ભાગ્યના ભેદ:માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવી કોઈ ગતિ નથી, માતા જેવુ કોઈ રક્ષણ નથી અને માતા જેવી કોઈ પરબ નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં કદી ના નથી અને માત્ર અને માત્ર હા છે તેનું નામ “મા”
  • મા એટલે જાતકની જન્મકુંડળીનું ચોથું સ્થાન અને દુનિયાની તમામ જન્મકુંડળીઓનું જન્મ સ્થાન એટલે જ “મા”

જન્મકુંડળીના ચોથા સ્થાનમાં આપણાં ઋષિમુનિઓએ સુખ મૂક્યું છે, સ્નેહ મૂક્યો છે અને સાથે-સાથે આ સ્થાનમાં હૃદય પણ મૂક્યું છે એટલે જ કદાચ આ સ્થાનમાં “મા” ને પણ મૂકી છે. ગ્રહો અને ઈશ્વરનું જન્મસ્થાન પણ ચોથું જ હશે કારણ કે જન્મકુંડળીનું ચોથું સ્થાન માનું છે અને મા વિના તો ગ્રહ હોય કે ઈશ્વર બંનેનો જન્મ અશક્ય જ છે. જો જન્મકુંડળીના ચોથા સ્થનમાં શુભ ગ્રહો હોય તો માનો સ્નેહ અને માતૃત્વની મમતાનો મર્મ એ જાતકનું જીવન બની જાય છે. પરંતુ આ સ્થાનમાં જો અશુભ અને ક્રૂર ગ્રહો બેઠા હોય તો જાતક અને માતા વચ્ચેના સંબંધો રુંધાય છે અને આવો જાતક માતાનું ઋણ અદા કરવામાં નિષ્ફળ જાય છે. કહેવાય છે કે માતાનું ઋણ ચૂકવવામાં તો ખુદ ભગવાનનું પણ દેવાળું નીકળી જાય.

(9 માર્ચ, રવિવારના રોજ મધર્સ ડે નિમિતે લેખ લખનારા ડો.પંકજ નાગર જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની પદવી ધરાવે છે અને ડો.રોહન નાગર યુ કે માં આયુર્વેદ અને જ્યોતિષના નિષ્ણાત છે )

મા વિના તો ગ્રહ હોય કે ઈશ્વર બંનેનો જન્મ અશક્ય જ છે
મા વિના તો ગ્રહ હોય કે ઈશ્વર બંનેનો જન્મ અશક્ય જ છે

કોઈ કવિએ કહ્યું છે કે ત્રાજવાના એક પલડામાં ઈશ્વર-સ્વર્ગ અને સુખોનો ભંડાર હોય પણ જો તેની સામેની બાજુનું પલડું નમી જાય તો સમજવું કે ત્યાં જગતની જનેતા “મા” જ બેઠી હોય. જ્યોતિષશાસ્ત્રનો એક ટ્રેન્ડ છે કે સેલિબ્રિટીની કુંડળીની જ ચર્ચા કરવી દા.ત. અમિતાભ બચ્ચન, મહાત્મા ગાંધી કે ભગવાન રામ પરંતુ અમારો તમને એક જ પ્રશ્ન છે કે કોઈ જ્યોતિષીએ હજુ સુધી અમિતાભના માતા તેજી બચ્ચન, ગાંધીજીના માતા પૂતલીબાઈ કે જ્યાંથી ખુદ ભગવાન રામનો જન્મ થયો તેવા માતા કૌશલ્યાની કુંડળીની ચર્ચા કરી છે. ચાલો ચર્ચા કરીએ તેજી બચ્ચનની આ મહાન માતાની વૃષભ લગ્નની કુંડળીનો પંચમેશ અર્થાત સંતાનસ્થાનનો માલિક ગ્રહ નવમા ભાગ્ય સ્થાનના માલિક ગ્રહ સાથે બેઠો છે એટલે જ અમિતાભની કારકિર્દી આભને સ્પર્શે છે. તેજી બચ્ચનની કુંડળીમાં સંતાન સ્થાનનો માલિક ગ્રહ બુધ અને નવમા ભાગ્ય સ્થાનનો માલિક ગ્રહ શનિ લગ્ને (પ્રથમ સ્થાને )છે આથી જ અમિતાભ ભાગ્યશાળી છે.

આરાધના પિક્ચરના એક ગીતમાં સ્વ.એસ.ડી. બર્મન ગાય છે “મેરી દુનિયા હૈ મા તેરે આંચલમે”
આરાધના પિક્ચરના એક ગીતમાં સ્વ.એસ.ડી. બર્મન ગાય છે “મેરી દુનિયા હૈ મા તેરે આંચલમે”

બોલો હૃદય પર હાથ મૂકી સાચે સાચું કહો આ મહાન માતા તેજી બચ્ચનને તમે ક્યારેય યાદ કરો છો? આવું જ કઈ પૂતલીબાઈની કુંડળીમાં પણ છે. પૂતલીબાઈની કુંડળીમાં પાંચમા સંતાન સ્થાનનો માલિક ગ્રહ ગુરુ બુધની સાથે ભાગ્ય સ્થાને છે આથી જ ગાંધીજી ભારતને આઝાદી અપાવવા બાબતે ભાગ્યશાળી બન્યા. બોલો ગાંધીજી આટલા મહાન તો જન્મદાતા માતાને પ્રણામ કરવા પડે કે નહીં? આથી જ આરાધના પિક્ચરના એક ગીતમાં સ્વ.એસ.ડી. બર્મન ગાય છે “મેરી દુનિયા હૈ મા તેરે આંચલમે”

અમારા એક પરમ મિત્રની કુંડળીમાં ચોથા સ્થાને બુધ અને શુક્ર બેઠા છે. ઉપરાંત કુંડળીનો ચતુર્થેશ ભાગ્ય સ્થાને બિરાજમાન છે. અમારા આ મિત્ર તેમની માને પૂછ્યા વિના પાણી પિતા નથી અને જીંદગીની દરેક સમસ્યામાં ડગલે અને પગલે માની વાત અને સ્નેહને અગ્ર સ્થાને રાખી ચાલે છે. કુંડળીની ચોથાઅર્થાત માતૃ સ્થાનની સ્થિતિ ગ્રહોની દ્રષ્ટિએ એ ભાઈ માટે એટલી બધી સુખદ છે કે આજે એ ભાઈ તેમની માતાના માર્ગ દર્શન અને વડપણ હેઠળ અતિ ધનવાન અને સુખી છે. કુંડલીના ચોથા સ્થાનની અદ્દભુત સ્થિતિએ આ ભાઈને માના આશીર્વાદ અને દુન્યનવી સુખો આપ્યા કે જે દેવોને પણ દુર્લભ હોય છે.

મધર ટેરેસા એક એવા માતા હતા કે જેને આપણે વૈશ્વિક માતા કહી શકાય
મધર ટેરેસા એક એવા માતા હતા કે જેને આપણે વૈશ્વિક માતા કહી શકાય

જ્યારે મા શબ્દની વાત નીકળે ત્યારે જ જગત જનની અને એક બેજોડ બેનમૂન માની યાદ અવશ્ય આવે છે તે માનું નામ મધર ટેરેસા. દરેક પુત્ર માટે મા મહાન હોય જ અને દરેક માએ જણેલા પોતાના પુત્ર માટે અથાગ પ્રેમ સ્નેહ હોય તે સ્વાભાવિક છે પણ મધર ટેરેસા એક એવા માતા હતા કે જેને આપણે વૈશ્વિક માતા કહી શકાય. મહામૂની મંતરેશ્વર પોતાની ચમત્કાર ચિંતામણિમાં લખે છે કે જે કુંડળીમાં માલાયોગ થાય તે સ્ત્રી હોય તો મહાન માતાનું રૂપ આપોઆપ ધારણ કરે છે. મધર ટેરેસાની કુંડળીનું પણ એવું જ કઈક છે 26 ઓગસ્ટ 1910ના રોજ બપોરે 2.30 કલાકે જન્મેલા મધર ટેરેસાની ધન લગ્નની કુંડળીમાં પણ છેકપાંચમા સ્થાનથી લઈ દસમા સ્થાન સુધી તમામે તમામ ગ્રહો ગોઠવાયેલા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ માલાયોગ એટલે મહા માતૃ વાત્સલ્ય યોગ કે જેમધર ટેરેસાની કુંડળીમાં છે.

માને ગુમાવ્યા પછી એક કવિ લખે છે. “પહેલા રડતો હતો ત્યારે મા યાદ આવતી હતી આજે મા નથી એટલે તેની યાદમાં રડું આવે છે. “
માને ગુમાવ્યા પછી એક કવિ લખે છે. “પહેલા રડતો હતો ત્યારે મા યાદ આવતી હતી આજે મા નથી એટલે તેની યાદમાં રડું આવે છે. “

(મા વિષે લખાયેલા આ લેખના લેખકો ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગરે આ લેખ drpanckaj@gmail.com અડ્રેસ હેઠળ digital દિવ્ય ભાસ્કરમાં લખ્યો છે.)