મેષઃ- STRENGTH
અત્યાર સુધી બનતી દરેક ઘટનાનું સારી રીતે અવલોકન કરીને તમે પરિસ્થિતિ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરશો. તમારા મનમાં વધતી જતી દુવિધાને કારણે કોઈપણ નિર્ણય પર ઝડપથી પહોંચવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. તમે દર વખતે કોઈને ખુશ નથી રાખી શકતા એ વાતને સમજો અને પરિસ્થિતિ સંબંધિત નિર્ણય લેતા સમયે શું વધારે ફાયદાકારક છે એ વાત પર ધ્યાન આપીને આગળ વધો.
કરિયરઃ- કામ સંબંધિત મળી રહેલી વિવિધ તક તમારી દુવિધા વધારી શકે છે.
લવઃ- પાર્ટનર સાથે યોગ્ય વાતચીત ન કરવાને કારણે તેમની ભાવનાઓને સમજી તમારા માટે મુશ્કેલ હોઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- આંખો સંબંધિત ઈન્ફેક્શન તકલીફ આપશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
---------------------------------------
વૃષભઃ- THE EMPEROR
યોજના બનાવતી વખતે તમે પરિસ્થિતિનું ધ્યાન સંપૂર્ણ રીતે નથી રાખી શકતા જેના કારણે તમારે યોજનામાં વારંવાર ફેરફાર કરવો પડે છે. જ્યાં સુધી તમને કામ સંબંધિત અથવા મુશ્કેલીઓ સંબંધિત સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કોઈપણ નિર્ણય સુધી પહોંચવું તમારે માટે નુકસાનનું કારણ હશે. તમારા વિચારો ખુલ્લા રાખીને જીવન સાથે જોડાયેલી નવી વસ્તુઓ અપનાવવાનું શીખવું પડશે.
કરિયરઃ- કામ સંબંધિત આપવામાં આવેલ ટાર્ગેટ પૂરો કરવામાં મુશ્કેલી થઈ શકે છે તેમ છતાં પ્રયાસ ચાલું રાખવો.
લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચેની ગેરસમજને દૂર કરવી મુશ્કેલ બનશે.
સ્વાસ્થ્યઃ- કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 3
---------------------------------------
મિથુનઃ- NINE OF SWORDS
દરેક પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો દ્વારા સાથે મેળવવાની અપેક્ષા તમારા માટે તકલીફનું કારણ બનશે. કેટલીક સમસ્યાઓને પોતાની જાતે હલ કરવાની જરૂર છે. ખાસ કરીને વાત જ્યારે પૈસા સંબંધિત હોય. લોકો પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું નહીં તો તમારા સંબંધો ખરાબ થઈ શકે છે.
કરિયરઃ- કામ સંબંધિત વાતોમાં વધારે મહેનત કરવી જરૂરી છે. તે ઉપરાંત સાવધાની રાખવી પણ જરૂરી છે.
લવઃ- પાર્ટનર એક બીજાના સહયોગથી થયેલી ભૂલોને સુધારવાનો પ્રયાસ કરશે.
સ્વાસ્થ્યઃ- શરીર પર લાગેલી ઈજા મટવામાં વધારે સમય લાગી શકે છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 3
---------------------------------------
કર્કઃ- KNIGHT OF WANDS
એકાંતમાં થોડો સમય પસાર કર્યા પછી તમારે યોજના કરવાની જરૂર રહેશે. નકારાત્મક વિચારોના કારણે તમારા ઉત્સાહમાં અભાવ જોવા મળી શકે છે. તે ઉપરાંત આસપાસના લોકો દ્વારા મળી રહેલી ટિપ્પણીઓની તમારા પર અસર થઈ રહી છે તેથી જે લોકો સાથે મુલાકાત કર્યા બાદ તમને માનસિક તકલીફ થાય છે, એવા લોકોની સાથે અત્યારે દૂર રહેવું.
