તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dharm darshan
 • Jyotish
 • Badrinath Dham Badrinath Temple After The Worship Of Ganapati, Kubera And Uddhav, The Doors Opened At 4.30 Pm With Vedic Chants And Jaighosha.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદ્રીનાથ ધામ:વૈદિક મંત્રો સાથે સવારે 4.30 વાગ્યે કપાટ ખૂલ્યા, પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવી

10 મહિનો પહેલાલેખક: શશિકાંત સાલ્વી
 • કૉપી લિંક
 • 10,૦૦ કિલો ફૂલોથી બદ્રીનાથ મંદિર સજાવવામાં આવ્યું, લગભગ 28 લોકોની ઉપસ્થિતિમાં કપાટ ખૂલ્યા
 • ટિહરી રાજ પરિવાર તરફથી આવેલાં તલના તેલથી ભગવાન બદ્રીનાથનો અભિષેક થયો

આજે વહેલી સવારે 4.30 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યાં છે. કપાટ ખોલવાની વિધિ રાતે 3 વાગ્યાથી શરૂ થઇ ગઇ હતી. રાવલ ઈશ્વર પ્રસાર નંબૂદરી દ્વારા વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. આ દરમિયાન ગુરુ શંકરાચાર્યની ગાદી, ઉદ્વવજી, કુબેરજીની પૂજા પણ કરવામાં આવી. કપાટ ખોલ્યા બાદ લક્ષ્મી માતાને પરિસરમાં સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં. ભગવાન બદ્રીનાથનો તલના તેલથી અભિષેક કરવામાં આવ્યો.

પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવીઃ-
ભગવાન બદ્રીવિશાલની પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવી. પૂજામાં દેશના કલ્યાણ આરોગ્યતા માટે પ્રાર્થના કરવામાં આવી. ઓનલાઇન બુક થયેલી પૂજાઓ ભક્તોના નામે કરવામાં આવી. પ્રદેશના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, ટૂરિઝમ મંત્રી સતપાલ મહારાજે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યા તેના માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ તસવીર સવારે 4.30 વાગ્યા પછીની છે. ઋષિકેશની શ્રી બદ્રીનાથ ફૂલ સેવા સમિતિ દ્વારા મંદિર સજાવવામાં આવ્યું
આ તસવીર સવારે 4.30 વાગ્યા પછીની છે. ઋષિકેશની શ્રી બદ્રીનાથ ફૂલ સેવા સમિતિ દ્વારા મંદિર સજાવવામાં આવ્યું

ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ પ્રમાણે શ્રીબદ્રીનાથ ધામના કપાટ મનુષ્ય પૂજા માટે સવારે 4.30 વાગ્યે ખુલ્લાં કરી દેવામાં આવ્યાં છે. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે, ઋષિકેશની શ્રી બદ્રીનાથ ફૂલ સેવા સમિતિ દ્વારા 10 હજાર કિલોથી વધારે ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું.

આ વર્ષે દુનિયાભરમાં ફેલાયેલી મહામારીથી મુક્તિ મેળવવા માટે બદ્રીનાથમાં વિશેષ પૂજા કરવામાં આવી.
આ વર્ષે દુનિયાભરમાં ફેલાયેલી મહામારીથી મુક્તિ મેળવવા માટે બદ્રીનાથમાં વિશેષ પૂજા કરવામાં આવી.

લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવ્યું-

દર વર્ષે હજારો ભક્તો સામે અહીં કપાટ ખોલવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે કપાટ ખોલતી વખતે લગભગ 28 લોકો જ ઉપસ્થિત હતાં. રાવલ નંબૂદરી, ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ સિવાય અહીં મંદિર સમિતિના લોકો, શાસન-પ્રશાસનના અધિકારી અને થોડાં ક્ષેત્રવાસી અહીં ઉપસ્થિત હતાં. બધાએ માસ્ક પહેર્યાં હતાં અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.

બદ્રીનાથ ધામ અકલનંદા નદીના કિનારે સ્થિત છે.
બદ્રીનાથ ધામ અકલનંદા નદીના કિનારે સ્થિત છે.

મહામારી દૂર કરવા માટે વિશેષ પૂજા કરવામાં આવીઃ-

કપાટ ખુલ્યા બાદ બદ્રીનાથ સાથે જ ભગવાન ધનવંતરિની પણ વિશેષ પૂજા કરવામાં આવી. ધનવંતરિ આયુર્વેદના દેવતા છે. દુનિયાભરથી આ મહામારીને દૂર કરવા માટે આ પૂજા રાવલ નંબૂદરી દ્વારા કરવામાં આવી. બદ્રીનાથનો તલના તેલથી અભિષેક થાય છે અને આ તેલ અહીં ટિહરી રાજ પરિવાર તરફથી આવે છે. ટિહરી રાજ પરિવારના આરાધ્ય દેવ બદ્રીનાથ છે. રાવલ રાજ પરિવારના પ્રતિનિધિ તરીકે ભગવાનની પૂજા કરે છે. અહીં પરશુરામની પરંપરા પ્રમાણે પૂજા કરવામાં આવે છે.

મંદિરની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલાં લોકો
મંદિરની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલાં લોકો

રાવલ શંકરાચાર્યના કુટુંબમાંથી હોય છેઃ-

અહીં બદ્રીનાથની પૂજા કરનાર પૂજારીને રાવલ કહેવામાં આવે છે. આદિ ગુરુ શંકરાચાર્યે ચારેય ધામના પૂજારીઓ માટે વિશેષ વ્યવસ્થા બનાવી હતી. આ વ્યવસ્થા પ્રમાણે બદ્રીનાથમાં કેરળના રાવલ પૂજા માટે નક્કી કરવામાં આવે છે. માત્ર રાવલને જ બદ્રીનાથની પ્રતિમાને સ્પર્શ કરવાનો અધિકાર હોય છે.

કપાટ ખુલતાં પહેલાં બદ્રીનાથ ધામ. બદ્રીનાથ ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરવાનો અધિકાર માત્ર રાવલને જ હોય છે.
કપાટ ખુલતાં પહેલાં બદ્રીનાથ ધામ. બદ્રીનાથ ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરવાનો અધિકાર માત્ર રાવલને જ હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો