• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Astrological Prediction For New Year 2021, How Will The New Year Be For India's Politics, Security, Health, Indian Education And Economic Sector

2021ની ભવિષ્યવાણી:આ વર્ષ દેશના રાજકારણ, સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આર્થિક ક્ષેત્ર માટે કેવું રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નસ્તુર બેજાન દારૂવાલા, ડો. કુમાર ગણેશ, પં. મનીષ શર્મા, પં. ગણેશ મિશ્રા ખાસ ભવિષ્યવાણી જણાવી રહ્યા છે

2021 શરૂ થઇ ગયું છે. આ વર્ષ દેવગુરુ બૃહસ્પતિના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રભાવ જળવાયેલો રહેશે. 23 જાન્યુઆરી પછી દુનિયાભરમાં કોરોના કાબૂ થવા લાગશે. ભારતને પાકિસ્તાન અને ચાઇનાની કારણે બોર્ડમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. દેશના 4 જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા છે કે નવું વર્ષ 2021 દેશના રાજકારણ, સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આર્થિક ક્ષેત્ર માટે કેવું રહેશે...

રાજકારણ માટે વર્ષ 2021 કેવું રહેશેઃ-

નસ્તુર બેજાન દારૂવાલા (જ્યોતિષી, અમદાવાદ)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાશિ વૃશ્ચિક છે, તેમના ઉપર દેવગુરુ બૃહસ્પતિની કૃપા રહેશે. તેમનો આત્મવિશ્વાસ દુશ્મને પરાજિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. પોતાની અસાધારણ ઇચ્છા શક્તિના બળે મોદી સફળતા પ્રાપ્ત કરશે. સાથે જ, તેઓ પોતાના વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરતાં રહેશે. તેમની કુંડળીમાં બૃહસ્પતિનું કેન્દ્રમાં રહેવું અને મંગળનું પોતાની જ રાશિમાં રહેવું, આ વાતનો સંકેત આપે છે કે તેમનામાં મેનેજમેન્ટ કરવાનો વિશેષ ગુણ છે. આ વર્ષ દેશની રાજનીતિ માટે અનેક મહત્ત્વપૂર્ણ પરિવર્તન અને ઘટનાક્રમભર્યું રહી શકે છે.

જનતાનો કારક ગ્રહ શનિ છે. આ ગ્રહ કેન્દ્રમાં છે અને બૃહસ્પતિની દૃષ્ટિ પડી રહી છે. આ વર્ષ પણ જે ચૂંટણી રાજ્યોમાં થશે, તેમાં ભાજપનો પ્રભાવ વધશે. ક્રોંગ્રેસ માટે આ વર્ષ વધારે ઉલ્લેખનીય રહેશે નહીં. રાજકારણ ગતિવિધિઓ સતત ગતિમાં રહેશે. વર્ષ 2024માં શનિની સાડાસાતી સમયે મોદીની કુંડળીમાં મંગળનું હોવું, તેમને ફરીથી વડાપ્રધાન બનવાનો અવસર આપશે.

દેશની સુરક્ષા અને વિદેશ નીતિઃ-

ડો. કુમાર ગણેશ (અંક જ્યોતિષી, જયપુર)
નવું વર્ષ ભારતની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. આ વર્ષ ભારત-ચાઇનાની વચ્ચે તણાવ વધી શકે છે. બંને દેશોની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બનવાના યોગ છે, પરંતુ યુદ્ધ થશે નહીં. એપ્રિલથી ઓક્ટોબર સુધી ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરિસ્થિતિ નબળી રહેશે, આ દરમિયાન યુદ્ધ થવાના અણસાર બની રહ્યા છે. આ વર્ષે પાકિસ્તાનને વધારે નુકસાન થઇ શકે છે. જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ નિયંત્રણમાં રહેશે. બે-ત્રણ મોટી ઘટનાઓ થઇ શકે છે, પરંતુ સ્થિતિ કાબૂમાં રહેશે. નક્સલવાદી ગતિવિધિ વધારે રહેશે.

વિદેશ નીતિના મામલે પણ આ વર્ષ ભારત માટે અમુક મામલે પડકારભર્યું રહેશે. જોકે, પાડોસી દેશ સાથે સંબંધ અને કૂટનીતિમાં ભારતને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. ભારતની વિદેશ નીતિ ચાઇના, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશના મામલે ઉલ્લેખનીય રૂપથી સફળ રહી શકે છે.

2021માં શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશેઃ-

પં. મનીષ શર્મા (જ્યોતિષાચાર્ય, ઉજ્જૈન)
2020માં કોરોનાના કારણે દેશને શિક્ષણ ક્ષેત્રે જે નુકસાન થયું છે, તે 2021માં કવર થઇ જશે. આ વર્ષ શિક્ષણ ક્ષેત્રમાં સુધાર માટે મહત્ત્વપૂર્ણ રહેશે. નવા વર્ષમાં માતા-પિતા, શિક્ષક અને સંચાલન કરનાર બધા લોકોને ફાયદો થશે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે.

મહામારી કોરોના જાન્યુઆરી 2021 પછીથી કાબૂ થવા લાગશે. જ્યોતિષ પ્રમાણે શનિ જ્યારે પણ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવે છે ત્યારે બધાને પરેશાન કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. સૂર્યની શનિ સાથે દુશ્મનાવટ છે. આ કારણે જ્યારે સૂર્યના નક્ષત્રમાં શનિનો પ્રવેશ થયો છે ત્યારથી જ દુનિયાભરમાં મહામારી ફેલાયેલી છે. 23 જાન્યુઆરીએ શનિ ઉત્તરાષાઢા નક્ષત્રથી બહાર આવીને શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. તે પછી દુનિયાભરમાં ફેલાયેલી મહામારી અને અશાંતિ દૂર થવા લાગશે. દેશ-દુનિયાની અનેક મોટી સમસ્યાઓનો ઉકેલ આવી જશે.

આ વર્ષે દેશની અર્થવ્યવસ્થા કેવી રહેશેઃ-

પં. ગણેશ મિશ્રા (જ્યોતિષાચાર્ય, કાશી)
નવા વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં વધારે સુધારના યોગ નથી. આ સમયે આર્થિક સંકટના કારણે જનતામાં અશાંતિ રહેશે. બેરોજગારની સંખ્યામાં વધારો થશે. શેરબજારમાં લાભમાં ઘટાડો આવશે. બેંકમાં દગાબાજી અને ભ્રષ્ટાચાર વધશે. અનેક વીમા કંપની માટે સમય સારો રહેશે નહીં. વિદેશી મુદ્રા ભંડાર વધશે અને રૂપિયા મજબૂત થશે. સરકારની આવક વધશે.

દેશનો વ્યાપારિક ઘાટો ઓછો થશે. વિદેશ મૂળીનો સહયોગ મળશે, ભારતીય બજારમાં તેમનો રસ રહેશે. વર્ષની શરૂઆતમાં શેરબજારમાં મંદી રહેવાના યોગ છે. ઓટોમોબાઇલ, રિયલ અસ્ટેટ, મોબાઇલ, સોફ્ટવેર, સીમેન્ટ, સ્ટીલ બધાને લગતાં શેરમાં મંદી જળવાયેલી રહેશે. વર્ષના અંતમાં વિશ્વ બજારમાં ભારતની ભાગદોડ વધશે, જેનાથી આવનાર સમયમાં દેશને લાભ થઇ શકે છે.