ટેરો રાશિફળ:તુલા જાતકોને PAGE OF PENTACLES કાર્ડ પ્રમાણે રૂપિયાને લગતાં નિર્ણય આગળ વધારવા શુક્રવાર અત્યંત ઉપયોગી સાબિત થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ- SEVENમ OF CUPS

તમારા દ્વારા કરવામાં આવેલા નિર્ણય ઉપર કામ કરતી વખતે ડર લાગે પરંતુ પ્રયાસ ચાલું રાખવો. હાથમાં લીધેલા કામ કઠણ છે પરંતુ પ્રયત્નો કરશો તો સ્થિતિ તમારા હાથમાં રહેશે. આજે મોટો ખર્ચો ન થાય તેનું ધ્યાન રાખશો.

કરિયરઃ કામ સાથે જોડાયેલી અડચણો દૂર કરવા માટે સમય પ્રમાણે હલ મળશે.

લવઃ રિલેશનશીપમાં ચિંતા વધી શકે છે, પરંતુ હાલના સમયમાં તમારા દ્વારા કોઈ કૃત્ય ન થાય તેનું ધ્યાન રાખશો.

લવઃ ઊંઘ ઓછી રહેવાને લીધે બેચેની અને નબળાઈ રહે.

લકી નંબઃ પીળો

લકી નંબરઃ 7

-----------------------------

વૃષભ- DEATH

કોઈ કામની ફરીથી શરૂઆત કરવી પડી શકે, જે તમારા ઉત્સાહને શરૂઆતમાં તોડશે પરંતુ હકારાત્મક વાતો જોવા મળતાં તમે પ્રયાસ ચાલું રાખી શકો. લોકો દ્વારા મળતો સાથ તમને માનસિક રીતે મજબૂત બનાવી શકે.

કરિયરઃ પસંદગીના કાર્યક્ષેત્રમાં કામ કરવાની તક ઝડપથી મળી શકે.

લવઃ રિલેશનશીપમાં પેદા થઈ રહેલો વિખવાદ આગળ ન વધે તેનું ધ્યાન રાખવું.

હેલ્થઃ શારીરિક નબળાઈને લીધે મન ઉદાસ રહી શકે છે.

લકી કલરઃ લાલ

લકી નંબરઃ 1

-----------------------------

મિથુન- THE DEVIL

તમારા દ્વારા જોવામાં આવેલ સપનાને સાકાર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે યોગ્ય દિશામાં છે કે નહીં તે વાતનું અવલોકન કરવું જરૂરી છે. જે વ્યક્તિ માટે તમારા દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. તે વ્યક્તિની સાથે સંવાદ સુધારવાની જરૂર છે.

કરિયરઃ કરિયરને લગતી ચિંતા દૂર કરવા માટે યોગ્ય માર્ગદર્શકનો સાથ મળી શકે.

લવઃ રિલેશનશીપમાં અચાનક મોટો ફેરફાર આવી શકે છે.

હેલ્થઃ પેટમાં બળતરા થઈ શકે છે.

લકી કલરઃ સફેદ

લકી નંબરઃ 2

-----------------------------

કર્ક- EIGHT OF SWORDS

સીમિત વિચારોને લીધે માનસિક તકલીફ થવાની શક્યતા છે પરંતુ તમારા વિચારોને દૂર કરવા માટે યોગ્ય વ્યક્તિની સાથે ચર્ચા કરવાથી દૃષ્ટિકોણ બદલાશે. જેને લીધે તમારી અંદર ઉત્સાહ રહેશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નવા વિચારોની સાથે કામ કરવાની શરૂઆત થશે.

કરિયરઃ કામને લગતી ડેડલાઈનને ધ્યાનમાં રાખીને કામની યોજના બનાવો.

લવઃ રિલેશનશીપમાં સુધારો લાવતાં પહેલાં તમારી અંદર પણ સુધારો કરવા પ્રયાસ કરવો.