કરિયરઃ- કામ સંબંધિત વાતોમાં વધી રહેલી સ્પર્ધા તમને બેચેન કરી શકે છે.
લવઃ- નકામા પ્રેમ સંબંધોથી દૂર રહેવું તમારા માટે યોગ્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતા મહેસૂસ થશે તેમ છતાં ખાવાપીવા અને વ્યાયામ માટે ડિસિપ્લિન લાવવાની જરૂર છે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 1
---------------------------------------
સિંહઃ- FOUR OF SWORDS
ભૌતિક જીવન સંબંધિત પ્રગતિ મેળવવા માટે તમારે પ્રયત્ન વધારવા પડશે સાથે તમારે તમારી માનસિક સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂર છે. પોતાના માટે રાખવામાં આવેલા લક્ષ્યના કારણે જો તમને તણાવ મહેસૂસ થઈ રહ્યો હોય તો થોડો બ્રેક લઈને પછી કામ સંબંધિત બાબતો વિશે વિચારીને આગળ વધવું.
કરિયરઃ- પૈસા સંબંધિત મોટો ફાયદો ટૂંક સમયમાં જોવા મળશે.
લવઃ- પાર્ટનર એક બીજાને સાથે આપીને એકબીજાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી સંબંધિત સમસ્યા વધી શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 4
---------------------------------------
કન્યાઃ- SIX OF SWORDS
તમે જરૂર કરતા વધારે મહેનત કરી રહ્યા છો. કોઈ કામમાં તમારે મહેનત કરવાની જરૂરી છે અને કોઈ કામમાં તમારે સ્માર્ટ વર્ક કરીને આગળ વધવું પડશે. વડીલ લોકોનું માર્ગદર્શન લેવાનું ભૂલશો નહીં. પિતા પ્રત્યે વધી રહેલો ગુસ્સો તમને માનસિક તણાવ આપશે. લોકો દ્વારા કરવામાં આવેલી ભૂલોને માફ કરીને આગળ વધવાનું શીખવું.
કરિયરઃ- કામની જગ્યાએ તમે તમારું એક ખાસ સ્થાન બનાવ્યું છે તેને ટકાવીને રાખવાનો પ્રયાસ કરવો પડશે.
લવઃ- પાર્ટનરની સાથે વાતચીત કરતા સમયે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરવો.
સ્વાસ્થ્યઃ- ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 5
---------------------------------------
તુલાઃ- NINE OF PENTACLES
તમારા વિચારોમાં ક્લેરિટી જોવા મળશે જે વાતોના કારણે તમે નકારાત્મક મહેસૂસ કરતા હતા તે વાતોને જીવનથી દૂર કરવી. યોગ્ય વ્યક્તિના પરિચયમાં આવવાના કારણે આગળ શું પગલું ભરવું જોઈએ તે વાતની પણ તમને ખબર પડશે. કોર્ટ કચેરી સંબંધિત કેસમાં નિર્ણય તમારા પક્ષમાં હશે.
કરિયરઃ- કાર્ય સંબંધિત યોજનાની યોગ્ય વ્યક્તિની સાથે જ ચર્ચા કરવી અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાની જાત પર વિશ્વાસ રાખવો.
લવઃ- બાળકોના કારણે પતિ પત્નીમાં વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત થશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 9
---------------------------------------
વૃશ્ચિકઃ- KING OF CUPS
તમે જે બાબતોની વધારે રાહ જોઈ હતી, તેનું ફળ તમને પ્રાપ્ત થવાનું છે પરંતુ કેટલીક બાબતો સંબંધિત તમે આશા ખોઈ રહ્યા છો જેના કારણે તમે ગુસ્સે પણ થશો. જો લક્ષ્ય આપવામાં આવેલા સમયમાં પ્રાપ્ત થાય છે તો પણ તે સંબંધિત ખુશી ઓછી જોવા મળશે.
કરિયરઃ- નેચરલ પ્રોડક્ટ સાથે સંબંધિત લોકોને મોટો ફાયદો જોવા મળી શકે છે.
લવઃ- વ્યક્તિગત જીવન અને પ્રેમ સંબંધોમાં સંતુલન જાળવી રાખવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- આયુર્વેદ દ્વારા શારીરિક બીમારીઓનો ઇલાજ શક્ય બનશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 2
---------------------------------------
ધનઃ- TWO OF PENTACLES
કઈ વાતમાં તમારે જીદ દેખાડવાની છે અને કઈ વાતને છોડવાની છે એ વાતની ખબર તમારે તમારા વિચારોમાં પરિવર્તન લાવ્યા બાદ જ ખબર પડશે. તમારા ઈગોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો. જાણતા અજાણતામાં તમારી વાતોના કારણે અન્ય લોકો અપમાનની લાગણી અનુભવી શકે છે જેનાથી તમારા પર વધુ નકારાત્મક પરિણામો આવશે.
કરિયરઃ- કામ સંબંધિત વાતોને ભૂલવી નહીં.
લવઃ- ખોટી વ્યક્તિની સાથે રહેવાથી તમને માનસિક તકલીફ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 7
---------------------------------------
મકરઃ- EIGHT OF PENTACLES
તમારા દ્વારા કહેવામાં આવેલી વાતોનો તમારા વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી શકે છે. તેથી વાત કરતા સમયે તમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે. પરિવારના લોકોમાં વાદ વિવાદ વધવાના કારણે તમને બેચેની મહેસૂસ થશે જેની અસર તમારા કામ પર પણ જોવા મળી શકે છે.
કરિયરઃ- વેપાર સાથે સંકળાયેલા લોકોને ભાગીદારીમાં કરવામાં આવેલા વેપારમાં નુકસાન થઈ શકે છે.
લવઃ- ત્રીજી વ્યક્તિના હસ્તક્ષેપથી પાર્ટનર વચ્ચે અંતર વધશે.
સ્વાસ્થ્યઃ- યુરિન ઈન્ફેક્શન સંબંધિત તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 6
---------------------------------------
કુંભઃ- TEN OF WANDS
માત્રા તમારા નિર્ણય પર જ અડગ રહેવાને કારણે તમે જે ઇચ્છો છો તે વાત કરી શકશો. પરંતુ લોકો તમારાથી નારાજ હોવાને કારણે તમને એકલતા મહેસૂસ થશે. તમારી અંદર વધી રહેલી નકારાત્મક ભાવનાઓને કોઈની પણ સામે પ્રગટ કરવાની જરૂર હશે જેના દ્વારા તમે તમારા વિચારોમાં યોગ્ય ફેરફાર કરી શકો છો
કરિયરઃ- કામની જગ્યાએ થઈ રહેલી ખોટી વાતોનો સાથ ન આપો.
લવઃ- પરિવારની વ્યક્તિઓની સાથે વિવાહ સંબંધિત વાતોના કારણે વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સાંધાના દુખાવાની તકલીફ રહેશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 8
---------------------------------------
મીનઃ- TEN OF PENTACLES
જ્યારે આપણે બીજાની કમજોરીનો ફાયદો ઉઠાવી છીએ ત્યારે ભલે તમને પ્રગતિ દેખાતી હોય પરંતુ માનસિક સમાધાન પ્રાપ્ત નહીં થાય. કોઈપણ પ્રકારના રાજકારણ સંબંધિત વાતોથી તમારે દૂર રહેવાની જરૂર છે. પૈસાનો વ્યવહાર સમજી વિચારીને કરવો જોઈએ.
કરિયરઃ- કામની જગ્યાએ જે વાતોથી તમારો સંબંધ છે, માત્ર એટલી વાતો પર ધ્યાન આપવું.
લવઃ- પાર્ટનરની નારાજગીને દૂર કરવી મુશ્કેલ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- ખભાનો દુખાવો થઈ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 4
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.