મંગળવારનું ટેરો રાશિફળ:મેષ જાતકોને લોકોની ચિંતા છોડીને વ્યક્તિગત જીવન પર ધ્યાન આપવાની જરૂર છે, તુલા જાતકોને જૂની તકલીફો દૂર કરવાનો માર્ગ મળશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ FIVE OF SWORDS

બીજા લોકોની ચિંતા છોડીને માત્ર વ્યક્તિગત જીવન પર ધ્યાન આપવાની જરૂર છે. જે પ્રકારે તમે આગળ વધશો એ પ્રકારે જ અપેક્ષિત લોકોનો સાથ મળતો જશે. હાલના સમયમાં જ દરેક વાત વિેશે વિચાર કરીને પોતાને નકારાત્મક ન બનાવો. કામ કરવા પર ભાર આપો. રૂપિયા સાથે જોડાયેલ વ્યવહાર સફળ થશે.

કરિયરઃ- કરિયરને નવી દીશા આપવા માટે કામથી હાલ બ્રેક લઈ જે વાતો પર ફેરફાર કરવાનો હોય તેના વિશે વિચાર કરો.

લવઃ- રિલેશનશીપને લગતી તકલીફ દૂર કરવા તમારે પ્રયાસ કરવાની જરૂર છે.

હેલ્થઃ- શરીરમાં તકલીફ વધવાને લીધે બેચેની રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------

વૃષભ THE EMPEROR

પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે તમે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા છે છતાં આ વખતે કોઈને કોઈ નકારાત્મક વિચારને લીધે તમે ઉદાસ રહેશો. લોકોની સમસ્યાને ઉકેલવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે જ પ્રયાસ કરો. રૂપિયાને લગતી કોઈપણ વ્યક્તિને મદદ કરવાનું ટાળજો.

કરિયરઃ- વેપારી વર્ગને કામ સાથે જોડાયેલ દસ્તાવેજને સારી રીતે વાંચીને કામની શરૂઆત કરજો.

લવઃ- રિલેશનશીપને લગતી મહત્વની જાણકારી મળવાને લીધે તમે આગળનો નિર્ણય લઈ શકો છો.

હેલ્થઃ- માથાનો દુઃખાવો કે માથુ ભારે રહેવાની તકલીફ રહે. શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

------------------------------

મિથુન THE HERMIT

તમારી અંદરની એકલતા વધતી લાગશે. પોતાના લક્ષ્ય પર ધ્યાન આપીને કામ કરવાની જરૂર છે. જે વ્યક્તિ દ્વારા સાથ મળી રહ્યો છે તેની સાથે ચર્ચા કરીને પોતાની સમસ્યાનો હલ શોધવા પ્રયાસ કરો. પરંતુ પૂરી રીતે આ વ્યક્તિ પર આધારિત ન બની જાઓ તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કરિયરને લગતી ખોવાયેલી તક પાછી મેળવવા પ્રયાસ કરજો.

લવઃ- રિલેશનશીપને લગતા વિચારોથી પોતાને દૂર રાખવા હાલ યોગ્ય રહેશે.

હેલ્થઃ- આંખોને લગતી તકલીપ વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ-5

------------------------------

કર્ક FOUR OF CUPS

મનમાં પેદા થયેલા વિચારો પર તરત જ કામ ન કરશો. દરેક વિચાર કરીને ફરીથી રિ-થિંક કર્યા પછી આગળ વધો, સાચા-ખોટાનો નિર્ણય કરવાનો હાલ યોગ્ય સમય છે. કોઈપણ વાતથી મનમાં ઉદાસી ન આવે અને આ ઉદાસીને લીધે ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલ કોઈપણ નિર્ણય બદલવાની જરૂર નથી પરંતુ રાખવામાં આવેલ ટાર્ગેટમાં થોડો ફેરફાર કરો.

લવઃ- પાર્ટનરની સાથે વાતચીત ન થવાને લીધે થોડો સમય એકલાત લાગશે.

