જ્યોતિષશાસ્ત્રમાં માનસિક અસ્થિરતા અને અભિશાપ માટે ચંદ્રની સ્થિતિનું નિરીક્ષણ કરવા ખાસ જણાવેલું છે. જો કુંડળીમાં ચંદ્ર નામનો ગ્રહ કેતુ-રાહુ કે શનિ સાથે હોય તો ગ્રહણયોગ અને વિષયોગનું સર્જન થાય છે. આ તમામે તમામ યોગ જાતકને માનસિક પરિતાપ અને કષ્ટ આપે છે. માનવીના મન વડે સમગ્ર સંસારનું સંચાલન થાય છે આથી મન અર્થાત ચંદ્ર એ જ્યોતિષશાસ્ત્રનું અમૃત છે. પરંતુ મન જ્યારે અમૃતમાંથી વિષમાં રૂપાંતરિત થાય ત્યારે જીવન આકરું લાગે છે. મનનો રોગ તનના વિકાસને રૂંધે છે અને મનના શાપના કારણે જ્યારે તનના અસ્તિત્વ સામે પડકાર ઉભો થાય ત્યારે એક નાના ભૂલકા માટે જીવનયાત્રા કેવી નકારાત્મક બની જાય છે તેની દારુણ વાત આ લેખમાં છે. દુનિયામાં દર ત્રણ સેકન્ડે જન્મ લેતા ઈશ્વરના વહાલા બાળકો જો જન્મથી જ માનસિક રીતે અપાહિજ કે અસ્વસ્થ બની જાય તો ઈશ્વરને પણ ફરિયાદ કરવાની ઈચ્છા થઇ જ જાય. કુંડળીમાં ચંદ્ર જ્યારે દુષિત થાય ત્યારે જન્મની સાથે જ બાળકને વાઈ, મેન્ટલ રીટારડેસન જેવા રોગ આપે તો ક્યારેક તેને મોંગોલ ચાઈલ્ડ બનાવે. બાળકોના તમામ માનસિક રોગમાં સૌથી વધુ કોઈ દયનીય રોગ હોય તો તેનું નામ ઓટીઝમ છે. આ રોગને ગુજરાતીમાં સ્વલીનતા રોગના નામે ઓળખવામાં આવે છે. કારણ કે આ માનસિક રોગમાં બાળક પોતાનામાં જ લીન-તલ્લીન હોય છે આથી તે અન્ય બાળકો કરતા વાણી અને વ્યવહારમાં અલગ તરી આવે છે.
(ડો.પંકજ નાગરે કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયથી જ્યોતિષશાસ્ત્રમાં PhD ની પદવી મેળવેલ છે અને 1984થી અસંખ્ય અખબારો તેમજ TV ચેનલ ના માધ્યમો દ્વારા જ્યોતિષ જ્ઞાનનો પ્રસાર-પ્રચાર કરી જ્યોતિષ જાગૃતિનું કાર્ય કરે છે)
કુંડળીમાં ચંદ્રની નિર્બળતા અને ક્ષયના કારણે બાળક માબાપ કે અન્યની વાતનો તાત્કાલિક પ્રતિભાવ કે કોઈ હાવભાવ આપતું નથી. આ રોગમાં બાળક થોડી-થોડી વારે ગરદન-ડોક અને આંખોના અસંતુલન સમન્વય દ્વારા ક્યારેક પોતાના માબાપને જોઈ કૈક વાતને સમજવાની અને સમજીને રજુઆત કરવાની કોશીશ કરે પણ બાળકના હાવભાવ-વાણી અને વર્તન વચ્ચે તાલમેલ જળવાતો નથી. ચંદ્ર દુષિત થતો હોઈ દરેક વાતનું રીફ્લેક્સન અને રીએક્સન ખુબ જ મોડા આવે છે. થોડીવાર રહીને સમયાંતરે તેને યાદ આવે કે કયાંક કોઈક ને ગુડ મોર્નિંગ કહેવાનું છે એટલે બીજી દિશામાં જોઈ એકવાર નહીં પણ ઓછામાં ઓછું દસવાર ગુડ મોર્નિંગ કરે અને 7 વર્ષનું બાળક 7 મહિનાના બાળક જેવુ સ્મિત વેરે...ત્યારે આપણે સમજી શકીએ કે આ નિર્દોષ બાળક કોઈ માનસિક અવ્યવસ્થાનું ભોગ બની ચુક્યું છે. બાળકની કુંડળી અને માબાપની વ્યથા પરથી ખ્યાલ આવે કે આ બાળક “ઓટીઝમ” નામના કોઈ વિશિષ્ટ રોગથી પીડાય છે. ઓટીઝમ નામના નિર્દોષ માનસિક શાપમાં ધુરંધર ડોક્ટર્સની દવાઓ સાથે ગ્રહોની દુઆની પણ જરૂર હોય છે. અલબત્ત ઓટીઝમથી પીડાતા વહાલા શિશુઓ માટે કેટલીય માનવદયા સંસ્થાઓ, હોમિયોપેથીક, આયુર્વેદિક ફેકલ્ટી રસ લઇ રહી છે. વાત માનવતાવાદી સંસ્થાની હોય કે દવા- દુઆની હોય, જ્યોતિષની હોય કે સમગ્ર માનવ જાતનું સંચાલન કરતા ગ્રહોની હોય પણ અંતે તો ભોળા, ભલા, નિર્દોષ બાળકને ઓટીઝમના ઉલ્કાપાત અને આઘાતમાં સાથે ઉભા રહી એક નૈતિક ફર્જ અદા કરવાની જ છે.
