મંગળવારનું ટેરોકાર્ડ રાશિફળ:મેષ રાશિવાળાને કામમાં ફોકસ વધારવાની જરૂર છે અને મકર જાતકોને પ્રોપર્ટીની ખરીદી કરવા માટે દિવસ ફાયદાકારક સાબિત થઈ શકે છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ EIGHT OF PENTACLES

કામ પર ફોકસ વધારવાની જરૂર છે. આગામી દિવસોમાં તમારી ઉપર જવાબદારીઓ વધી શકે છે. વધતી જવાબદારીના બોઝથી ડરવાની જરૂર નથી કારણ કે આ કામો દ્વારા જ નવા અનુભવો પ્રાપ્ત કરી શકશો અને પોતાની સ્કિલ્સને શ્રેષ્ઠ બનાવી શકશો. પરિવારને લગતી જાણકારી પ્રાપ્ત થશે જેના દ્વારા જૂની ભૂલો સુધારી શકાશે.

કરિયરઃ-કામ સાથે જોડાયેલી બાબતોમાં રસ વધશે કામને અંજામ સુધી પહોંચાડવું તમારી માટે શક્ય છે. લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલી અપેક્ષાઓને પૂરી કરવા માટે પોતાની ભાવનાઓને સમજવાની જરૂર છે.

હેલ્થઃ- પગ પર સોજો આવી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

------------------------------

વૃષભ THE EMPEROR

પોતાના સપનાઓને સાકાર કરવા માટે તમે ખબ જ મહેનત કરશો. હાલના સમયમાં જે લોકોની સાથે અંતર લાગી રહ્યું છે તેનું કારણ જાણીને એક-બીજાની સાથે વર્તનમાં ફેરફાર લાવી શકો છો. વ્યક્તિગત જીવનને લગતી ચિંતા વધી શકે છે. પોતાને પ્રેરિત કરીને લક્ષ્ય પૂરું કરવા પર ધ્યાન આપીને કામ કરો.

કરિયરઃ- કામની જગ્યાના લોકો પર તરત જ વિશ્વાસ દેખાડવાની ભૂલ ન કરશો.

લવઃ- રિલેશનશીપમાં મળી રહેલાં વિરોધને દૂર કરવા માટે પોતાને થોડો સમય આપો.

હેલ્થઃ- શારીરિક નબળાઈ તકલીફનું કારણ ન બને તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

------------------------------

મિથુન TEN OF WANDS

જે વાતોને લીધે અત્યાર સુધી તણાવ લાગતો હતો, તેને દૂર કરવા માટે કોઈ વ્યક્તિની મદદ મળી રહેશે. વ્યક્તિગત જીવનમાં સુધારો લાવવો તમારી માટે ખૂબ જ જરૂરી છે. માત્ર સપનાઓ વિશે વિચાર કરવાથી પ્રગતિ નથી થતી. આ બાબતને ધ્યાનમાં રાખીને વર્તમાન સાથે જોડાઈને મહેનત કરવાનો પ્રયાસ કરજો.

કરિયરઃ- કરિયરને લગતા સપનાઓ પૂરાં કરવા માટે અનુભવી લોકોનો સાથ પ્રાપ્ત કરીને કામ કરવું જરૂરી છે.

લવઃ- રિલેશનશીપને લગતી નારાજગી વધશે.

હેલ્થઃ- થાકને લીધે બેચેની અને ક્રોધનો અનુભવ થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

------------------------------

કર્ક PAGE OF CUPS

તમને મળી રહેલી નવી તક પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. જીવનમાં જે પરિવર્તન લાવવા ઈચ્છતા હોવ, તે તમારી મહેનત દ્વારા જ શક્ય છે. બીજા લોકોની સાથે જોડાવાથી નિર્ભરતા ન આવે તેનું ધ્યાન રાખજો. માનસિક રીતે પરિસ્થિતિ સુધરશે.

કરિયરઃ- કામની જગ્યાના લોકો દ્વારા મળી રહેલી સલાહ અમલમાં લાવવાથી અનેક બાબતો ઉકેલાઈ જશે. લવઃ-નવા રિલેશનથી શરૂઆત ઝડપથી થઈ શકે છે. હેલ્થઃ- સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

------------------------------

સિંહ THE TOWER

અચાનક કોઈ મોટી બાબતમાં ફેરફાર જોવા મળવાથી માનસિક રીતે તકલીફ વધી શકે છે. મિત્રોની સાથે વિવાદ પેદા થઈ શકે છે એટલા માટે એક-બીજાની સાથે વાતચીત સીમિત જ રાખો. કોઈપણ વ્યક્તિના જીવનને લગતી ટીકા ન કરશો નહિતર બોલવામાં આવેલી વાતોને લીધે તમારી પ્રત્યે ગલતફેમી થઈ શકે છે.

કરિયરઃ- કામ પર ફોકસ હટવાને લીધે તમે લાપરવાહ બની શકો છો, જે રૂપિયાને લગતું નુકસાન કરાવી શકે છે.

લવઃ- પાર્ટનર્સ એક-બીજા સાથે વાતચીત કર્યા વગર નિર્ણયને અમલમાં લાવવાની ભૂલ ન કરે.

હેલ્થઃ- પેટની બળતરાની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

------------------------------

કન્યા STRENGTH

શારીરિક અવસ્થાની સાથે માનસિક અવસ્થા પણ સુધરેલી અનુભવશો. જેના કારણે જે વાતોમાં ઉદાસીનતા લાગી રહી હતી, એ વાતો તરફ ધ્યાન આપી શકો છો. યાત્રાને લગતી બનાવવામાં આવેલી યોજનાઓ સફળ થશે. મનને પ્રસન્ન કરનારી બધી ઘટનાઓ આગામી દિવસોમાં બનશે.

કરિયરઃ- કામની જગ્યાના લોકોનું દબાણ તમારી પર વધી શકે છે.

લવઃ- પાર્ટનર્સને અનુભવ થઈ રહેલી નારાજગીને સમજવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ- હિમોગ્લોબિન અને લોહીને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

------------------------------

તુલા THE HERMIT

વ્યક્તિગત જીવનને લગતી ચિંતા સતાવી શકે છે. તમારા દ્વારા થયેલી ભૂલોનો તમને અહેસાસ છે છતાં શા માટે તેમાં ફેરફાર નથી કર્યો, આ બાબતનું સારી રીતે અવલોકન કરો. તમારી અંદર વધી રહેલાં અહંકાર અને નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- વેપારી વર્ગને કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે પારદર્શિતા રાખવાની જરૂર રહેશે.

લવઃ- રિલેશનશીપ હોવા છતાં પણ એકલતા શા માટે અનુભવી રહ્યાં છો એ બાબતને સમજવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે જીવનશૈલીને બદલવી પડશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

------------------------------

વૃશ્ચિક THE CHARIOT

અનેક બાબતોને ઉકેલવા માટે કિસ્મતનો સાથ તમને મળી શકે છે. તેમ છતાં પોતાના દ્વારા ભૂલ ન થાય એ વાતનું ધ્યાન રાખજો. ભાવનાત્મક વાતોથી પ્રભાવિત થઈને નિર્ણય ન લેવામાં આવે તેનું ધ્યાન રાખજો. લોકો સાથે વાત કરતી વખતે પોતાના ગુસ્સાને કંટ્રોલમાં રાખજો.

કરિયરઃ- કામને લગતી નવી તકો મળવાથી પરિવારથી દૂર રહી શકો છો.

લવઃ- પાર્ટનર્સ વચ્ચે વધી રહેલી નારાજગીને લીધે એક-બીજા સાથે વાત ઓછી થશે.

હેલ્થઃ- સુગરની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

------------------------------

ધન THE MAGICIAN

તમને મળી રહેલાં દરેક સ્ત્રોત અને મદદનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. રૂપિયાને લગતા કરવામાં આવેલ વ્યવહાર તકલીફ આપી શકે છે. એટલા માટે કોઈપણ પ્રકારનું કામ કે વ્યવહાર અધૂરુ ન છુટે તે વાતનું ધ્યાન રાખજો. હાલના સમયમાં કોઈપણ વ્યક્તિની સાથે રૂપિયાની લેન-દેન ન કરશો.

કરિયરઃ- કામમાં ફોકસ વધવાથી અનેક જવાબદારીઓ તમે સરળતાથી નિભાવી શકશો.

લવઃ- પાર્ટનરનું તમારી પ્રત્યે આકર્ષણ વધતુ જોવા મળશે.

હેલ્થઃ- માથાનો દુઃખાવો થઈ શકે છે. શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 8

------------------------------

મકર TEN OF PENTACLES

પરિવારના લોકોની સાથે સમય વિતાવવાને લીધે તમે આનંદિત રહેશો. એક-બીજા સાથે ચર્ચા કરીને મોટા નિર્ણય લેવાનો પ્રયત્ન કરો. પ્રોપ્રટીને લગતી ખરીદી કરવા માટે આગામી કેટલાક દિવસો તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

કરિયરઃ- પારિવારિક વેપારને આગળ વધારવાનો તમને મોકો મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધતો જોવા મળશે.

હેલ્થઃ- ઊલ્ટી અને અપચાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

------------------------------

કુંભ SIX OF SWORDS

પરિવારની જવાબદારીઓ તમારી ઉપર વધી શકે છે. જેના કારણે આજના દિવસે તણાવ રહેશે. પોતાની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કામ કરતાં રહો. જે બદલવા કરવાની જરૂર તમને લાગી રહી છે તે ઈમોશનલી તમને તકલીફ આપી શકે છે. પરંતુ આ ફેરફારને લીધે જીવનમાં અનેક બાબતો સરળતાથી થઈ શકે છે.

કરિયરઃ- જો રામની જગ્યાએ યાત્રા કરવાની તક મળતી હોય તો તેનો સ્વીકાર કરો.

લવઃ- પાર્ટનર્સ અને પરિવારને સમય આપવાનો પ્રયાસ કરજો.

હેલ્થઃ- એલર્જીની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ-પર્પલ

શુભ અંકઃ- 1

------------------------------

મીન TEN OF SWORDS

તમારા દ્વારા ફેરફાર કરવા છતાં પણ જૂની વાતોનો વારંવાર ઉલ્લેખ બીજા લોકો કરતા રહેવાથી તમને તકલીફ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિના મનમાં તમારી છબી બદલવાનો પ્રયાસ શા માટે કરવામાં આવી રહ્યો છે તેનું કારણ શોધો. ઈમોશનલી હાલના સમયમાં પરિસ્થિતિઓ તમને કઠિન લાગી શકે છે.

કરિયરઃ- પોતાના કામને સરળ અને શ્રેષ્ઠ રીતે કરવા માટે મહત્વપૂર્ણ સ્કિલ્સ પર ધ્યાન આપો.

લવઃ- પાર્ટનર્સ દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે માનસિક તકલીફ થઈ શકે છે.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતને અવોઈડ ન કરશો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6