મંગળવાર, 7 માર્ચ દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે આજે ગ્રહોની સ્થિતિ તમને પોતાના વિશે વિચારવા અને પોતાના માટે કામ કરવાની સલાહ આપે છે. આ સમયે લેવામાં આવેલ કોઈપણ સમજદારીભર્યો નિર્ણય નજીકના ભવિષ્યમાં લાભકારી સિદ્ધ થઈ શકે છે.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 2
----------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, અધ્યાત્મ અને ધર્મ-કર્મમાં રસ વધશે. તમારા વ્યક્તિત્વમાં હકારાત્મક ફેરફાર આવશે. તમને પોતાની પ્રતિભા અને ક્ષમતા દેખાડવાની તક મળશે. સંતાનની હકારાત્મક ગતિવિધિથી શિથિલતા ચાલતી રહેશે. નજીકના મિત્ર કે સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.
શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- 3
----------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, કોઈપણ કામમાં દિલને બદલે મનનો અવાજ સાંભળો. તમને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખીને કામ કરવાથી તમારી અનેક સમસ્યાઓનું સમાધાન થશે. કોઈ યાત્રાથી બચજો તેનું કોઈ પરિણામ નહીં મળે.
શું કરવું - યોગ-પ્રાણાયામ કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
----------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમે તમારા આત્મવિસ્વાસના બળે કોઈપણ વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ છો. આ સમયે તમારા સંપર્કો મજબૂત થશે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે, અતિઆત્મવિશ્વાસથી તમને નુકસાન થઈ શકે છે.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
----------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, આજે તમારું ધ્યાન આર્થિક મામલાઓ પર રહેશે. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. નજીકના મિત્રો અને સંબંધીઓનો પણ યોગ્ય સહયોગ મળશે. ઘરમાં કોઈ સારા કામની યોજના બનશે.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9 ----------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, પોતાનું ધ્યાન માર્કેટિંગ અને મીડિયા સાથે જોડાયેલાં કામ પર રાખો. આ સમયે કોઈપણ ફોન કોલને અવોઈડ ન કરશો, તમને કોઈ મહત્વના સમાચાર મળી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા મનોબળને વધારશે.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- જાંબલી
શુભ અંકઃ- 8
----------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, સામાજિક સીમાઓ વધશે. તમારું વ્યક્તિત્વ પણ સારા માટે બદલાઈ શકે છે. જો કોઈ કોર્ટેકેસ ચાલતો હોય તો તેનો નિર્ણય તમાર પક્ષમાં આવી શકે છે. ખરીદીમાં સમય વિતશે અને બાળકો અને પરિવારનાની સાથે મોજ-મસ્તીમાં સમય જશે. શું કરવું - ગણેશજીને લાડુંનો ભોગ લગાવો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
----------------------------------
અંકઃ:- 8
ગણેશજી કહે છે કે, પોતાની અંગત વાતોને કોઈની સામે પ્રગટ ન કરશો. ચુપચાપ કરવામાં આવેલ કોઈપણ કામ તમને સફળતા અપાવશે. કોઈ કઠિન કામ અચાનક પૂરું થવાથી તમને આનંદ થશે. ઘરમાં સુધારો કરવો હોય તો બજેટને ધ્યાનમાં રાખજો.
શું કરવું - ગણેશજીને મોદકનો ભોગ લગાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
----------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, કેટલાક ખાસ લોકો સાથે સંપર્ક થવાથી તમારી વિચારવાની શૈલીમાં હકારાત્મક ફેરફાર થશે. પોતાના કામની પ્રત્યે વધુ જાગરુક રહેવું અને એકાગ્રતા રાખવાથી નિશ્ચિતપણે તમને સફળતા અપાવી શકે છે. કોઈ નજીકની વ્યક્તિથી આલોચના તમને નિરાશ કરી શકે છે.
શું કરવું - હનુમાનજીને સિંદર ચઢાવો.
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 11
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.