જ્યોતિષીય ગણના અને ભવિષ્યવાણી:જેઠ વદથી અષાઢ સુદ સુધી 5 શુક્રવાર અને શનિવાર આવશે, પ્રાકૃતિક આપત્તિ અને બીમારીના સંક્રમણની શક્યતા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઠ અને અષાઢમાં શનિ-મંગળની પ્રતિયુતિ બનવાથી ભેખડ પડવી, રસ્તા અને પૂલ તૂટવાની દુર્ઘટનાઓ થઈ શકે છે

જેઠ વદ પક્ષ 25 જૂનથી શરૂ થઈ રહ્યો છે જે 10 જુલાઈ સુધી રહેશે. તે પછી 11 જુલાઈથી 24 જુલાઈ સુધી અષાઢ મહિનાનો સુદ પક્ષ રહેશે. આ 30 દિવસોમાં પાંચ શુક્રવાર અને પાંચ શનિવાર રહેશે. આ કારણે ખેતી અને તેની સાથે જોડાયેલાં કાર્યોમાં નુકસાન થવાના યોગ બની રહ્યાં છે. આ દરમિયાન મોટાભાગના દિવસોમાં મંગળ અને શનિની પ્રતિયુતિ રહેશે. આ ગ્રહોના સામસામે રહેવાના કારણે દેશમાં અનેક જગ્યાએ વધારે વરસાદ થશે. તોફાન, વાવાઝોડું, ભેખડ પડવી, રસ્તાઓ અને પૂલ તૂટવાની ઘટનાઓ થઈ શકે છે. પરિવહન સાથે જોડાયેલી મોટી દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ છે. બીમારીઓનું સંક્રમણ વધી શકે છે. શાસન-પ્રશાસન અને રાજનૈતિક દળમાં સંઘર્ષ થશે. દરિયાઈ તોફાન અને જહાજ કે યાન તૂટવાની દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.

4 ગ્રહો રાશિ બદલશેઃ-
આ 30 દિવસો દરમિયાન સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. આ 4 ગ્રહોની ચાલમાં ફેરફારની અસર દેશ-દુનિયા સહિત 12 રાશિઓ ઉપર પણ થશે. આ ગ્રહો સિવાય ગુરુ, શનિ અને રાહુ-કેતુની ચાલમાં ફેરફાર થશે નહીં. ગુરુ કુંભ રાશિમા વ્રકી રહેશે. શનિ પોતાની જ રાશિ એટલે મકરમા વક્રી રહેશે. આ બે ગ્રહોની વક્રી ચાલના કારણે થોડા લોકોએ અનિશ્ચનીય ફેરફારનો સામનો કરવો પડશે.

આ મહિને ગ્રહોની સ્થિતિ અને 12 રાશિઓ ઉપર તેનો પ્રભાવઃ-

1. સૂર્યઃ- 16 જુલાઈના રોજ સૂર્ય મિથુન રાશિથી કર્કમાં પ્રવેશ કરશે. 4 રાશિઓ માટે સુર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશે. ત્યાં જ અન્ય 8 રાશિઓ ઉપર સૂર્યનો અશુભ પ્રભાવ રહેશે.

2. મંગળઃ- 20 જુલાઈએ મંગળ પોતાની નીચ રાશિ એટલે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળના રાશિ બદલવાથી 9 રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ 3 રાશિઓ માટે સમય સારો રહી શકે છે.

3. બુધઃ- 7 જુલાઈના રોજ બુધ ગ્રહ પોતાની જ રાશિ એટલે મિથુનમા આવી જશે. લેવડ-દેવડ, રોકાણ અને આર્થિક સ્થિતિને પ્રભાવિત કરનાર આ ગ્રહના પ્રભાવથી 5 રાશિઓ માટે સમય સારો રહેશે અને અન્ય 7 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

4. શુક્રઃ- આ 30 દિવસ દરમિયા શુક્ર ગ્રહ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં આવી જશે. ધનલાભ અને ખર્ચનો સ્વામી ગ્રહ હોવાથી 3 રાશિના લોકોને ધનલાભ અને ફાયદો થશે. આ સિવયા 9 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.