માનસિક રોગના યોગની એક ઉદાહરણીય વાત કરીએ. ઓગસ્ટ 2007માં સિંહ લગ્નમાં જન્મેલા આ બાળકની કુંડળીમાં લગ્ન સ્થાને જ સિંહ રાશિમાં એક નહીં પણ છ-છ ગ્રહોનો સમુહ એટલે કે સૂર્ય, શનિ, બુધ, ચંદ્ર, શુક્ર અને સાથે કેતુનો પ્રકોપ જોઈ સારા-સારાનું જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંને એક સાથે ચોંકી પડે. કુંડળીમાં છ ગ્રહો પૈકી ત્રણ ગ્રહો બુધ, ચંદ્ર અને શનિ મઘા નક્ષત્ર(કેતુનું નક્ષત્ર)માં સ્થિત છે. જ્યોતિષની દૃષ્ટિએ વિચારીએ તો જન્મકુંડળીનું દેહ સ્થાન(પ્રથમ સ્થાન)તમારા ચેતન મન(મગજ)સાથે જોડાયેલુ હોય છે. જ્યોતિષીક રિસર્ચ વર્ક મુજબ બુધ જ્ઞાનતંતુનો(નર્વ સિસ્ટમ) કારક અને વાહક ગ્રહ છે. ચંદ્ર એટલે ચેતન (જાગૃત)મન અને બુધ એટલે અચેતન મન(સબ કોનસીયસ માઇન્ડ). સૂર્ય એટલે આત્મા અને જીવનનું તત્વ અને સત્વ. કુંડળીના ત્રણ મહત્ત્વના ગ્રહ ચંદ્ર, બુધ, સૂર્ય અને માનવ જીવનના અનિવાર્ય અંગ અર્થાત ચેતન-અચેતન મન, આત્મા અને નર્વ સિસ્ટમ જન્મકુંડળીમાં પ્રથમ સ્થાને કેતુ જેવા ક્રુર ગ્રહ સાથે અને તે પણ કેતુના(મઘા)નક્ષત્રમાં સિંહ રાશિમાં આવેલા અસ્તના શનિના નકારાત્મક જોડાણમાં હોય ત્યારે ઓટીઝમ રોગની ભયાનકતાનો ખ્યાલ આવી જ જાય.
આ કુંડળીમાં બાળકના મગજના સ્થાનમાં શનિએ અસ્ત રાશિમાં કેતુ સાથે જોડાણ કરી કુંડળીના હીર અને સત્વ અર્થાત ચંદ્ર, સૂર્ય અને બુધનું નિકંદન કાઢી નાખેલું. બાળકના મન અને મગજને બળવાન બનાવવા ધન્વન્તરી સંહિતાનો ગ્રહ-ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરતો અદભૂત પ્રયોગ બાળકના માબાપને ખરેખર રાહત આપે છે તેવું અનુભવે સમજાયું છે. 2007ની સાલમાં જન્મેલા આ બાળકના માતાપિતાએ આ પ્રયોગને અમલમાં મુકેલો અને રોજ સવારે દીવો અગરબતી કરી બાળકની જન્મકુંડળીના પ્રથમ સ્થાનમાં (5 ના અંક આગળ)મીઠાનો એક ગાંગડો(આલ્ફા,બીટા,ડેલ્ટા,ગામાની કિરણોત્સર્ગ શક્તિ)હળદરનો એક ટુકડો(એંટીસેપ્ટિક-શુભત્વ) થોડા કંકુ,ચોખા(હકારાત્મક એનર્જીનું આહવાન)ફટકડી(ગ્રહોનું શુદ્ધિકરણ)અને જ્યોતિષમતિ તેલ (બુદ્ધિ દ્રવ્ય)જેવા પદાર્થો નૈવેધની જેમ મૂકી નીચે આપેલા શ્રેષ્ઠ સંતાન મંત્ર એક માળા કરેલી અને રોગમાં રાહત પણ થયેલી.
(ઓટીઝમનો આ લેખ ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ વાચકો સમક્ષ મૂકવામાં આવ્યો છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.