• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Auspicious Coincidence On Sarvapitru Amavasya: Shraddha In Budhaditya, Sarvarthasiddhi, Amritsiddhi, And Lakshmi Narayan Yoga Will Satisfy The Ancestors For The Whole Year

સર્વપિતૃ અમાસના દિવસે શુભ સંયોગ:બુધાદિત્ય, સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને લક્ષ્મીનારાયણ યોગમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ વર્ષભર માટે તૃપ્ત થશે

8 દિવસ પહેલા

ભાદરવા મહિનાના રવિવારે સર્વપિતૃ અમાસ છે. આ પર્વમાં તિથિ, વાર, ગ્રહ, નક્ષત્રોથી મળીને સાત શુભ યોગ બની રહ્યા છે, જેથી આ મહાપર્વ બની જશે. આ શુભ સંયોગમાં સ્નાન, દાન અને શ્રાદ્ધ કરવાથી અનેકગણું શુભફળ મળશે.

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે પિતૃઓની સંતુષ્ટિ માટે છોડ-ઝાડ પણ વાવવા જોઈએ. આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે, એટલે અમાસના દિવસને પિતૃમોક્ષ પણ કહેવામાં આવે છે. પંડિતોના જણાવ્યા પ્રમાણે, ભાદરવા મહિનાની આ અમાસના દિવસે પૂજન કરવાથી પિતૃઓ વર્ષભર માટે તૃપ્ત પણ થઈ જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ પિતૃ પર્વમાં તિથિ, વાર અને નક્ષત્ર મળીને શુભ, શુક્લ, મિત્ર, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ બનશે. ત્યાં જ, સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય અને બુધ-શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ બનશે. આ બધા યોગથી બની રહેલા શુભ સંયોગમાં કરવામાં આવતાં શુભ કાર્યો અને પૂજા-પાઠથી મળતું પુણ્ય ફળ પિતૃઓને મળે છે.

ભાદરવા મહિનાની આ અમાસના દિવસે પૂજન કરવાથી પિતૃઓ વર્ષભર માટે તૃપ્ત પણ થઈ જાય છે.
ભાદરવા મહિનાની આ અમાસના દિવસે પૂજન કરવાથી પિતૃઓ વર્ષભર માટે તૃપ્ત પણ થઈ જાય છે.

ગાયને ઘાસ, કૂતરા અને કાગડાને રોટલી ખવડાવો
રવિવારે સૂર્યોદય પહેલાં જાગી લેવું. ત્યાર બાદ પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પૂજા-પાઠ કરો. ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. શ્રદ્ધ પ્રમાણે દાનનો સંકલ્પ લો. ત્યાર પછી ગાયને લીલું ઘાસ ખવડાવવું. કૂતરા અને કાગડાને રોટલી ખવડાવો. અમાસના દિવસે મહામૃત્યુંજય મંત્ર અથવા ભગવાન શિવના નામનો જાપ કરો. અમાસ દરમિયાન બ્રાહ્મણ ભોજન કરાવી શકો છો. શક્ય ન હોય તો કોઈ મંદિરમાં લોટ, ઘી, દક્ષિણા, કપડાં કે અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો.

પિતૃ પર્વમાં તિથિ, વાર અને નક્ષત્ર મળીને શુભ, શુક્લ, મિત્ર, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ બનશે.
પિતૃ પર્વમાં તિથિ, વાર અને નક્ષત્ર મળીને શુભ, શુક્લ, મિત્ર, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ બનશે.

જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે, પિતૃમોક્ષ અમાસના દિવસે દાન-પુણ્યનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ પર્વમાં ઘરમાં પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ ગૌશાળામાં ઘાસનું દાન કરો. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું અનેકગણું પુણ્ય ફળ મળે છે. આ દિવસે ગાયને ઘાસ પણ ખવડાવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...