શનિવારનું ટેરોકાર્ડ રાશિફળ:મેષ જાતકોને રૂપિયા સાથે જોડાયેલી બાબતોમાં ગંભીરતા દેખાડવાની જરૂર છે અને મીન જાતકોને નવી યોજના બનાવવીની જરૂર છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ KNIGHT OF PENTACLES

રૂપિયા સાથે જોડાયેલી બાબતોમાં ગંભીરતા દેખાડવાની જરૂર છે. જે વાતોનો હલ અત્યારે ન મળી રહ્યો હોય તેના વિશે થોડો વિચાર કરીને પ્રયાસોમાં ફેરફાર લાવવાની જરૂર છે. કંઈ બાબતોમાં તમે પોતાની માટે અડચણરૂપ બની રહ્યાં છે તે વિચારો અને તમારા દ્વારા બનાવાવમાં આવેલી યોજનામાં ફેરફાર લાવવા પ્રયાસ કરો.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલ લોકોને કામની તકો ધીરે-ધીરે મળશે.

લવઃ- પર્સનલ સંબંધોમાં પેદા થયેલા પ્રશ્નોને ઉકેલતી વખતે અહંકારને પોતાના પર હાવી ન થવા દો.

હેલ્થઃ- સ્વાસ્થ્ચમાં સુધારો લાવવા જીવનશૈલીમાં સુધારો લાવો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------------------------

વૃષભ ACE OF CUPS

પરિવારના લોકોનો સાથ મળવાથી માનસિક રીતે તમને સારું ફિલ થશે. રૂપિયાને લગતી અનુભવાતી ચિંતાને કોઈ વ્યક્તિ દ્વારા દૂર કરી શકાય છે. જે મોટી ખરીદી વિશે તમે વિચારી રહ્યાં છો તે આગામી થોડા દિવસોમાં થઈ જશે. પરિવારના દરેક સદસ્યનું સારી રીતે ધ્યાન રાખવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ કોઈપણ બાબતને લગતો નિર્ણય લેતાં પહેલાં પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખો.

લવઃ- પાર્ટનરને લીધે જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------------------------

મિથુન TEN OF CUPS

પરિવારના લોકોની સાથે સમય પસાર કરવાની તક મળવાથી તેમની સમસ્યાને સારી રીતે સમજી શકશો. બીજાની અપેક્ષાઓને પૂરી કરતી વખતે પોતાની અપેક્ષાઓને અવોઈડ ન કરશો. પરિવારના નાના સદસ્યોને તમારી મદદની જરૂર રહેશે. ભલે તમે પોતે મદદ ન કરી શકો પરંતુ તેમને માર્ગદર્શન જરૂર આપી શકો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ લોકોનો સાથ મળવાથી કામનો વિસ્તાર કરી શકો છો.

લવઃ- પાર્ટનર અને પરિવાર બંને વિશે વિચાર કરીને નિર્ણય લો.

હેલ્થઃ- કમર દર્દની પરેશાની વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

--------------------------------

કર્ક TWO OF SWORDS

વર્તમાન પરિસ્થિતિ પર સારી રીતે ધ્યાન ન આપવાને લીધે માત્ર ઈમોશનલી થઈને તમે નિર્ણય લઈ શકો છો. નકારાત્મક વાતોનો તમારી વધારે પ્રભાવ વધતો જઈ રહ્યો છે. નકારાત્મક વાતોને જરૂરિયાતથી વધુ પ્રાધાન્ય આપવાને લીધે તમે અપયશના ડરથી કેટલીક બાબતોને લગતી ભૂલો કરી શકો છો. મનથી ડર કાઢીને લક્ષ્ય પર ધ્યાન આપો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ લોકોને ડેડલાઈન પર ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- રિલેશનશીપને લગતી અનુભવાથી દુવિધા દૂર થશે.

હેલ્થઃ- બદલાતા વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------------

સિંહ THE MAGICIAN

તમારી ઈચ્છા શક્તિ અને નિશ્ચય વધવાને લીધે પ્રાપ્ત થયેલ સોર્સનો સારી રીતે ઉપયોગ કરીને તમે વર્તમાનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો. લોકો દ્વારા પ્ાપ્ત થઈ રહેલાં વિરોધને અવોઈડ કરીને માત્ર પોતાની જ વાતો પર ધ્યાન આપવાને લીધે ઘણી હદે પ્રગતિ થઈ શકે છે. પરંતુ બીજા લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી સલાહ પર ધ્યાન આપવાની પણ જરૂર છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને અપેક્ષા પ્રમાણેના ફિલ્ડમાં કામ કરવાની તક મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સનો એકબીજા પ્રત્યે આકર્ષણ અને પ્રેમ વધી શકે છે.

હેલ્થઃ- છાતીના વિકારો વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------------------------

કન્યા THE HERMIT

એકાંતમાં સમય વિતાવવાને લીધે તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલોને સમજવાનો તમે પ્રયાસ કરશો અને સુધારો લાવવા માટે ફેરફાર પણ કરી શકો છો. નવા લોકોની સાથે મળવાની તક તમને મળશે. કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે તેમના અંગત જીવનમાં દખલ ન કરશો.

કરિયરઃ- કામને લગતો ટાર્ગેટ હાલના સમયે કઠિન લાગી શકે છે.

લવઃ- રિલેશનશીપને લગતી ચિંતા વધી શકે છે.

હેલ્થઃ-શારીરિક થાક દૂર કરવા માટે આરામ કરો

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 5

--------------------------------

તુલા NINE OF CUPS

રૂપિયાને લગતા કરેલા વ્યવવાહને લીધે મોટી તકલીફો દૂર થતી દેખાશે. ભવિષ્યને લગતા વિચાર કરીને વર્તમાનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો. કામને લગતો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકોની સાથે ચર્ચા જરૂર કરો. પરિવાર દ્વારા તમને ખુશીઓ મળતી રહેશે.

કરિયરઃ- નોકરી કરનાર લોકોને પ્રમોશન મળી શકે છે.

લવઃ- રિલેશનશીપને લીધે જીવનમાં સ્થિરતા અનુભવાશે.

હેલ્થઃ- ખોટી ખાણી-પીણીને લીધે સ્વાસ્થ્યમાં ફેરફાર આવી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

--------------------------------

વૃશ્ચિક SIX OF WANDS

તમારી પ્રગતિ થતી જોઈને કોઈ વ્યક્તિને તમારી પ્રત્યે ઈર્ષાની ભાવના જાગી શકે છે. આ વ્યક્તિના ઈરાદા ખોટા નથી પરંતુ હાલના સમયમાં મનમાં પેદા થઈ રહેલી ભાવનાઓ નકારાત્મક હોવાથી એક-બીજા પ્રત્યે થોડી નારાજગી અનુભવી રહ્યાં છો. બીજા લોકોની મદદ કરતી વખતે તમારી અપેક્ષાઓને સારી રીતે જાણવાનો પ્રયાસ કરજો.

કરિયરઃ- વેપારી વર્ગને મોટો ઓર્ડર મળવાથી આર્થિક સમસ્યા દૂર થશે.

લવઃ- તમારા સ્વભાવમાં નરમાશ લાવીને પાર્ટનરની વાતોને સમજો.

હેલ્થઃ- જીવનની વધતી વ્યસ્તતાને લીધે પગમાં દુઃખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 7

--------------------------------

ધન THE CHARIOT

યાત્રાને લગતી બનાવવામાં આવેલી યોજના સફળ થઈ શકે છે. પરિવારના લોકોની સાથે મળવું તમારી માટે શક્ય બનશે. કામથી વધુ વ્યક્તિગત જીવનને સુધારવા પર તમે ધ્યાન આપી શકો છો. એક-બીજા પ્રત્યે અનુભવાતા નકારાત્મક વિચારો કે પાછલા ઝઘડાઓને દૂર કરવા સરળ રહેશે. કરિયરઃ- શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સના સ્વભાવ અલગ-અલગ હોવા છતાં એક-બીજાનો સાથ મળશે.

હેલ્થઃ- લો-બીપી અને સુગરની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

--------------------------------

મકર PAGE OF CUPS

અપેક્ષાથી ઓછા સમયમાં કામ પૂરું થવાને લીધે નહીં, વાતો તરફ તમારું ધ્યાન જઈ શકે છે. જીવનને લગતા કેટલાક ફેરફાર અચાનકથી થઈ શકે છે. જે વાતો માટે તમે માનસિક રીતે તૈયાર છો, તેની પ્રત્યે ફોકસ વધારતાં રહો. સાથે જ નવી વાતોને અપનાવવા માટે સીમિત વિચારોથી બહાર નિકળવું જરૂરી છે.

કરિયરઃ- કામને લગતી પ્રગતિ થવાને લીધે કામમાં રસ વધે અને તમે વધુ મહેનત કરવા લાગી શકો છો.

લવઃ- લવ રિલેસનશીપની શરૂઆત હકારાત્મક રીતે આગળ વધે.

હેલ્થઃ- ડાયેરિયા કે પેટને લગતું ઈન્ફેક્શન થઈ શકે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------------------------

કુંભ THREE OF SWORDS

અચાનક કોઈ વ્યક્તિ દ્વારા મળેલી માહિતીને લીધે તમને માનસિક તકલીફ થઈ શકે છે, પરંતુ આ જાણકારી દ્વારા જ મહત્વપૂર્ણ નિર્ણય લેવો તમારી માટે સરળ રહેશે. દિવસની શરૂઆતમાં જ ઉદાસી રહે પરંતુ પરિસ્થિતિની સત્યતા જાણીને તમે લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગે આગળ વધી શકો છો. કરિયરઃ- કામ કરવાની અનેક તકો મળે પરંતુ તમે તમારી પસંદગીની તક ઝડપજો.

લવઃ- જ્યાં સુધી સંબંધ પાક્કો ન થઈ જાય ત્યાં સુધી તેની ચર્ચા અંગત રાખો.

હેલ્થઃ- દાંતને લગતી તકલીફ દૂર કરવા ડોક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------------

મીન TWO OF WANDS

તમારા દ્વારા પ્રાપ્ત થયેલી પ્રગતિને ધ્યાનમાં લઈને નવી યોજના બનાવવાની જરૂર છે. હાલના સમયમાં એકલતા અનુભવાશે. તમારા સ્વભાવ અને બોલવામાં આવેલ વાતોને લીધે લોકો દ્વારા પ્રાપ્ત થયેલ સહયોગ હાલના સમયમાં નહીં મળે એટલા માટે સ્વભાવમાં કડવાશ શા માટે પેદા થઈ રહી છે એ વાતને સારી રીતે જાણીને તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલ કામને લગતો વિચાર કરવામાં આવશે. પરંતુ હાલ તેના પર કામ નહીં થાય.

લવઃ- પાર્ટનર સાથે પેદા થયેલ વિવાદને લીધે પાર્ટનર પ્રત્યે નકારાત્મકતા પેદા ન થવા દો.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવાની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6