હેલ્થઃ- પેટને લગતી તકલીફો સુધારવા પર ધ્યાન આપજો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

------------------------------

સિંહ THE MAGICIAN

તમારી મોટાભાગની ઈચ્છાઓ પૂરી થતી જોવા મળે. કાયદાને લગતી તકલીફ દૂર કરવી શક્ય છે. પરિવારના લોકોનો સાથ મળવાથી પ્રાપ્ત થયેલા સોર્સનો ઉપયોગ કરીને તમે પોતાના જીવનને સુધારવાનો પ્રયાસ કરશો. રૂપિયાને લગતી તકલીફ થોડા સમય સુધી થશે પરંતુ પ્રયાસો કરીને તમે તેનો હલ લાવી શકો છો.

કરિયરઃ- કામનો વિસ્તાર કરવા કોઈ લોન કે કોઈની પાસે ઉધાર રૂપિયા ન લેશો.

લવઃ- પાર્ટનર દ્વારા આપેલી સલાહ તમારી માટે ફાયદાકારક રહેશે.

હેલ્થઃ- શરીરમાં ગરમી વધવાને લીધે તકલીફ થઈ શકે છે. શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

------------------------------

કન્યા JUDGEMENT

પોતાની અપેક્ષાઓને સ્પષ્ટ રીતે પરિવારના લોકોની સામે મૂકવી તમારી માટે જરૂરી છે. મિત્રોની સાથે વિતાવેલ સમય મનમાં પ્રસન્નતા આપશે, પરંતુ જે સમસ્યાના સમાધાન અત્યારે નથી મળી રહ્યાં એ વાત પર ધ્યાન આપો. જરૂરિયાતથી વધુ રૂપિયા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામમાં મન ન લાગવાને લીધે કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું છુટી શકે છે.

લવઃ- રિલેશનશીપની શરૂઆતથી જ પારદર્શિતા રાખવી જરૂરી છે.

હેલ્થઃ- ગેટ કે પેટને લગતી તકલીફને અવોઈડ ન કરો. શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

------------------------------

તુલા THE LOVERS

સમય અત્યારે તમારા પક્ષમાં રહેશે. જૂની તકલીફને દૂર કરવા માટે રસ્તો મળશે. પરંતુ મળી રહેલા માર્ગનો કંઈ રીતે ઉપયોગ કરો છો તે વધુ જરૂરી છે. પ્રલોભનથી પોતાની જાતને દૂર રાખીને સમસ્યાઓને ઉકેલવા પર પ્રાધાન્ય આપવાની જરૂર છે. પરિવારનું વાતાવરણ સુધરતુ જોવા મળે.

કરિયરઃ- પરિચિત લોકોની સાથે જોડાઈને કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો.

લવઃ- પાર્ટનર સાથે સુધરતા સંબંધોને લીધે પરિવારનું વાતાવરણ હકારાત્મક બનશે.

હેલ્થઃ- ખોટા ખાન-પાનને લીધે અપચો રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

------------------------------

વૃશ્ચિક TWO OF SWORDS

દરેક પ્રકારની સમસ્યાને ઉકેલવા માટે માર્ગ તમને મળવા છતાં મનમાં પેદા થઈ રહેલી દુવિધાને લીધે કોઈ એક નિર્ણય પર ટકી રહેવું તમારી માટે મુશ્કેલ બની રહેશે. લોકો સાથે જોડાયેલી લાગણીઓ વારંવાર બદલાતી જોવા મળે, જેના લીધે ઉદાસી મહેસૂસ થઈ શકે છે. લોકોને લીધે તમારી અંદર જે પ્રકારે ફેરફાર આવી રહ્યાં છે તેને સારી રીતે સમજવાની જરૂર રહેશે.

કરિયરઃ- સ્ટોક માર્કેટ સાથે જોડાયેલ લોકોને રૂપિયાનું વધુ રોકાણ ન કરવું.

લવઃ- પાર્ટનર સાથે પેદા થઈ રહેલ વિવાદને નકારાત્મક રીતે ન લો.

હેલ્થઃ- એસીડીટીને લીધે માથુ ભારે થઈ શકે છે. શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

------------------------------

ધન NINE OF PENTACLES

કોઈ વ્યક્તિ દ્વારા અચાનકથી શરૂ કરેલી વાતચીતને કારણે એક બીજાની પ્રત્યે રાખવામાં આવેલ વિચારોમાં ફેરફાર જોવા મળશે. રૂપિયાને લગતો ફાયદો પણ તમને મળી શકે. આ રૂપિયાનું રોકાણ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કરી શકો છો. બેકારનો ખર્ચ ટાળવાની જરૂર છે.

કરિયરઃ- કોઈપણ નવા કામની શરૂઆત કરતાં પહેલાં જૂના કામોને અંજામ સુધી પહોંચાડવા તમારી માટે જરૂરી છે. લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઈઝ મળી શકે છે.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં અચાનક સુધારો આવી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

------------------------------

મકર TWO OF PENTACLES

કામને લગતો રસ ઓછો થવાને લીધે માત્ર મહત્વપૂર્ણ કામો પર જ ધ્યાન આપવાનો તમે પ્રયાસ કરશો. નવા કામની શરૂઆત આજના દિવસે ન કરશો. જે વાતોને લીધે માનસિક તકલીફ થઈ રહી છે એવી વાતોનો વિચાર દિવસના અંતે કરશો. પોતાની સમસ્યાનું સમાધાન પોતાના જ પ્રયત્નો દ્વારા તમે શોધી શકે છો.

કરિયરઃ- પ્રતિસ્પર્ધી દ્વારા કરવામાં આવેલકામ પર ધ્યાન આપો. તમને નવી બાબતો શીખવા મળશે.

લવઃ- રિલેશનશીપમાં પેદા થઈ રહેલ ઊતાર-ચઢાવને લીધે પાર્ટનર્સ એકબીજાને સમજવાનો પ્રયાસ કરશે.

હેલ્થઃ- બીપી અને સુગરની તકલીફ રહેશે. શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 1

------------------------------

કુંભ THREE OF WANDS

એકથી વધુ જવાબદારીઓને નિભાવતી વખતે માનસિક થાક લાગશે. પરિવારના કોઈ ખાસ વ્યક્તિ દ્વારા તમને માર્ગદર્શન આપવામાં આવશે. આ વ્યક્તિની તમારા વ્યક્તિગત જીવનમાં વધતા ઈન્ટ્રસને લીધે ઘણી હદે તમને દબાણનો અનુભવ થઈ શકે છે, પરંતુ આ વાત નકારાત્મક નથી એ વાતનું ધ્યાન રાખજો.

કરિયરઃ- વિદ્યા્ર્થીઓની એકાગ્રતા વધતી જોવા મળે જેના કારણે પ્રયત્નો પ્રમાણે ફળ પણ મળશે.

લવઃ- પાર્ટનરના સ્વભાવની નકારાત્મક વાતોને સમજવાનો પ્રયાસ કરજો.

હેલ્થઃ- પેટની બળતરાને પરેસાન કરશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 4

------------------------------

મીન PAGE OF PENTACLES

પોતાના પ્રયત્નો પ્રમાણે આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર ન જોઈ શકવાને લીધે થોડા ઉદાસ રહેશો પરંતુ તેમ છતાં મોટો ફાયદો પ્રાપ્ત કરવાનો માર્ગ શોધવાનો તમારો પ્રયાસ રહેશે. આર્થિક પરિસ્થિતિને સુધારવી તમારું એકમાત્ર લક્ષ્ય બની શકે છે, જેના કારણે બીજી વાતોને અવોઈડ કરીને તમે માત્ર કામને લગતી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ- જૂના ક્લાયન્ટની સાથે વિવાદોનો ઉકેલ લાવવવા પ્રયાસ કરો.

લવઃ- નવી વ્યક્તિ સાથે પરિયચ થવાથી નવા સંબંધની શરૂઆત થઈ શકે.

હેલ્થઃ- શરીરની વધતી ગરમીને કારણે ચામડીના વિકાર થઈ શકે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5