હેલ્થઃ સ્વાસ્થ્ય સારું રહેશે.

લકી કલરઃ લીલો

લકી નંબર- 4

-----------------------------

સિંહ- KING OF SWORDS

મનમાં ઉત્પન્ન થતાં વિચારોને લીધે દરેક વાતમાં સતર્કતા રાખવાનો પ્રયાસ કરશો. ચિંતાને લીધે બીજા લોકોને ઇનસિક્યોર ન થવા દેવા. મનમાં જેટલી બેચેની રહેશે એટલું કામમાં ફોકસ ઓછું રહેશે. એટલે માત્ર મહત્વપૂર્ણ વાતોને જ ધ્યાનમાં રાખીને કામ કરો.

કરિયરઃ કામની જગ્યાએ વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખી પ્રયાસ કરવા.

લવઃ પાર્ટનરની પ્રત્યે પ્રતિશોધની ભાવતા પેદા થાય તો તેનાથી બચવું.

લકી કલરઃ ગ્રે

લકી નંબરઃ 3

-----------------------------

કન્યા- PAGE OF SWORDS

મનમાં પેદા થઈ રહેલી બેચેની અને સ્વભાવની ચંચળતાને લીધે કોઈપણ પ્રકારના કામને પૂરાં કરવા શક્ય નથી. જેટલું ધ્યાન મોજ-મસ્તી ઉપર રાખો છો એટલું જ ધ્યાન કામ ઉપર પર રાખો. મહત્વપૂર્ણ કામ પૂરું કરીને પછી જ બીજી વાતોમાં ધ્યાન આપો.

કરિયરઃ કામની જગ્યાએ કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં સ્થિતિને જોઈ-સમજી લેવી.

લવઃ પાર્ટનરની સાથે વાતચિત કરતી વખતે જૂની વાતનો ઉલ્લેખ ન કરવો.

હેલ્થઃ પેટને લગતી સમસ્યા કે ગેસની તકલીફ વધવાની શક્યતા છે.

લકી કલરઃ પર્પલ

લકી નંબરઃ 6

-----------------------------

તુલા- PAGE OF PENTACLES

રૂપિયાને લગતા નિર્ણય આગળ વધારવા માટે આજનો દિવસ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે. પૈસાને લીધે થોડી ચિંતા મહેસૂસ થઈ શકે. આર્થિક આવક સ્થિર કરવા માટે પ્રયાસો વધારવાની જરૂર છે.

કરિયરઃ પરિવારના યુવા વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહેલી સલાહનું ધ્યાન રાખજો.

લવઃ બાળકોના સ્વાસ્થ્યને લગતી ચિંતા થઈ શકે છે.

લકી કલરઃ ગુલાબી

લકી નંબરઃ 5

-----------------------------

વૃશ્ચિક- THREE OF SWORDS

યોગ્ય સમયે નિર્ણય લેવો આજે ખૂબ જરૂરી છે. જે વાતોને લીધે તમે પોતાની માટે અડચણ પેદા કરી રહ્યા છો તેને દૂર કરવા પ્રયાસ કરવો. તમારા દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે કોઈ વ્યક્તિ દુઃખી થઈ શકે છે જેને લીધે બેકારનો વિવાદ પેદા થઈ શકે છે.

કરિયરઃ કામને લગતી જવાબદારીઓને સારી રીતે સમજવા પ્રયાસ કરવો પડશે.

લવઃ લોકોને લીધે રિલેશનશીપમાં હસ્તક્ષેપ વધી શકે છે તેમની સાથે કોઈપણ વાતની ચર્ચા ન કરો.

હેલ્થઃ લો બીપીની સમસ્યા રહી શકે છે.

