• Home
  • Dharm Darshan
  • Jyotish
  • badrinath dham and kedarnath dham live darshan, live darshan of kedarnath, uttarakhanad tourism, uttarakhand chardham devasthanam board

ઉત્તરાખંડના ચારધામ / હવે ઓનલાઇન બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કરી શકશો, બોર્ડ માટે રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા

badrinath dham and kedarnath dham live darshan, live darshan of kedarnath, uttarakhanad tourism, uttarakhand chardham devasthanam board
X
badrinath dham and kedarnath dham live darshan, live darshan of kedarnath, uttarakhanad tourism, uttarakhand chardham devasthanam board

  • પ્રાચીન પાંજુલિપિઓ અને મૂર્તિઓ માટે મ્યૂઝિઅમ બનશે, ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડ બન્યું હતું, બદ્રીનાથ-કેદાનાથની વેબસાઇટ અપડેટ થશે, 51 મંદિરોની જાણકારી મળશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 07:58 AM IST

ઉત્તરાખંડના ચારધામ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ ખૂલી ગયા છે. નેશનલ લોકડાઉનના કારણે હાલ આ મંદિરોમાં ભક્તોનો પ્રવેશ વર્જિત છે. જલ્દી જ પ્રદેશ સરકાર આ મંદિરોના ઓનલાઇન દર્શનની વ્યવસ્થા શરૂ કરવા જઇ રહી છે. ફેબ્રુઆરી 2020માં રાજ્ય સરકારે ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડની રચના કરી હતી. આ પહેલાં ચારધામ મંદિર સમિતિઓ અહીંની વ્યવસ્થા સંભાળી રહી હતી, પરંતુ હવે દેવસ્થાનમ બોર્ડ આ મંદિરોની દેખરેખ કરશે.

નવા કલેવરમાં ઉત્તરાખંડ ચારધામની વેબસાઇટ લોન્ચ થશેઃ-
દેવસ્થાનમ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે બદ્રીનાથ-કેદારનાથ મંદિરની વેબસાઇટને નવા કલેવરમાં લોન્ચ કરવાનો નિર્દેશ દેવસ્થાનમ બોર્ડને આપ્યો છે. નવી વેબસાઇટ ઉપર ઉત્તરાખંડના ચાર ધામના ગર્ભગૃહ સહિત બહારના ભાગના લાઇવ દર્શન કરી શકાશે. ઓનલાઇન પૂજા બુકિંગ અને દાન આપવાની સુવિધા પણ વેબસાઇટ પર રહેશે. બદ્રીનાથ-કેદારનાથ સાથે ગંગોત્રી-યમુનોત્રી, પંચ બદ્રી-પંચ કેદાર, પંચ-પ્રયાગ અને આસપાસના 51 મંદિરો સાથે જોડાયેલી માન્યતાઓ, કથાઓ અને પરંપરાઓ, અહીંનો નક્શો, ધર્મશાળાઓની જાણકારી પણ સાઇટ ઉપર ઉપલબ્ધ રહેશે.

દેવસ્થાનમ બોર્ડ માટે 10 કરોડ મંજૂર કરવામાં આવ્યાં-
મુખ્યમંત્રી રાવતે દેવસ્થાનમ બોર્ડ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. હવેથી બોર્ડનું એક અલગ એકાઉન્ટ હશે. બદ્રી-કેદાર મંદિર સમિતિની પહેલાંની બાકી રહેલી રકમ પણ આ બોર્ડને ટ્રાન્સફર કરવામાં આવશે. બદ્રીકેદાર મંદિર સમિતિના કર્મચારીઓનું સમાયોજન ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડમાં કરવામાં આવશે. અહીંના મંદિરો સાથે જોડાયેલી પ્રાચીન પાંડુલિપિઓ, મૂર્તિઓ અને અન્ય ઐતિહાસિક મહત્ત્વની સામગ્રીઓ માટે મ્યૂઝિઅમ બનાવવામાં આવશે. બોર્ડને દાન આપતાં લોકોને કર મુક્તિ સર્ટિફિકેટ 80-જી આપવામાં આવતું હતું, તે ભવિષ્યમાં પણ આપવામાં આવશે.

દેવસ્થાનમ બોર્ડની પહેલી બેઠકઃ-
દેહરાદૂનમાં 22મેના રોજ મુખ્યમંત્રી આવાસ ઉપર ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડની પહેલી બેઠક થઇ. આ બેઠકમાં બોર્ડના ઉપાધ્યક્ષ સતપાલ મહારાજ, વિધાયક બદ્રીનાથ મહેન્દ્ર ભટ્ટ, વિધાયક ગંગૌત્રી ગોપાલ સિંહ રાવત, મુખ્ય સેક્રેટરી ઉત્પલ કુમાર સિંહ, ટૂરિઝમ અને સંસ્કૃતિના સેક્રેટરી દિલીપ જાવલકર, સેક્રેટરી શ્રીમતી સૌજન્યા, બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રમન હાજર હતાં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી