સાપ્તાહિક રાશિફળ:વૃષભ, કર્ક, અને કન્યા માટે 7 માર્ચથી 13 માર્ચ સુધીનો સમય સારો રહેશે, સારા સમાચાર મળી શકે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે. આ અઠવાડિયે ગુરુવાર, 11 માર્ચના રોજ મહાશિવરાત્રિ મનાવવામાં આવશે. આ અઠવાડિયે ચંદ્ર તથા બુધનું રાશિ પરિવર્તન થશે. અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્ર ધનમાં, 8મીએ મકરમાં, 11મીએ કુંભમાં તથા 13મીએ મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ 11મીએ મકરમાંથી કુંભમાં આવશે. આ અઠવાડિયે શિવજીની ખાસ પૂજા કરવાથી ગ્રહ દોષ શાંત થઈ શકે છે. શિવલિંગ પર જલાભિષેક કરો અને મંત્ર જાપ કરો. આ અઠવાડિયાએ મેષ, મિથુન, કર્ક, કુંભ તથા મીન રાશિના જાતકોને મહેનતનું ફળ મળશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બી પાસેથી જાણો બધી જ 12 રાશિઓ માટે 7 માર્ચથી 13 માર્ચ સુધીનું સપ્તાહ કેવું રહી શકે છે....

મેષઃ-

પોઝિટિવઃ- અચાનકે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આર્થિક રીતે આ મુલાકાત લાભદાયી નીવડશે. વિદ્યાર્થીઓની તકલીફનું સોલ્યુશન આવશે.

નેગેટિવઃ- પૈતૃક પ્રશ્નોને લીધે તકલીફ પડશે. કોઈ અંગત સંબંધ ખરાબ થઇ શકે છે. સમસ્યાનું નિરાકરણ શાંતિથી લાવતા સફળતા મળી શકે છે.

વ્યવસાયઃ-તમારા પ્લાનિંગ વિશે કોઈ સાથે ચર્ચા ના કરો. તેનાથી કોઈ વ્યક્તિ તમારો લાભ લઇ શકે છે.

લવઃ- નાની વાતને મન પર ના લો. યુવાનોનો પ્રેમ સંબંધ વધારે ગાઢ થશે.

સ્વાસ્થ્યઃ- હેલ્થ સારી રહેશે પણ નેગેટિવ વાતાવરણને લીધે બેદરકારી ના કરવી.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ અઠવાડિયે ધાર્મિક અને સામાજિક કામને લીધે સન્માન મળી શકે છે. અનુભવી અને જવાબદાર લોકોનું માર્ગદર્શન મળશે. સ્ટુડન્ટને તેમની મનગમતી કોલેજમાં એડમિશન મળી શકે છે.

નેગેટિવઃ- ગુસ્સાને લીધે કામમાં બ્રેક પડી જશે. બપોર પછી કોઈ અણગમતી ઘટના બની શકે છે આથી ધીરજથી કામ કરો.

વ્યવસાયઃ- કોઈને પૈસા ઉધાર ના આપો કેમ કે તે પરત મળવાની સંભાવના નથી.

લવઃ- દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- માદક દ્રવ્યોથી દૂર રહેવું. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મુશ્કેલ તકલીફનો સામનો કરવામાં સક્ષમ રહેશો.નવો જ આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવાશે. કોન્ટેક્ટને લીધે અટવાયેલા કામ થઇ જશે.

નેગેટિવઃ- ઇન્કમ ટેક્સના કામને લીધે નવી તકલીફ આવશે. શક્ય હોય તો આ પહેલાં નિપટાવો. ખોટી સંગતથી દૂર રહો.

વ્યવસાયઃ- નોકરીમાં કર્મચારી તમારા વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે આથી દરેક વસ્તુનું ધ્યાન રાખવું.

લવઃ- પતિ-પત્નીનું જીવન સુખી રહેશે.

સ્વાસ્થ્યઃ- દિનચર્યા વ્યવસ્થિત ના હોવાને લીધે વજન અને આળસ વધશે. સંતુલિત આહાર અને વ્યાયામ પર ધ્યાન આપો.

------------------
કર્કઃ-

પોઝિટિવઃ- આ અઠવાડિયે સામાજિક ગતિવિધિઓમાં ફેરફાર લાવવાથી કોઈ સંસ્થા પ્રત્યે તમારો વિશેષ સહયોગ રહેશે. તમારી ઉપસ્થિતિ સન્માન જનક રહેશે. રોકાયેલા પૈસા ટુકડાઓમાં મળશે, પરંતુ તેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- ઘરના વડીલોનાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. તેથી તેઓ પોતાની જાતને ઉપેક્ષિત ન અનુભવે. કોઈ વિષયમાં ઊંડાણમાં ઉતરવાથી તમારું ધ્યાન ભટકી શકે છે.

વ્યવસાયઃ- આ અઠવાડિયું વ્યવસાય ક્ષેત્રે લાભદાયી રહેશે. તમારાં કામ પૂરાં થતાં જશે, પરંતુ ઉતાવળ ન કરવી ધીરજ રાખવી. નોકરિયાત વર્ગને પ્રમોશન કે ટ્રાન્સફર મળી શકે છે.

લવઃ- પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. અચાનક કોઈ મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ મહિલાઓ પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃત રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ અઠવાડિયે પરિશ્રમ અને મહેનતની વધારે આવશ્યકતા રહેશે, પરંતુ તમે પોતાનાં વ્યવહાર કુશળતા દ્વારા તમામ કાર્યોને ઉચિત રૂપે ઉકેલવા માટે સક્ષમ રહેશે. કોઈ મિત્ર અથવા સંબંધી પ્રત્યે ગેરસજમણ પૂરી થશે.

નેગેટિવઃ- ક્રોધને કારણે કામ બગડી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની આવશ્યકતા છે.

વ્યવસાયઃ- કાર્ય ક્ષેત્રે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. કોઈ કર્મચારીની તમામ વાતો પર ભરોસો ન કરી લેવો.

લવઃ- દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે. મિત્ર સાથેની જૂની યાદો તાજી થશે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે. રૂટિન મેડિકલ ચેકઅપ કરાવો.
--------------------------------
કન્યાઃ-

પોઝિટિવઃ- ભાવુકને બદલે પ્રેક્ટિલ થઈને કામ પૂર્ણ કરો. તેનાથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સક્ષમ થશો. કોઈ મહત્ત્વપૂર્ણ વિષયની ચર્ચા થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા વ્યવહાર પ્રત્યે વિચાર કરો. ગુસ્સો અને ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વેગ જોવા મળશે. ઉતાવળે કામ ન કરવું.

લવઃ- ઘર અને વેપારમાં સમન્વય જાળવી રાખવું. નજીકના લોકો સાથે મળી મન પ્રફુલ્લિત રહેશે.

સ્વાસ્થ્યઃ- આર્થિક ગતિવિધિઓને કારણે મન ઉદાસ રહેશે. ડિપ્રેશન થઈ શકે છે. મેડિટેશન અને યોગ પર ધ્યાન આપવું.
-----------
તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહોની સ્થિતિ શુભ રહેશે. તમારું ભાગ્ય તમને સાથ આપશે. લાભના નવા માર્ગ મળશે. કોઈ પારિવારિક સભ્યના વિવાહ સંબંધિ કાર્યોમાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક વધારે આત્મવિશ્વાસ જ તમારા નુકસાનનું કારણ બનશે. તેથી તમારા વ્યવહારને સંયમિત જાળવી રાખવો. યોજનાઓ બનાવવાની સાથે સાથે તેને કાર્ય રૂપ આપવું પણ મહત્ત્વનું છે. સંતાનની પ્રવૃતિઓને અવગણશો નહીં.

વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યમાં વ્યસ્તતાને કારણે વ્યવસાય સંબંધિત વધારે કામ ઘરેથી જ કરવા પડશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારું મનોબળ જાળવી રાખવામાં મદદ કરશે.

સ્વાસ્થ્યઃ- થાઈરોડ સંબંધિત સમસ્યા વધી શકે છે. તમારે નિયમિત તપાસ કરાવવાની જરૂર છે.
----------------------
વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારે કોઈપણ કાર્ય કરતા પહેલા તેની સંપૂર્ણ યોજના અને ફોર્મેટિંગ કરવાના કાર્યમાં ભૂલ કરવાથી બચવું. બાળકોની સાથે મનોરંજન સંબંધિ પ્રવૃતિઓમાં સમય પસાર કરવો. સાથે કોઈ નવા કામની પહેલ ઈન્કમ આવવાથી પ્રસન્નતા અને ઉત્સાહ જળવાય રહેશે.

નેગેટિવઃ- ભાઈઓ તથા નજીકના સંબંધોની સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની રહી છે. તેથી થોડી સાવધાની રાખવી. બહારની પ્રવૃતિઓમાં સમય પસાર કરવો. પરંતુ તેના માટે કોઈ યોગ્ય પરિણામ પ્રાપ્ત નહીં થાય.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રવૃતિઓ સામાન્ય રહેશે. તમને કોઈ કામની ઓથોરિટી પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઈગોનાના કારણે કેટલીક સમસ્યા રહેશે. જે દાંપત્ય જીવન માટે યોગ્ય નથી

સ્વાસ્થ્યઃ- શરદી, ઉધરસ અને ગળામાં ઈન્ફેક્શન જેવી સમસ્યા રહેશે.
--------------
ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી કંટાળાજનક દિનચર્યાના કારણે તમે આરામ અને શાંતિપૂર્વક રીતે સમય પસાર કરવાના મૂડમાં રહેશો.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક તમારું ધ્યાન કેટલી ખોટી પ્રવૃતિઓની તરફ આકર્ષિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અત્યારે યોગ્ય ફેરફાર થવાની સંભાવના નથી.

લવઃ- ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ખુશી રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને શારીરિક રીતે સ્વસ્થ રાખશે.
-----------------------
મકર
પોઝિટિવ:- આ સપ્તાહ શ્રેષ્ઠ છે. તમારા દ્વારા કરવામાં આવેલાં કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યની પ્રશંસા કરવામાં આવશે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા રહેશે અને જનસંપર્કનો અવકાશ પણ વધશે. આ સપ્તાહનો થોડો સમય મનોરંજનમાં પણ પસાર થશે.

નેગેટિવ:- પરંતુ આર્થિક પરિપ્રેક્ષ્યમાં કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે. નવું રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવાની ખાતરી કરજો. સબંધીઓ તરફથી કોઈપણ પ્રકારની સહાયની અપેક્ષા રાખશો નહીં, પરંતુ તમે તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ કરીને સફળ થઈ શકો છો.

વ્યવસાય: - વ્યવસાયમાં નવી સિદ્ધિ તમારી રાહ જોઈ રહી છે. કોઈપણ વિસ્તરણ યોજના ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતી, હવે તે પૂરી થવા માટેનો સમય આવી ગયો છે. ઓફિસમાં વાતાવરણ અને સ્થિતિ પણ તમારા પક્ષમાં રહેશે.

લવ:- પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધને મંજૂરી મળતાં જ ટૂંક સમયમાં લગ્નજીવન શરૂ કરવાની તક મળશે.

સ્વાસ્થ્ય:- કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમારા ખોરાક અને રોજિંદા જીવનને નિયંત્રિત રાખો.
-------------------
કુંભ
પોઝિટિવ:- બીજા લોકો પર નિર્ભર રહેવાને બદલે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. તમને તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન તમારા પોતાની જાત પાસેથી જ મળી જશે. કોઈ નજીકના સંબંધી સાથેના જૂના વિવાદોનું સમાધાન પણ થશે. પરસ્પર સંબંધોમાં સુમેળ રહેશે.

નેગેટિવ:- કેટલીકવાર કોઈ કારણ વગર તણાવ જેવી પરિસ્થિતિ આવી શકે છે, જે તમારી કાર્યક્ષમતા પર પણ અસર કરશે.

વ્યવસાય:- જમીનની ખરીદી અને વેચાણમાં સકારાત્મક પરિણામો મળશે.

લવ:- કોઈપણ જૂની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ શકે છે. પારિવારિક જીવન સુખી રહેશે.

સ્વાસ્થ્ય- લોહી સંબંધિત ઇન્ફેક્શન થઈ શકે છે. બેદરકારી દાખવશો નહીં અને યોગ્ય ચેકઅપ કરાવજો.
-----------
મીન
પોઝિટિવ:- કોઈપણ અવિવાહિત વ્યક્તિના લગ્ન સંબંધિત કામ પૂરાં થઈ શકે છે. પરંતુ ગ્રહોની પરિસ્થિતિઓ તમને ચેતવણી આપી રહી છે કે નાણાકીય આયોજન પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. નકામા કામમાં તમારો સમય બગાડશો નહીં.

નેગેટિવ:- વધુ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો અને તેની વાતોમાં આવી જવું તમારા માટે હાનિકારક રહેશે. સંતાન માટે પણ એક પ્રકારની ચિંતા રહેશે. પરંતુ શાંતિથી સમસ્યાનો હલ કાઢો. સફળતા પણ ચોક્કસપણે મળશે.

વ્યવસાય:- અત્યારે વર્તમાન સંજોગોને લીધે કોઈ નવું કાર્ય અને યોજના વ્યવસાયમાં સફળ થશે નહીં. સખત મહેનત અને પરિણામ ઓછું જોવા મળશે.

લવ:- પતિ-પત્ની વચ્ચે પ્રેમ ખાટો-મીઠો રહેશે. યુવાનીની મિત્રતા પ્રેમ સંબંધોમાં પરિણમી શકે છે.

સ્વાસ્થ્ય:- એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ હાલના વાતાવરણને ધ્યાનમાં રાખીને જાગ્રત રહેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...