2023 શરૂ થઈ ગયું છે. આ વર્ષે બધા જ નવ ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જેથી દેશની અર્થવ્યવ્થા મજબૂત થવાના સંકેત મળી રહ્યા છે. પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની પણ શક્યતા છે. આ વર્ષે દેશની સીમાઓમાં પણ ફેરફાર થવાના યોગ છે. ત્યાં જ, રાજનૈતિક ઊથલપાથલ થશે. નવ રાજ્યોમાં ચૂંટણી વખતે સીટોની ગણતરીમાં પણ ગડબડ થઈ શકે છે.
દેશના 4 જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા છે કે નવું વર્ષ 2023 દેશની રાજનીતિ, સુરક્ષા અને આર્થિક ક્ષેત્ર માટે કેવું રહી શકે છે....
1. અર્થવ્યવસ્થાઃ સોલર ઉત્પાદન વધશે અને રૂપિયો મજબૂત થશે
આ વર્ષે શુક્ર 41 દિવસ સુધી વક્રી રહેશે. ત્યાં જ, બુધ 89 દિવસ સુધી વક્રી રહેશે. આ બંને ગ્રહોના કારણે દેશની અર્થવ્યવસ્થામાં અચાનક મોટા ફેરફાર થવાના યોગ બનશે. ગેસ તથા ઈંધણની કિંમતમાં મોંઘવારી આવશે. પ્રાઇવેટ સેક્ટરમાં ઊથલપાથલના કારણે બિઝનેસમાં પરેશાની આવશે.
પોતાની રાશિમાં રહેલો શનિ નાણાકીય સ્થિતિમાં સુધાર કરશે. નીચલાં વર્ગના લોકો માટે રોજગારની તક મળશે. આ વર્ષની દિવાળી અનેક રાષ્ટ્રીય પરિયોજનાઓને સફળતા આપનારી રહેશે. આર્થિક વિકાસના દરવાજા ખુલશે અને દેશ મજબૂત થશે. શુભ કાર્યોમાં સતત વિકાસ થશે.
આ વર્ષે ભારત વિશ્વની બધી અર્થવ્યવસ્થાઓને પ્રભાવિત કરશે અને આગળ વધશે. રૂપિયો મજબૂત થશે. ડોલર અને પાઉન્ડ ઉપર ભારે પડશે. સોલર ઉત્પાદન માટે આ વર્ષ સારું રહી શકે છે.
- ડો. ગણેશ મિશ્ર (જ્યોતિષાચાર્ય, પુરી)
2. રાજનીતિઃ નવા ચહેરા ચૂંટણી લડશે, સીટોની ગણતરીમાં પણ ગડબડ થઈ શકે છે
આ વર્ષે રાજનીતિ સાથે જોડાયેલાં થોડાં લોકો વિવાદમાં ગુંચવાઈ શકે છે. અનેક રાજ્યોમાં સરકાર બદલાઈ શકે છે. સરકાર અને પ્રશાસનના મોટાં નિર્ણયોથી જનતા પરેશાન થઈ શકે છે. લોકોમાં મતભેદ અને વિવાદ થવાની શક્યતાઓ બનશે.
આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. માર્ચમાં મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને કર્ણાટકમાં, ડિસેમ્બરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી થશે. જેમાં ગુરુ અને શનિના કારણે મોટા રાજનૈતિક ફેરફાર થવાના યોગ બનશે.
નવા ચહેરાઓ ચૂંટણી લડી શકે છે. મહિલા ઉમેદવાર વધારે રહેશે. આદિવાસી, દલિત કે નીચલાં વર્ગના લોકોને ચૂંટણીથી ફાયદો મળશે. સીટોની ગણતરીમાં ગડબડ થઈ શકે છે. થોડી પાર્ટીઓએ સીટ ગુમાવવી પણ પડી શકે છે.
- ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ (જ્યોતિષાચાર્ય, તિરૂપતિ)
3. સુરક્ષા અને વિદેશ નીતિઃ ચીન અને પાકિસ્તાનની સીમાઓ ઉપર તણાવ વધશે
આ વર્ષે ગુરુ, રાહુ અને શનિ ગ્રહની સ્થિતિના કારણે ચીન, પાકિસ્તાન અને ભારતની સીમાઓમાં ફેરફાર થઈ શકે છે. આ કારણે આ દેશોમાં ઝઘડા અને તણાવ વધી શકે છે. પરંતુ આતંકવાદી ઘટનાઓ ઓછી થઈ શકે છે. ત્યાં જ, દેશમાં અનેક જગ્યાએ એકબીજા સાથે વિવાદ અને વિરોધ પ્રદર્શન અને ઝઘડા થવાની શક્યતાઓ રહેશે. દેશના પશ્ચિમ-દક્ષિણ ભાગમાં તોફાનો વધી શકે છે.
આ વર્ષની શરૂઆત વક્રી મંગળમાં થઈ છે. એટલે જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું હતું ત્યારે મંગળ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. આ સ્થિતિ દેશમાં વિવાદ અને તણાવ વધારી શકે છે. આ વર્ષે આ ગ્રહ 101 દિવસ સુધી અસ્ત પણ રહેશે. આ કારણે મહિલાઓ સાથે જોડાયેલાં અપરાધ વધી શકે છે. લવ જેહાદ સાથે જોડાયેલાં વિવાદ પણ આ વર્ષે વધી શકે છે. વર્તમાન દેશમાં ઉત્તરાખંડ સહિત થોડાં સ્થાને ભેખડ પડવાથી ભારે નુકસાન પણ થઈ શકે છે. થોડાં ખાસ લોકોના નિધનના સમાચાર મળવાની પણ શક્યતાઓ રહેશે.
- ડો. મૃત્યુંજય તિવારી (જ્યોતિષાચાર્ય, વડોદરા)
4. ધર્મઃ ધર્મના નામે વિવાદ થવાની શક્યતા
આ વર્ષે ધર્મનો સ્વામી ગ્રહ ગુરુ પોતાની રાશિ છોડીને મંગળની રાશિમાં રાહુ સાથે રહેશે. જેના દ્વારા પાપકર્તરી યોગ બનશે. આ કારણે વિવાદિત ધાર્મિક નિવેદનોથી તોફાનો અને ઝઘડા વધી શકે છે. દેશનું વાતાવરણ પણ ખરાબ થવાની શક્યતા છે. ધર્મ પરિવર્તનના મોટાં મામલાઓ સામે આવશે. બધા જ ધર્મો પોતાના અસ્તિત્વ અને પ્રભાવને વધારવાની કોશિશ કરશે.
અનેક ધર્મ ગુરુ વિવાદોમાં રહેશે. ગુરુ આ વર્ષે 118 દિવસ સુધી વક્રી અને 29 દિવસ અસ્ત રહેશે. જેથી ધર્મગુરુઓની ગુપ્ત વાતો ઉજાગર થઈ શકે છે. લોકોમાં ધર્મને લઈને મતભેદ વધી શકે છે. નીચલા વર્ગના લોકો ધર્મની રક્ષા માટે મોટાં પગલાં ભરશે. દેશના મોટાં તીર્થોમાં મહત્ત્વપૂર્ણ કંસ્ટ્રક્શન થવાના યોગ બનશે.
- પ્રો. રામનારાયણ દ્વિવેદી (જ્યોતિષાચાર્ય, બનારસ )
5. મનોરંજનઃ વિવાદોના કારણે ફિલ્મોની રિલીઝ ટળે તેવા યોગ
મનોરંજન અને કળાના સ્વામી શુક્ર આ વર્ષે 14 દિવસ સુધી અસ્ત રહેશે અને 41 દિવસ વક્રી ગતિએ ચાલશે. આ ગ્રહનો પ્રભાવ મનોરંજનના ક્ષેત્ર ઉપર પડશે. જેથી બોલિવૂડની કમાણી ઉપર અસર પડી શકે છે. થોડી ફિલ્મો જ ચાલશે. વિવાદોના કારણે થોડી ફિલ્મોની રિલીઝ ટળે તેવા યોગ છે. કોઈ બોલિવૂડ એકટ્રેસ કે મોડલ વિવાદોમાં ગુંચવાયેલી રહેશે. આ વર્ષે બોલિવૂડને નવા ફિમેલ ફેસ પણ મળે તેવી શક્યતા છે. ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર ટ્રાફિક વધવાની પણ શક્યતા છે. થિયેટરની કમણી ઘટી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.