• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Aries Will Start Work At A Brisk Pace And Will Get New Rewarding Opportunities Through New People, How Will Saturday Be For Other Zodiac Signs?

18 માર્ચનું ટેરોભવિષ્ય:મેષ જાતકોને કામ તેજ ગતિથી શરૂ થશે અને નવા લોકો દ્વારા નવી લાભદાયી તકો મળશે, બીજી રાશિઓ માટે કેવો રહેશે શનિવાર?

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ QUEEN OF SWORDS

નવા કામની શરૂઆત તેજ ગતિથી થઈ શકે છે. તમને તમારું લક્ષ્ય સ્પષ્ટ રીતે દેખાવાથી મહેનત લઈને પ્રયત્નો વધારી શકો છો. નવા લોકો સાથે થયેલાં પરિચયને કારણે અનેક નવી તકો મળે અને નવી વાતો શીખવાની તકો મળશે.

કરિયરઃ- કરિયરને લગતી અનુભવાતી ચિંતા દૂર કરવાનો માર્ગ મળે.

લવઃ- રિલેશનમાં અનુભવાતી નકારાત્મકતા દૂર કરવા એકબીજા સાથે ચર્ચા કરો.

હેલ્થઃ- પેટને લગતી તકલીફ હોય તો અવોઈડ ન કરશો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

---------------------------------

વૃષભ THE FOOL

કામનો બોજો વધારે રહેવાને કારણે વ્યસ્તતા વધુ રહેશે તેમ છતાં તમે વ્યક્તિગત જીવન માટે સમય કાઢી શકશો. અનેક બાબતોમાં ફેરફાર જોવા મળશે જેનો સ્વીકાર કરજો. પરિવારના લોકોની સાથે કેટલીક વાતો સ્પષ્ટ રીતે ચર્ચા કરવાથી એક-બીજાની લાગણીઓને સારી રીતે સમજી શકશો.

કરિયરઃ- રૂપિયાને લગતી ચિંતા દૂર કરવા તમે વધુ આર્થિક સોર્સ મેળવવા પ્રયાસ કરશો.

લવઃ- પાર્ટનર સાથે નાની-મોટી વાતે વિવાદ થઈ શકે છે.

હેલ્થઃ- સુગરની તકલીફને કંટ્રોલમાં રાખવા ખાન-પાનનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

---------------------------------

મિથુન KING OF WANDS

તમારી સંગતમાં આવી રહેલાં ફેરફારને કારણે તમે વ્યક્તિગત જીવનમાં સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો. તમારી અપેક્ષાઓને પૂરી કરવા માટે બીજા લોકો પર નિર્ભર ન રહેવું જોઈએ પણ પોતે જ વધુ પ્રયત્નો કરવા જોઈએ. મિત્ર કે કોઈ નજીકની વ્યક્તિ દ્વારા બોલેલી વાતો દુઃખી કરી શકે છે, પણ તે વાત તમારી ભલાઈ માટે છે.

કરિયરઃ- કરિયરને લગતી મળેલી તકોથી આર્થિક પક્ષ મજબૂત થશે.

લવઃ- રિલેશનશીપને લગતી અનુભવાતી તરકારને દૂર કરવા માટે સમય લાગી શકે છે.

હેલ્થઃ- શારીરિક નબળાઈ ખોટી ખાણી-પીનીને કારણે રહી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

---------------------------------

કર્ક FOUR OF WANDS

જે વાતોને કારણે તમારા મૂડમાં ફેરફાર આવી રહ્યો હતો અને જે વાતો નકારાત્મક લાગી રહી હતી, તે બદલવા લાગશે. પરિવારના લોકોની સાથે અંતર લાગ્યા કરે. માનસિક રીતે તમે એક-બીજા સાથે જોડાયેલાં રહેશો. એક-બીજા સાથે ઈમોશનલી રીતે સહયોગ આપતા રહો.

કરિયરઃ- મનપસંદ કાર્યક્ષેત્રમાં કામ કરવાની તક મળી શકે છે.

લવઃ- રિલેશનશીપને લગતા ઊતાર-ચઢાવ દૂર થાય અને લગ્નની ચર્ચાઓ થાય.

હેલ્થઃ- કબજિયાતની તકલીફ પેદા થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

---------------------------------

સિંહ KNIGHT OF SWORDS

મનમાં પેદા થઈ રહેલ દરેક વિચાર પર તરત જ કામ કરવાને લીધે કેટલીક વાતોને કારણે પછતાવો થઈ શકે. તમારી કોઈ વાત બીજા લોકોને દુઃખી કરી શકે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનને લગતી ચર્ચા પોતે ન કરે ત્યાં સુધી કોઈ પ્રકારની સલાહ ન આપવી.

કરિયરઃ- મીડિયા સાથે જોડાયેલ લોકોને એકથીવધુ પ્રોજેક્ટ મળવાતી તણાવ દૂર થશે.

લવઃ- બીજા લોકોને લીધે રિલેશનશીપમાં વિવાદ પેદા થઈ શકે.

હેલ્થઃ- ગેસની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1 ---------------------------------

કન્યા PAGE OF CUPS

કોઈ વ્યક્તિ દ્વારા અચાનક ખુશખબર મળી શકે છે જેના કારણે તમને કેટલીક બાબતોમાં સમાધાન લાગશે સાથે જ એ વ્યક્તિ દ્વારા પ્રેરણા પણ મળી શકે છે. રૂપિયાને લગતો આજે કોઈ મોટો લાભ મળી શકે છે. અત્યાર સુધી કરેલ રોકાણ યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો.

કરિયરઃ- કામને લીધે યાત્રાની યોજના બનાવી શકો છો.

લવઃ- રિલેશનશીપને લગતી અનુભવાતી ઇનસિક્ટોરીટીને દૂર કરવા પ્રયાસ કરજો.

હેલ્થઃ- પીઠ અને કમર દર્દની પરેશાની વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

---------------------------------

તુલા KNIGHT OF PENTACLES

કામ સાથે જોડાયેલી કોઈપણ બાબતમાં રિસ્ક ન લઈને યોજના પ્રમાણે કામ કરતાં રહેજો. કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે ધીરે-ધીરે પ્રયાસ કરો. લોકો દ્વારા મળી રહેલી સલાહ તમારી માટે ખોટી સાબિત થઈ શકે છે. કોઈની પર તરત જ વિશ્વાસ ન કરો.

કરિયરઃ-વેપાર સાથે જોડાયેલ લોકોને આર્થિક આવક સીમિત માત્રામાં આવતી રહેશે. લવઃ- પરિવારના લોકોથી છુપાવેલી વાતોને લીધે વિવાદ થઈ શકે છે.

હેલ્થઃ- ઊંઘને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ-ઓરેન્જ

શુભ અંકઃ- 7

---------------------------------

વૃશ્ચિક THE TOWER

અત્યાર સુધી જે સમસ્યાઓને કારણે મહત્વપૂર્ણ લક્ષ્ય અધૂરાં રહ્યાં હતાં, તે દૂર થશે. કેટલાક લોકોની હકીકત સામે આવવાને કારણે માનસિક રીતે તકલીફ થાય, પરંતુ પોતાની સંગતને યોગ્ય રીતે બદલવી તમારી માટે સંભવ છે. કેટલીક વાતો મનની વિરુદ્ધ જઈ શકે પણ નવા માર્ગને સ્વીકાર કરવાથી મહત્વના લક્ષ્ય પૂરાં કરી શકો છો.

કરિયરઃ- સ્ટોક માર્કેટને લગતા લોકોને કોઈપણ પ્રકારના વ્યવહાર કરતી વખતે દરેક નાની વાતનું ધ્યાન રાખવાની જરૂર રહેશે.

લવઃ- રિલેશનશીપ કરતા બીજી વાતોને વધુ મહત્વ આપવાને કારણે રિલેશનશીપમાં દરાર પેદા થઈ શકે કે તૂટી શકે છે.

હેલ્થઃ- પેટની ગડબડીની તકલીફ ઠીક થવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

---------------------------------

ધન THE WORLD

માનસિક રીતે તકલીફદાયક સાબિત થનારી સ્થિતિને ઉકેલવાનો માર્ગ કોઈ વ્યક્તિ દ્વારા મળી શકે અને તે વ્યક્તિ દરેક પગલે તમારો સાથ આપશે. રૂપિયાના વ્યવહારને લગતી જે વાતો ખોટી થઈ હતી, તેને સુધારવી શક્ય બનશે. કોઈ કામ અધૂરનું ન છુટે તેનું ધ્યાન રાખો.

કરિયરઃ- જે લોકોને નવો વેપાર શરૂ કરવો હોય તે પ્રયત્નો શરૂ કરી શકે છે. સ્થિતિ તમારા પક્ષમાં છે.

લવઃ- સંબંધોમાં જે સમસ્યા હોય તેને મળીને ચર્ચા કરો.

હેલ્થઃ- શરીરમાં ઈન્ફેક્શન થઈ શકે છે. ઈમ્યુનિટી પર ધ્યાન આપવાની જરૂર છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 9

---------------------------------

મકર THE EMPRESS

વ્યક્તિગત જીવનની દરેક વાતમાં સંતુલન બનાવી રાખવું તમારી માટે જરૂરી છે. ઈમોશનલી રીતે તમે ભલે પોતાને નબળા સમજો પરંતુ મોટાભાગની વાતોને પોતાના પક્ષમાં કરવાની ક્ષમતા તમારામાં છે એટલે પ્રયાસો ચાલું રાખજો.

કરિયરઃ- જે કામને પૂરું કરવાની ક્ષમતા તમારામાં છે તે જવાબદારીઓને જ સ્વીકારો.

લવઃ- પાર્ટનરને માનસિક રીતે નબળાઈ લાગે તો તમે સપોટ આપતાં રહો.

હેલ્થઃ- મહિલાઓને સ્વાસ્થ્યને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

---------------------------------

કુંભ PAGE OF PENTACLES

વારંવાર એક જ જેવી ભૂલો રિપિટ થવાને કારણે કોઈપણ પ્રકારની બાબતમાં મોટી પ્રગતિ કરવી તમારી માટે શક્ય નહીં બને. પોતાની આળસ અને નકારાત્મક વિચારોની અસર કાઢવાની જરૂર છે. જે વાતો તમને કઠિન લાગે છે તેના પર ધ્યાન આપો. પોતાના પર વિશ્વાસ માત્ર કામ દ્વારા જ પાછો પ્રાપ્ત કરી શકો છો.

કરિયરઃ- નવા કામથી આવક ઓછી ભલે રહે પણ આ કામ દ્વારા જ અનેક નવા માર્ગ ખુલી શકે છે.

લવઃ- પાર્ટનરની સાથે કરવામાં આવેલ આર્થિક વ્યવહારમાં ગલતફેમી થઈ શકે છે.

હેલ્થઃ- વાતાવરણમાં ફેરફાર થવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

---------------------------------

મીન PAGE OF SWORDS

ભૂતકાળને લગતા વિચાર કરીને તમે પોતાની માટે તકલીફ ઊભી કરી રહ્યાં છો. મિત્રોની સાથે અચાનક વિવાદ પેદા થાય. આજના દિવસે કોઈપણ મોટી સમસ્યાનો સામનો નહીં થાય પરંતુ કોઈ ને કોઈ કારણે બેચેની રહી શકે. પોતાની એકાગ્રતાને ટકાવી રાખો.

કરિયરઃ- યુવાવર્ગને કામની પ્રત્યે ગંભીરતા દેખાડવાની જરૂર છે.

લવઃ- પૂર્વ પ્રેમીના જીવનમાં પાછા આવવાથી વર્તમાન સંબંધો પર ખરાબ અસર થાય.

હેલ્થઃ- શારીરિક નબળાઈ અને થાક રહેશે. આરામ કરવા પર ધ્યાન આપો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4