તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગ્યના ભેદ:5 એપ્રિલથી ગુરુ ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ; આ રાશિ પરિભ્રમણ કોના માટે પ્રગતિ લાવશે અને કોને કષ્ટ આપશે?

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ રાશિના ગુરુના ભ્રમણના સૌથી શુભ સમાચાર એ છે કે મે-2021 પછી 6 માસની અંદર જ દેશ કોરોના મુક્ત હશે
  • શ્રીનરેન્દ્ર મોદીજી પ્રસંશા મેળવશે અને આર્થિક બાબતોમાં દેશ પ્રગતિ કરશે

ગુરુ દેવતાભ્યો નમ: ગુરુ વીના જ્ઞાન નહીં અને ગુરુ વીના જીવન કી શાન નહીં. ગુરુ એટલે વિકૃતિનો સંહાર અને સંસ્કૃતિનો સંચાર. ગુરુ એટલે જ્ઞાનનો સાર અને વિજય ઉત્સવનો હાર. જન્મકુંડળીમાં ગુરુનું અનુકૂળ ભ્રમણ જાતકને ન્યાલ અને પ્રતિકૂળ હોય તો બેહાલ કરે, જીવનમાં કદી કોઈનું ખરાબ ના કરે એનું નામ ગુરુ. જન્મકુંડળીમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે જે સંસ્કારને આકાર આપે છે. શાસ્ત્રોમાં ગુરુને જ્ઞાન અને કુબેર ભંડારી કહ્યો છે.

તા.5 એપ્રિલ 2021ના રોજ બપોરે 24.32ના સમયે ગુરુ મકર રાશિમાંથી શનિની સ્વગૃહી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુણધર્મની દૃષ્ટિએ વિચારીએ તો ગુરુ બ્રાહ્મણ ગ્રહ છે. ગુરુ અતિ પવિત્ર અને દેવોનો પણ ગુરુ છે. ગુરુ વિસ્તૃતિકરણ સાથે સંકળાયેલો ગ્રહ છે. ગુરુ 20/06/2021થી કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરી પુન: 18/10/2021ના રોજ માર્ગી થઇ 13/4/2022ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુનું આ ભ્રમણ કેવા લાભાલાભ જગતને આપશે? તેનો વિચાર કરીએ. કુંભ રાશિમાં ગુરુનું ભ્રમણ પ્રતિકુળ હશે કારણ કે ગુરુ અહીં શનિની રાશિમાં હશે. આવો જોઈએ ગુરુનું કુંભ રાશિમાં ભ્રમણ કોને ઝુમ પર લઇ જશે અને કોને બુમ પડાવશે.

(આ લેખના લેખક ડો.પંકજ નાગર જ્યોતિષશાસ્ત્રમાં કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયથી PhD ની પદવી પ્રાપ્ત કરેલી છે અને જ્યોતિષ ક્ષેત્રે ૧૯૮૪થી કાર્યરત હોવા ઉપરાંત નવ ગુજરાત ફાઉન્ડેસનનો સુવર્ણ ચંદ્રક પણ મેળવેલો છે.)

ગુરુનું કુંભ રાશિમાં ભ્રમણ મને તમને અને દેશ દુનિયાને કેટલું શુભાશુભ છે તેનો આ લેખમાં વિચાર કરીએ. કુંભ રાશિના ગુરુના ભ્રમણના સૌથી શુભ સમાચાર એ છે કે તમે મે-2021 પછી 6 માસની અંદર જ કોરોના મુક્ત હશો. કુંભના ગુરુના કારણે આ વર્ષે ડિસેમ્બર 2021થી 19 જાન્યુઆરી 2022 દરમિયાન ઠંડીનો ઠુંથવારો સહન કરવા તૈયાર રહેજો. કુંભ રાશિ વાયુ તત્વની રાશિ હોઈ સારો પાક થશે અને ખેતરો ખુશીથી લહેરાશે. પ્રકૃતિના લીલા હાસ્યની અનુભૂતિ થશે. ટૂંકમાં ધનધાન્ય સુતાન્વિત નામના વાક્યનો સાક્ષાત્કાર થશે. વિદેશ સાથેના સંબંધો સુધરશે અને સોનું, શેર બજારમાં તેજીના દર્શન થશે. શ્રીનરેન્દ્ર મોદીજી પ્રસંશા મેળવશે અને આર્થિક બાબતોમાં દેશ પ્રગતિ કરશે. રાશિવાર ફળનો વિચાર કરીએ તો.

મેષ:- આ રાશિના જાતકો માટે રાહતના શ્વાસ અને એહસાસની અનુભૂતિ છે કારણ કે તમારી રાશિથી આ ગુરુ લાભ સ્થાને ભ્રમણ કરશે. સ્ત્રીમિત્રોથી લાભ અને અણધાર્યા આવકના સ્ત્રોત તમને આશ્ચર્ય પમાડે તો નવાઈ નહીં. શેર બજારના જૂના રોકાણો અહીં તમને વળતર આપશે. જો પ્રેમ પ્રણયના ચક્કરમાં હશો તો તેમાં નક્કરતા આવશે અને સંબંધો પરિણામલક્ષી બનશે. સંતાન પ્રાપ્તિ માટે ગુરુનું આ ભ્રમણ શ્રેષ્ઠ કહી શકાય. નવી તક, વિદેશ યાત્રાના પ્રયત્નોમાં સફળતા સાથે નવી દિશા સાથે તમારી દશા સુધરશે અને પ્રગતિના આસમાનમાં ઉડશો તે વાત નક્કી છે.

