3 માર્ચનું અંક ભવિષ્ય:અંક 6ના જાતકો માટે ઉત્થાનકારી સમય હોવાથી કોઈ વ્યક્તિ પાસે મળેલી સલાહ ફાયદો આપશે, બીજા અંકો માટે કેવો રહેશે શુક્રવાર?

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 3 માર્ચેનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, સામાજિક સીમાઓ વધશે. નવી જવાબદારીઓ લેવામાં સક્ષમ રહેશો. તમારી પ્રતિભા નિખરશે. વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં સારી સફળતા મળી શકે છે. કોઈ પ્રિયજનથી ઉપહાર મળવાથી ખુશી મળશે. જોખમી કાર્યોથી બચજો. જમીન-જાયદાદના મામલામાં વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે.

શું કરવું - ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

------------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, પોતાના વિચારો પર કામ શરૂ કરો. તમારા અનુભવોથી પ્રેરણા લઈને તમે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકો છો. રચનાત્મક કાર્યોમાં રસ વધશે. કોઈ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવાની તક મળશે. મિત્રના વ્યવહારથી મન નિરાશ થશે. અચાનક કોઈ ચિંતા સતાવી શકે છે. જોખમી કાર્યોથી બચજો. અહંકારને વ્યક્તિગત લાભના કામ કરવામાં આડે ન આવવા દેશો.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 7

------------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, ઘરમાં માંગલિક કાર્યો સાથે જોડાયેલી યોજના બનશે. પાછલા કેટલાક સમયથી ચાલી આવતો તણાવ દૂર થાય અને તમને માનસિક શાંતિ લાગશે. આવક-વ્યયમાં ઊચિત સામંજસ્ય બની રહેશે. પરિવારની સાથે શોપિંગમાં સમય જશે. ઊતાવળમાં કોઈ નિર્ણય ન લો, પછતાવું પડશે. બીજાની વાતોમાં ન ફસાશો.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 16

------------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, લાભકારી સમય છે. ક્યાંકથી શુભ સમાચાર મળશે. વાહન કે જમીનની ભાગીદારી પણ શક્ય છે. સામાજિક અરાજકતા વધશે. સંતાને માતા-પિતાનો સહયોગ મળશે. કોઈ ધાર્મિક સ્થાને જવાની તક મળે. બપોર પછી કોઈ પડોશી સાથે ઝઘડો થઈ શકે છે. કોઈ નકારાત્મક ગતિવિધિવાળી વ્યક્તિ સાથે મુલાકાત પરેશાની ઊભી કરી શકે છે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 12

------------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, દૈનિક કાર્યોને સહજતા અને નરમીથી પૂરાં કરશો. ઘરના નવીનીકરણ અને સારા સામાન ખરીદવા પાછળ વધુ સમય જશે. તમે પોતાની પ્રતિભાના બળે પોતાના અંગત કાર્યોને સારી રીતે કરી શકો. મધ્યાહન પછી થોડું પરિવર્તન થઈ શકે છે. કોઈ બગડેલા કામથી મન ઉદાસ થઈ શકે છે. આ સમયે વધુ ભાવુક ન બનશો અને વ્યાવહારિક રીતે વ્યવહાર કરો.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

------------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, કોઈ નજીકની વ્યક્તિ પાસે મળેલી સલાહ ફાયદાકારક સાબિત થશે. આ સમય તમારી માટે ઉત્થાનકારી છે, તેનો સમુચિત ઉપયોગ કરો.સામાજિક કાર્યોમાં તમારો રસ વધશે. કેટલાક લોકો ઈર્ષાના કારણે તમારી આલોચના કરશે અને તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. રૂપિયા સાથે જોડાયેલ કોઈ મામલામાં કોઈ એવી વ્યક્તિ પાસે સલાહ લેવી પડે જેના પર તમે ભરોસો નથી કરતાં.

શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- જાંબડીયો

શુભ અંકઃ- 6

------------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આ સમય સુખજ અને શાંતિપૂર્ણ રહેશે. તમને તમારી સગાઈનું યોગ્ય ફળ મળશે. જીવન ખૂબ જ સહજ લાગશે. ઉપર તરફ જવાની ઈચ્છા તમારા આત્મવિશ્વાસ અને દક્ષતાને વધારશે. સંતાનના કોઈ વ્યવહારથી મન ઉદાસ રહી શકે છે. સમસ્યાને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. ઘરમાં કોઈ અપ્રિય વ્યક્તિના પ્રવેશથી મન ખિન્ન થઈ શકે છે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

------------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આ સમય મિશ્રફળદાયી રહેશે. પોતાની પસંદગીની ગતિવિધિઓને મહત્વ આપો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. ઘરમાં સાફ-સફાઈ અને સુધારા સાથે જોડાયેલ કાર્યોમાં તમને મદદ મળશે. કોઈ પ્રિયજનની સાથે બેસીને તમે પોતાનું દુઃખ વ્યક્તિ કરી શકો. તમારી ઉપર કામનો બોજો વધુ રહેશે અને તમે એકલા થાકી પણ જશો. અનુભવની ખામીને કારણે કેટલાક કામ રોકાઈ શકે છે.

શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

------------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, પોતાના બાળકોને દરેક સારી વસ્તુ આપવાનો પ્રયાસ કરતાં રહેશો. ભવિષ્ય માટે નવી યોજનાઓ બનશે. ઈશ્વરની પ્રત્યે તમારી આસ્થા પણ વધશે. અહંકારને કારણે સ્વજનો સાથે અંતર વધી શકે છે. બીજાની વાતો પર ધ્યાન આપ્યા વગર પોતાના પરિવારની સાથે ખુશીથી સમય વિતાવો. કોઈપણ કાર્યોમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત અને પ્રયાસ કરવાની જરૂર રહેશે.

શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.

શુભ રંગઃ-ગુલાબી

શુભ અંકઃ- 1