• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Astrology Mangal Rashi Parivartan | Mars Transit (Taurus Rashi Parivartan) In Vrash, Alert For Aries Leo Gemini Capricorn Capricorn Rashifal

મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન:12 માર્ચ સુધી મંગળ ગ્રહ વૃષભ રાશિમાં વક્રી રહેશે, મિથુન, તુલા સહિત 4 રાશિના લોકોએ સાવધાન રહેવું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ક, ધન, મીન રાશિના લોકો માટે શુભ સમય, કુંભ સહિત 4 રાશિના જાતકોએ સાવધાન રહેવું
  • 12 માર્ચ સુધી દેશ-દુનિયામાં અનિચ્છનીય પરિસ્થિતિ બને તેવી શક્યતા

મંગળ રાશિ બદલીને વૃષભમાં આવી ગયો છે. હવે તે 12 માર્ચ સુધી એટલે 120 દિવસ સુધી આ રાશિમાં રહેશે. આ દરમિયાન સૂર્ય, બુધ અને શુક્ર સાથે તેનો દૃષ્ટિ સંબંધ બનશે. જેના કારણે થોડી અનિચ્છનીય પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. નક્ષત્રોની આ સ્થિતિની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિઓ ઉપર રહેશે. જાણો કેવું રહેશે તમારા માટે મંગળનું રાશિ પરિવર્તન...

45ની જગ્યાએ 120 દિવસ સુધી વૃષભ રાશિમાં રહેશે
મંગળ પોતાની સામાન્ય ગતિ પ્રમાણે એક રાશિમાં 45 દિવસ રહે છે. પરંતુ 10 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી 67 દિવસ વૃષભ રાશિમાં રહ્યો. તે પછી હવે ફરીથી આ રાશિમાં આવી ગયો અને 12 માર્ચ સુધી એટલે 120 દિવસ રહેશે. કોઈ ગ્રહનું એક રાશિમાં પોતાના નિશ્ચિત દિવસોથી વધારે રહેવાની સ્થિતિને જ્યોતિષમાં અતિચારી હોવું કહેવામાં આવે છે. મંગળનું અતિચારી થવું યોગ્ય નથી. તેનાથી દેશ-દુનિયામાં અનિચ્છનીય પરિસ્થિતિ બની શકે છે.

મંગળનું અતિચારી થવું યોગ્ય નથી. તેનાથી દેશ-દુનિયામાં અનિચ્છનીય પરિસ્થિતિ બની શકે છે
મંગળનું અતિચારી થવું યોગ્ય નથી. તેનાથી દેશ-દુનિયામાં અનિચ્છનીય પરિસ્થિતિ બની શકે છે

કર્ક, ધન અને મીન રાશિના લોકો માટે શુભ સમય
મંગળના રાશિ બદલવાથી કર્ક, ધન અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિની તક મળી સકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહેશે. મંગળના પ્રભાવથી જૂની પરેશાનીઓ અને વિવાદ પણ દૂર થઈ શકે છે.

કુંભ સહિત 4 રાશિના લોકો માટે અશુભ સમય
મંગળનું નીચ રાશિમાં આવી જવાથી મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોની મુશ્કેલી વધી શકે છે. આ 6 રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. તણાવ અને વિવાદની સ્થિતિ બની શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

મંગળનું અતિચારી થવું યોગ્ય નથી. તેનાથી દેશ-દુનિયામાં અનિચ્છનીય પરિસ્થિતિ બની શકે છે
મંગળનું અતિચારી થવું યોગ્ય નથી. તેનાથી દેશ-દુનિયામાં અનિચ્છનીય પરિસ્થિતિ બની શકે છે

મકર સહિત 5 રાશિના લોકો માટે મિશ્રિત સમય
મંગળના પ્રભાવથી મેષ, વૃષભ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 2 રાશિના લોકોને થોડાં મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. ફાયદો પણ થશે. પરંતુ કામકાજમાં વિઘ્ન અને અનિચ્છનીય ફેરફારનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મામલે ઉતાર-ચઢાવનો સમય રહેશે.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઈને જ ઘરની બહાર જવું જોઈએ. લાલ ચંદનનું તિલક કરવું. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાન મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ભોજન કરવું. મસૂરની દાળનું દાન કરવું. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરવું. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસર ઘટાડી શકાય છે.

મંગળની અશુભ અસરના કારણે સામાન્ય લોકોમાં ગુસ્સો અને ઇચ્છાઓ વધવા લાગે છે.
મંગળની અશુભ અસરના કારણે સામાન્ય લોકોમાં ગુસ્સો અને ઇચ્છાઓ વધવા લાગે છે.

મંગળના કારણે ઊર્જા વધે છે પરંતુ વિવાદ પણ થાય છે
મંગળના કારણે ઉત્સાહ વધવા લાગે છે. આ ગ્રહના કારણે શારીરિક ઊર્જા પણ વધે છે. જ્યોતિષમાં મંગળને ઊર્જાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહના કારણે જ વ્યક્તિમાં કોઈપણ કામ કરવાની ઇચ્છા પેદા થાય છે. મંગળની અસર હથિયાર, સેના, પોલીસ અને આગ સાથે જોડાયેલી જગ્યાએ થાય છે.

આ ગ્રહની અશુભ અસરથી ગુસ્સો વધે છે અને વિવાદ થાય છે. એટલે મંગળની ગતિ વક્રી હોવાથી દરેક કામ સમજી-વિચારીને કરવું જોઈએ. ઉતાવળ કરવાથી બચવું જોઈએ. મંગળની અશુભ અસરના કારણે સામાન્ય લોકોમાં ગુસ્સો અને ઇચ્છાઓ વધવા લાગે છે. ઇચ્છાઓ પૂર્ણ ન થવાથી લોકો ખોટા પગલાં ભરે છે. જેથી વિવાદ અને દુર્ઘટનાઓ થાય છે.

અન્ય સમાચારો પણ છે...