વૃષભ:- તમારી રાશિથી દસમે ગુરુ તમારા ધંધા વ્યવસાય કે નોકરીમાં મનગમતો બદલાવ આપશે. તમારા કર્મની ગતિ સવળી થશે અને મનની મતિને સજ્જનતાનો અહેસાસ થશે. આ ગુરુ તમને કોઈ ઉચ્ચ પદવી કે રાજકીય હોદ્દો આપે તો નવાઈ નહીં. અલબત્ત ગુરુ દસમે જાતકને વધારે મહેનત કરાવે તેવું અમારું સંશોધન છે આથી ગુરુના આ ભ્રમણ દરમિયાન તમારે વધુ મહેનત કરવાની છે તેવું વિચારીને થાક્યા વિના પરિશ્રમ કરશો તો તેનું ફળ પણ શ્રેષ્ઠ હશે. પિતાની તંદુરસ્તી અને તેમના તમારા પર આશીર્વાદ એ આ ગુરુનો હકારાત્મક અર્ક છે.

મિથુન:- તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ નવમ પંચમ ગણાય કારણ કે આ ગુરુ તમારી રાશિથી તમારા ભાગ્ય સ્થાનમાં આવતાં તમારા માટે તમારી પ્રગતિનો નવો સંદેશ અને તકના નવા દ્વાર ખોલશે. આ ગુરુ તમારા માટે વિદેશની મુસાફરી માટેની તક ઊભી કરશે. કોઈ ધાર્મિક યાત્રા અગર આયોજન આ ગુરુ દરમિયાન પાર પડશે. સંતતિની પ્રગતિના શુભ સમાચાર અને સારી તંદુરસ્તીનો અણસાર આ ગુરુનો સાર છે. ભાગ્યના નવા દરવાજાનું આગમન એટલે કુંભનો ગુરુ.

કર્ક:- આ ગુરુ તમારી રાશિથી આઠમે ભ્રમણ કરશે. અહીં આ ગુરુ તમારી સતત કસોટી કરશે. કારણ કે મહામુની મન્ત્રેશ્વર, પરાશર અને નારદે ગુરુના આઠમા ભ્રમણને અતિ કષ્ટદાયી અને પીડાજનક કહ્યું છે. નાનો સરખો અકસ્માત, હરસ મસાની પીડા અગર ગુપ્ત રોગોનો એહસાસ અને અનુભવ આ ગુરુનો અશુભ સંકેત છે. કૌટુંબિક વાદવિવાદ, પતિ-પત્ની વચ્ચે અણબનાવ આ ગુરુ દરમિયાન સામાન્ય ઘટના હશે. મનની અશાંતિ અને અજંપો આ ગુરુની નકારાત્મક દેણ હશે. કુંભનો ગુરુ તમને દરેક ફિલ્ડમાં માંદા કરશે. આથી ગુરુના આ પ્રતિકૂળ પ્રતિભાવને દૂર કરવા દર ગુરુવારે તમારે આહારમાં ચણાની દાળનું સેવન કરવું ઉપરાંત વહેલી સવારે કપાળ પર હળદરનો ચાંદલો કરવો.

સિંહ:- ગુરુનું આ ભ્રમણ તમારી રાશિથી સાતમે થશે આથી દામ્પત્યજીવનમાં એક અદ્દભુત સંપ અને કુનેહ ઉપરાંત સંવાદિતા સર્જાશે. જો ધંધા કે વ્યવસાયમાં તમે ભાગીદારીયુક્ત સાહસ ચલાવતા હોવ તો સમયમાં તમને નફો રળવાની તક મળશે. તમારું જાહેરજીવન પ્રતિષ્ઠા અને સન્માન મેળવશે. ભાગ્યોદયની નવીન તક અને ભાગ્યદેવીની મેહરબાની તમને તન-મન અને ધનથી પ્રસન્ન કરશે. છઠા ગુરુના બંધનમાંથી મુક્ત થતાં જુના દેવા અને રોગમાંથી મુક્ત થવા આ ગુરુ તમને મદદ કરશે. કુંભનો ગુરુ એટલે તન-મન અને ધનની પ્રસન્નતા.

કન્યા:- આપની રાશિથી છઠે ગુરુનું ભ્રમણ આપને નાહકની ચિંતામાં રાખે. કયારેક કાયદાકીય ગૂંચ ઊભી કરે અને કોર્ટ અને કચેરીના દોડા કરાવે. જો આપને કોઈ અસાધ્ય રોગ હોય તો ગુરુના આ ભ્રમણ દરમિયાન ચેતજો કારણ કે રોગની નકારાત્મક શક્તિઓ ઊથલો મારી શકે છે. ગુરુના આ ભ્રમણ દરમિયાન આપનો કોઈ છુપો શત્રુ આપને મહાત કરી શકે છે. મોસાળ પક્ષથી નુકસાન અને દેવામાં દુબાડનારો આ ગુરુ તમને અશુભ સંકેત આપે છે. ગુરુ ખરાબ કરે તેવા સંકેત છે. આ ભ્રમણની નકારાત્મક અસરોથી બચવા દર ગુરુવારે પીળા કપડા ધારણ કરવા અને ખિસ્સામાં હળદરનો ગાંઠિયો અવશ્ય રાખવો.

આ લેખમાં કન્યા રાશિ સુધીનું જ રાશિફળ આપવામાં આવ્યું છે. કન્યા રાશિ પછીના જાતકો માટે 8 એપ્રિલના રોજ ક્રમશ રાશિફળ વાંચી શકાશે...

(ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા આ માહિતી drpanckaj@gmail.com હેઠળ પૂરી પાડવામાં આવી છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો