ થઇ ગઈ છે. આજે ઉદ્ધવજી, કુબેરજી, આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી અને તલના તેલનો કળશ બદ્રીનાથ ધામ પહોંચશે. લોકડાઉનના નિયમોનું પાલન કરવાની સાથે આ યાત્રામાં શાસન-પ્રશાસન, મંદિર સમિતિ અને અમુક લોકો જ સામેલ રહેશે. પાંડુકેશ્વરથી બદ્રીનાથનું અંતર આશરે 22 કિલોમીટર છે.

બદ્રીનાથમાં આશરે 30 લોકો હાજર રહેશે
જોશી મઠ એસડીએમ કાર્યાલયથી મળેલી જાણકારી પ્રમાણે, આ વર્ષે કોરોના વાઇરસને લીધે લોકડાઉનના નિયમોનું પાલન બદ્રીનાથમાં પણ થશે. કપાટ ખૂલે તે સમયે ઘણા ઓછા લોકોને હાજર રહેવાની અનુમતિ આપી છે. અહિ રાવલ, ધર્માધિકારી, ટિહરી નરેશના પ્રતિનિધિ, મંદિર સમિતિના 33 ટકાથી પણ ઓછા લોકો અને મંજૂરી મળેલા અમુક સ્થાનિકોને જ મંદિરમાં પ્રવેશ મળશે.

મહામારીથી મુક્તિ મેળવવા ધનવંતરિ ભગવાનની પૂજા કરશે

શુક્રવારે સવારે 4:30 વાગ્યે ગણેશ ભગવાનની પૂજા બાદ કપાટ ખોલવામાં આવશે. કપાટ ખોલ્યા બાદ બદ્રીનાથની સાથે ભગવાન ધનવંતરિની પણ વિશેષ પૂજા કરવામાં આવશે. ધનવંતરિ આયુર્વેદના દેવતા છે. દુનિયાભરમાં ફેલાયેલી આ મહામારીને રોકવા માટે તેમને પ્રાર્થના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો