7 માર્ચનું ટેરોભવિષ્ય:મેષ જાતકોને અટવાયેલાં કામ આગળ વધશે અને દિવસના અંતે રૂપિયા પણ પાછા મળી શકે છે, તમારા માટે કેવો રહેશે મંગળવાર?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ SIX OF SWORDS

અટવાયેલી બાબતોને આગળ વધારવી તમારી માટે શક્ય બનશે. કામની ગતિને વધારવી તમારી માટે જરૂરી છે. તમાી જવાબદારીઓ વધી શકે છે. જેના કારણે ઓછા સમયમાં વધુ કામ કરવા પર ધ્યાન આપવું પડશે. રૂપિયાને લગતા અટકેલા કામ દિવસના અંતે સુધી પૂરાં થશે.

કરિયરઃ- કામને લગતી જે વાતોમાં તમને નારાજગી લાગતી હતી તે દૂર કરવા પ્રયાસ કરવાની જરૂર લાગશે.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલ જે વાતો પર તમારું નિયંત્રણ નથી અત્યારે તેના વિશે વિચાર કરવાનું છોડી દો.

હેલ્થઃ- થાક લાગવાની પરેશાની રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

------------------------------------

વૃષભ NINE OF SWORDS

તમારી અપેક્ષા પ્રમાણે કામ આગળ ન વધવાને કારણે તણાવ અને નિરાશા બંને વધી શકે છે. જેની અસર સ્વાસ્થ્ય પર જોવા મળશે. સ્વાસ્થ્યનેલગતી પેદા થયેલી તકલીફ માનસિક બેચેની વધારી શકે છે.

કરિયર-- તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લીધે મોટું નુકસાન થઈ શકે છે. જેનાથી પછતાવો થઈ શકે છે.

લવઃ- પાર્ટનરની પ્રત્યે નારાજગી અનુભવાતી રહેશે.

હેલ્થઃ- ગળાને લગતી તકલીફ ઠીક થવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------------

મિથુન SEVEN OF WANDS

તમારી દુવિધા અને બેચેની વધારે રહેશે અને પ્રયત્નો કરવા છતાં લોકોનો સાથ ન મળવાથી તમને ગુસ્સો આવી શકે છે. આજના દિવસે અનેક બાબતો પર કંટ્રોલ કરવાનો તમે પ્રયત્ન કરતાં રહેશો. પરિવારના લોકોની સાથે વિવાદ પેદા થઈ શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી જે પ્રકારની તકો તમને મેળવવા માગો છો તેની માટે મહેનતની સાથે કાર્યક્ષેત્રના લોકો સાથે પરિચય વધારવાની જરૂર છે.

લવઃ- રિલેશનશીપ તૂટી શકે છે તમે પ્રયાસો કરશો પણ તે તકલીફ આપી શકે છે.

હેલ્થઃ- પગનો દુઃખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

------------------------------------

કર્ક : DEATH

જીવનની જે નેગેટિવ વાતને કારણે તમે ખુદને નેગેટિવ બનાવી રહ્યા હતા તેનો પ્રભાવ દૂર થશે. તમે અત્યાર સુધી જે ભૂલ કરી છે તેને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિમાં બદલાવ લાવવાની કોશિશ કરો. તમારી સ્થિતિ ખરાબ જરૂર છે પરંતુ નેગેટિવ નથી તેનું ધ્યાન રાખો.

કરિયર : કામની જે વાત છે તેમાં થોડી મુશ્કેલી પડશે, પરંતુ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે.

લવ : તમે જે સંબંધ વિશે વિચારી રહ્યા છો તે મુશ્કેલ લાગશે પરંતુ તેટલી જ ખુશી લાવશે.

હેલ્થ : આંખની તકલીફ થઇ શકે છે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 3

------------------------------------

સિંહ : PAGE OF CUPS

અન્ય લોકોની વાતને નજર અંદાજ કરીને ફક્ત તમારી વાત પર જ ધ્યાન આપવાને કારણે તમને એકલાપણુ લાગશે. તમને લોકો તરફથી મળતો સાથ અચાનક ઓછો થઈ શકે છે અથવા બંધ થવાને કારણે ભાવનાત્મક અસ્વસ્થતા રહેશે. પરંતુ તમે તમારી જાતને સ્થિર રાખીને તમારા નિર્ણય પર કામ કરવાની કોશિશ કરવાથી ફાયદો થશે.

કરિયર : યુવાવર્ગને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લવ : રિલેશનશીપ સંબંધિત લેવામાં આવેલા નિર્ણયને કારણે લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

હેલ્થ : ગળાનો દુખાવો થઇ શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 9

------------------------------------

કન્યા: THE EMPRESS

પરિવારની જરૂરિયાત પર ધ્યાન આપવાને કારણે મોટી સમસ્યા દૂર થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. મનમાં ઉદભવેલી શાંતિ અને ઉકેલને કારણે તમે દરેક નિર્ણય યોગ્ય રીતે લેવાનો પ્રયત્ન કરી શકશો.

કરિયર : આજના દિવસે કામમાં વ્યસ્ત રહેશો. તમે કરેલી મહેનતનું ફળ મળશે.

લવ : પાર્ટનર સાથે તમારી જે સમસ્યા છે તેના વિશે વાતચીત કરશો.

હેલ્થ : ખભા અને ગળામાં દુખાવો થઇ શકે છે.

લકી કલર : સફેદ

લકી નંબર : 4

------------------------------------

તુલા : THREE OF SWORDS

કેટલીક પરિસ્થિતિ તમારા મનની વિરુદ્ધ જતી જોવા મળશે. પરંતુ આ સંજોગો તમને તમારી આંતરિક ક્ષમતાનો ખ્યાલ આપશે. લોકો પરની નિર્ભરતા અમુક અંશે ઓછી થશે. ધીરે ધીરે પરિસ્થિતિ બદલાશે પરંતુ મનમાં ઉભી થતી નકારાત્મકતાને કારણે તમે નવી સમસ્યાઓ ઉભી કરી શકો છો.

કરિયર : કામની જગ્યાએ લોકો સાથે અચાનક વિવાદ થશે, જેના કારણે કામમાં સમસ્યા થઇ શકે છે.

લવ : પાર્ટનર દ્વારા બોલવામાં આવેલા સ્પષ્ટ શબ્દોના કારણે સત્ય બહાર આવશે પણ તમને માનસિક પરેશાની પણ આપશે.

હેલ્થ : શરીરની ઇમ્યુનિટી વધારવા પર ખાસ ધ્યાન આપો.

લકી કલર : બ્લુ

લકી નંબર : 7

------------------------------------

વૃશ્ચિક : SIX OF SWORDS

તમે જે કામ કર્યું છે અથવા લોકોનો તમારા પ્રત્યે નકારાત્મક દૃષ્ટિકોણ હોઈ શકે છે, પરંતુ તમારા પ્રત્યે નકારાત્મક વિચારોને બિલકુલ મંજૂરી આપશો નહીં. તમે સાચા માર્ગ પર છો અને અન્ય લોકો તમારી વાત સમજી શકતા નથી. આ કારણે તમને બિનજરૂરી વિરોધનો સામનો કરવો પડશે. વર્તમાન સમયમાં તમારે તમારો રસ્તો જાતે જ શોધવો પડશે.

કરિયર : તમારા દ્વારા કામને કારણે કામ સંબંધિત લોકોને મોટો ફાયદો મળી શકે છે.

લવ : રિલેશનશિપ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે એકાંતમાં સમય વિતાવો.

હેલ્થ : શારીરિક નબળાઈને કારણે ચીડિયાપણું વધી શકે છે.

લકી કલર : ગ્રે

લકી નંબર : 2

------------------------------------

ધન : FIVE OF SWORDS
તમારી અંદર વધી રહેલા અહંકાર અને ડરને કારણે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ નહીં કરી શકો. તમે બોલેલી વાતને કારણે અન્ય લોકો દુઃખી થઇ શકે છે. કોઈ પણ વ્યક્તિની પર્સનલ લાઈફ વિષે કમેન્ટ ન કરો.

કરિયર : કામમાં સમાધાન મેળવવા માટે તમને જે કામમાં રસ છે તે વાતને સમજવાની કોશિશ કરો.

લવ : રિલેશનશિપ સંબંધિત નિર્ણય તમારી મરજી અનુસાર લીધા બાદ પણ સમાધાન કેમ નથી થઇ રહ્યું તે વાતને જાણવાની કોશિશ કરો.

હેલ્થ : પગના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 3

------------------------------------
મકર : FIVE OF WANDS

પરિવારના લોકો વચ્ચે થઇ રહેલા ઝઘડાને હાલના સમયમાં દૂર કરવો સંભવ નથી. તમે કોઈ વિવાદ સાથે જોડાયેલા નથી તો દૂર રહેવાની જ કોશિશ કરો. દરેક વ્યક્તિ પોતાના જ વિચારોને મનાવવાની કોશિશ કરશે.

કરિયર : કામને લઈને ઘણા મોકા આવી શકે છે, પરંતુ યોગ્ય તક મળવામાં સમય લાગશે.

લવ : પાર્ટનરના મનમાં અસુરક્ષિતની ભાવનાને દૂર કરવાની કોશિશ કરશો.

હેલ્થ : શરીરમાં વધતી ગરમી તકલીફનું કારણ બની શકે છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 2

------------------------------------

કુંભ : NINE OF SWORDS

આજના દિવસે માત્ર ચિંતાને કારણે તમે તમારી ક્ષમતા અને સ્વાસ્થ્ય બંને બગાડી રહ્યા છો. કોઈના વિચારોની અસર તમારા પર ન થાય તેનો પ્રયાસ કરો. કોઈ વ્યક્તિ દ્વારા મળેલી આકસ્મિક મદદ તમારી પરેશાની દૂર કરી શકે છે.

કરિયર : ભૂતકાળમાં લીધેલા નિર્ણયને કારણે તમને સમસ્યા થઇ શકે છે, પરંતુ તમને આપવામાં આવેલા મોકાને કારણે ભૂલ સુધારી શકશો.

લવ : જે વ્યક્તિના વિચારોમાં તમે ખોવાયેલા હતા તે વ્યક્તિ સિવાયના અન્ય પ્રપોઝલ પર ધ્યાન આપવાની કોશિશ કરશે.

હેલ્થ : અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 1

------------------------------------

મીન : EIGHT OF PENTACLES

તમારે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરીને નવી યોજના બનાવવાની કોશિશ કરવી પડશે. કોઈ ખાસ વ્યક્તિ દ્વારા માહિતી મળવાથી તમે ઘણી હદ સુધી રાહત અનુભવી શકો છો. કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં જોઈ લો કે આ નિર્ણય કેટલો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કરિયર : કામની જગ્યાએ થોડો ફેરફાર તમારા માટે જરૂરી હશે.

લવ : તમારા દિલની વાત કોઈ વ્યક્તિને કહેવાથી પરિસ્થિતિ સ્પષ્ટ થઇ જશે.

હેલ્થ : વધારે કામ કરવાને કારણે ગળાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : ઓરેન્જ

લકી નંબર : 1

અન્ય સમાચારો પણ છે...