લકી કલરઃ ઓરેન્જ

લકી નંબર-9

-----------------------------

ઘન- THREE OF CUPS

પરિવાર અને મિત્રોની સાથે વિતાવેલો સમય તમને ખુશી પ્રદાન કરશે. કામની જવાબદારીઓથી થોડો બ્રેક લઈ પોતાની માનસિક અવસ્થા સુધારવા પર ધ્યાન આપવાની જરૂર છે. આજના દિવસે લોકોની સાથે સંવાદ સુધારવાની જરૂર છે.

કરિયરઃ કામને લગતો મોટો ટાર્ગેટ પૂરો થવાને લીધે સમાધાન અને આનંદ મળશે.

લકઃ પાર્ટનરની સાથે પિકનિક કે યાત્રાનું પ્લાનિંગ થઈ શકે છે.

હેલ્થઃ ખાવા-પીવાની ખરાબ ટેવોને લીધે સ્વાસ્થ્ય ન બગડે તેનું ધ્યાન રાખવું.

લકી કલરઃલાલ

લકી નંબર- 8

-----------------------------

મકર- FIVE OF CUPS

જૂની ભૂલોનું અવલોકન કરતી વખતે તેમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવો પડશે. જે લોકોને લીધે દુઃખ મહેસૂસ થઈ રહ્યું હોય તે વિશે કોઈ વ્યક્તિની સાથે ચર્ચા કરવી જરૂરી છે. દરેક કામમાં નિકાલ લાવવા માટે હાલ તમારી પાસે સમય નથી. જરૂર પડે તો બીજાની મદદ લો.

કરિયરઃ વેપારી વર્ગને રૂપિયાને લગતું નુકસાન થવાની શક્યતા છે. કોઈપણ વ્યક્તિ પર તરત જ વિશ્વાસ ન કરવો.

લવઃ લગ્ન સંબંધિત નિર્ણય તમારી મરજી પ્રમાણે ન થવાને લીધે ઉદાસ રહી શકો.

હેલ્થઃ શરીર જકડાઈ જવાની સમસ્યા રહેશે.

લકી કલરઃ વાદળી

લકી નંબર-4

-----------------------------

કુંભ- EIGHT OF PENTACLES

તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ધીરે-ધીરે પરંતુ તેમાં સાતત્ય જાળવી રાખવા પ્રયાસ કરજો. આજના દિવસે કાર્યક્ષમતા ઓછી લાગે. પોતાની ઈમોશનલ અને હેલ્થને લગતી સ્થિતિમાં મોટો ફેરફાર ન થાય તેનું ધ્યાન રાખજો. જે પણ પરિવર્તન થવાનું છે તેમાં સંયમ રાખવાનો પ્રયાસ કરજો.

કરિયરઃ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પ્રાપ્ત થઈ શકે છે. જેને લીધે ઉચ્ચ શિક્ષણ આસાન બની શકે છે.

લવઃ જૂના રિલેશનશીપને લીધે મનમાં ઉત્પન્ન થઈ રહેલી નકારાત્મકતાને દૂર કરવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ પગમાં સોજો રહી શકે છે.

લકી કલરઃ સફેદ

લકી અંક- 1

-----------------------------

મીન- TWO OF WANDS

સમયનો સારી રીતે ઉપયોગ ન થઈ શકવાને લીધે પછતાવો થઈ શકે છે. કામનો બોજ વધુ રહેવાને લીધે તણાવ રહેશે પરંતુ કામ પૂરું કરવાનો પ્રયાસ કરતાં રહેજો. કોઈપણ પ્રકારના નિર્ણય લેતી વખતે દૂરદ્રષ્ટિ રાખવી જરૂરી છે.

કરિયરઃ વિદેશમાં નોકરી કરવાની તક ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ પાર્ટનરની સાથે વાતચીત કરતી વખતે પોતાની અપેક્ષાઓને સ્પષ્ટ રીતે બોલવી જરૂરી છે.

હેલ્થઃ લોહીને લગતા કોઈપણ પ્રકારના વિકારોને નજરઅંદાજ ન કરશો.

લકી કલરઃગ્રે

લકી નંબરઃ 8