મહાભારત / યુદ્ધની શરૂઆતમાં જ ભીષ્મ પિતામહે પાંડવોનો વધ કરી દેવાની ઘોષણા કરી હતી

X

  • દુર્યોધનની વાતોથી ભીષ્મ દુઃખી થઇ ગયાં હતાં, શ્રીકૃષ્ણની ચતુરાઈથી પાંડવોના પ્રાણ બચી ગયાં

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 12:54 PM IST

મહાભારતમાં કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું હતું અને પિતામહ ભીષ્મ કૌરવોના સેનાપતિ હતાં. યુદ્ધની શરૂઆતથી જ દુર્યોધન ભીષ્મ પિતામહ સામે કટાક્ષ કરવા લાગ્યો હતો. દુર્યોધનની આવી વાતોથી દુઃખી થઇને પિતામહે ઘોષણા કરી દીધી હતી કે, તેઓ બધા જ પાંડવોનો વધ કરી દેશે.

થોડાં સમયમાં પાંડવો સુધી આ વાત પણ પહોંચી ગઇ કે, ભીષ્મ પિતામહે તેમનો વધ કરવાનો સંકલ્પ લીધો છે. જેથી પાંડવો ચિંતિત થઇ ગયાં, કેમ કે, પિતામહ ભીષ્મને યુદ્ધમાં હરાવવા અસંભવ હતાં. આ વાતની શ્રીકૃષ્ણને પણ જાણ થઇ ત્યારે તેઓ દ્રૌપદીને લઇને ભીષ્મા શિબિર પહોંચ્યાં.

શ્રીકૃષ્ણ શિબિરની બહાર જ ઊભા રહી ગયાં અને દ્રૌપદીને ભીષ્મ પિતામહ પાસે મોકલી દીધી અને કહ્યું કે, અંદર જઇને પિતામહને પ્રણામ કરો. શ્રીકૃષ્ણની વાત માનીની દ્રૌપદી ભીષ્મ પિતામહ પાસે ગઇ અને તેમને પ્રણામ કર્યાં. ભીષ્મ પિતામહે પોતાની કુળવધુને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દીધાં.

ત્યારબાદ પિતામહે દ્રૌપદીને પૂછ્યુ કે, આટલી રાતે તું અહીં એકલી કઇ રીતે આવી? શું શ્રીકૃષ્ણ તને અહીં લઇને આવ્યો છે? દ્રૌપદીએ કહ્યું- જી પિતાહમ, હું શ્રીકૃષ્ણ સાથે જ અહીં આવી છું અને તેઓ શિબિરની બહાર ઊભા છે.

આ સાંભળીને ભીષ્મ તરત જ દ્રૌપદીને લઇને શિબિરની બહાર આવ્યાં અને શ્રીકૃષ્ણને પ્રણામ કર્યાં. ભીષ્મએ શ્રીકૃષ્ણને કહ્યું કે, મારા એક વચનને મારા બીજા વચનથી કાપવાનું કામ શ્રીકૃષ્ણ જ કરી શકે છે. ત્યાર બાદ શ્રીકૃષ્ણ અને દ્રૌપદી પોતાના શિબિરમાં જતાં રહ્યાં. રસ્તામાં શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે, હવે બધા જ પાંડવોને જીવનદાન મળી ગયું છે. વડીલોના આશીર્વાદ કવચની જેમ કામ કરે છે, તેને કોઇ અસ્ત્ર-શસ્ત્ર ભેદી શકતાં નથી. એટલે ઘરના વડીલોનું હંમેશાં સન્માન કરવું જોઇએ. તેમની શુભકામનાઓ આપણાં વિઘ્નોને દૂર કરી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી