• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Auspicious Coincidence: Pushya Nakshatra On Monday And Tuesday; Two Days Will Be Auspicious Time For Investment, New Beginning And Purchase In Real Estate

શુભ સંયોગ:આજે બપોરે 12 કલાકથી ​​​​​​​પુષ્ય નક્ષત્રનો સંયોગ શરૂ થશે, રિયલ અસ્ટેટમાં રોકાણ, નવી શરૂઆત અને ખરીદી માટે બે દિવસ શુભ મુહૂર્ત રહેશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 ફેબ્રુઆરી, મંગળવારે બપોરે લગભગ 1.45 સુધી પુષ્ય નક્ષત્રનો સંયોગ રહેશે.

આ સપ્તાહની શરૂઆતના બે દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે. 14 ફેબ્રુઆરી એટલે આજે સોમ પુષ્ય અને 15મીએ મંગળ પુષ્યનો સંયોગ બની રહ્યો છે. આ બંને જ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે. ગુરુના ઉદય રહેતા આ બે દિવસોમાં માંગલિક કાર્યો સહિત દરેક પ્રકારની ખરીદી કરી શકાય છે. સોમવારે કપડાં, ઘરેણાં અને વાહન ખરીદવા શુભ રહેશે. ત્યાં જ, મંગળવારે પ્રોપર્ટી ખરીદી અને રિયલ અસ્ટેટમાં રોકાણનું શુભ મુહૂર્ત રહેશે. સાથે જ, આ દિવસોમાં દાન અને પૂજા-પાઠ કરવા જોઈએ. પુષ્ય નક્ષત્રના સંયોગમાં કરવામાં આવેલ દાનથી અનેક ગણું શુભ ફળ મળે છે. સાથે જ, આ યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠથી ખરાબ સમય પણ દૂર થવા લાગે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર કર્ક રાશિમાં હોય છે. આ રાશિનો સ્વામી ચંદ્ર જ હોય છે અને સોમવાર પણ ચંદ્રનો જ દિવસ છે. એટલે સોમવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ સુખ અને સમૃદ્ધિ વધારનાર હોય છે. બીજા દિવસે મંગળવારે પણ પુષ્ય નક્ષત્ર રહેશે. ચંદ્ર મંગળનો મિત્ર હોવાના કારણે પણ મંગળ-પુષ્યનો સંયોગ ધન વૃદ્ધિનો યોગ બનાવી રહ્યો છે. એટલે આ બંને દિવસ ખરીદી માટે ફાયદાકારક રહેશે.

પુષ્ય નક્ષત્રઃ શુભ મુહૂર્તના બે દિવસ
સોમવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ બપોરે લગભગ 12 કલાકથી શરૂ થશે. જે મંગળવારે બપોરે લગભગ 1.45 સુધી રહેશે. આ બે દિવસમાં વાર પ્રમાણે ખરીદી, રોકાણ, એગ્રીમેન્ટ અને નવા કામની શરૂઆત કરી શકાય છે. પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતા કાર્યોનું શુભફળ વધી જાય છે. એટલે આ બે દિવસમાં કરવામાં આવતા દાન અને પૂજા-પાઠનો ફાયદો લાંબા સમય સુધી મળશે.

સોમવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ બપોરે લગભગ 12 કલાકથી શરૂ થશે. જે મંગળવારે બપોરે લગભગ 1.45 સુધી રહેશે.
સોમવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ બપોરે લગભગ 12 કલાકથી શરૂ થશે. જે મંગળવારે બપોરે લગભગ 1.45 સુધી રહેશે.

પુષ્ય નક્ષત્ર દ્વારા અક્ષય ફળ મળે છે
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતા કાર્યોનું અક્ષય ફળ મળે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ હોય છે. શનિ વૃદ્ધિ કરનાર અને લાંબા સમય સુધી ફાયદો આપનાર ગ્રહ છે. એટલે આ નક્ષત્રમાં શિવપૂજાથી શનિ દોષ પણ દૂર થશે અને લાંબા સમય સુધી શુભફળ મળશે.

14 ફેબ્રુઆરી, સોમવાર- સોમ પુષ્યના સંયોગમાં કપડા, ચાંદી, સોનું, પુસ્તક, વાહન, મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ઇલેક્ટ્રોનિક્સ અને સજાવટના સામાનની ખરીદી કરી શકાય છે. આ દિવસ શેરબજારમાં રોકાણ અને નવી નોકરી શરૂ કરવા માટે પણ શુભ છે.

15 ફેબ્રુઆરી, મંગળવાર- મંગળ પુષ્યના યોગમાં પ્રોપર્ટી ખરીદી અને રિયલ અસ્ટેટમાં રોકાણ કરવો ખાસ ફાયદાકારક રહેશે. નોકરી અને બિઝનેસના જરૂરી એગ્રીમેન્ટ આ દિવસે કરવા શુભ રહેશે. સરકારી કામ પૂર્ણ કરવા માટે પણ દિવસ સારો છે. સાથે જ, આ દિવસે ઘરની સજાવટનો સામાન સોનું, પીત્તળ અને તાંબાના વાસણની ખરીદી કરી શકાય છે.