બુધવારનું ટેરોકાર્ડ રાશિફળ:કુંભ જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કામનો દરેક ટાર્ગેટ પૂરો કરવા માટે એકાગ્રતા અને મહેનત સફળતા આપશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ SEVEN OF WANDS

મનમાં પેદા થઈ રહેલાં વિચારોને કારણે તમે પોતાની તકલીફ વધારી રહ્યાં છો. આજના દિવસે માત્ર કામ પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયના પરિણામ વિશે વિચાર કરીને પોતાની માટે અડચણરૂપ ન બનો.

કરિયરઃ- કામને લગતો કોઈ નિર્ણય લેતાં પહેલાં નકારાત્મક વિચારોની અસર મન પર ન પડે તેનું ધ્યાન રાખજો.

લવઃ- રિલેશનશીપને લગતી ચિંતા સંય ઓછો થવાને લીધે થઈ રહી છે.

હેલ્થઃ- આખો દિવસ ભાગદોડી રહેવાથી શરીરમાં દુઃખાવો રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

----------------------------------

વૃષભ TWO OF WANDS

જે બાબતોમાં અત્યાર સુધી અસ્થિરતા પ્રાપ્ત થયેલી હતી તેનો વિસ્તાર કરવાનું વિચારી શકો છો. ઘરની સજાવટમાં લાવેલા ફેરફારને કારણે મન પ્રસન્ન રહેશે. કંસ્ટ્રક્શન કે ઈન્ટિરિયર ડિઝાઈનને લગતું કામ ઘરમાં કરાવી શકો. પરંતુ ખર્ચ વધી ન જાય તે જોજો.

કરિયરઃ- પોતાના કરિયરનો વિસ્તાર કરવા માટે નવી જગ્યા કે નવા કામની શોધ કરજો.

લવઃ- રિલેશનશીપ સ્થિર હોવા છતાં મનમાં સમધાનનો અનુભવ નહીં થાય.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવાની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

----------------------------------

મિથુન QUEEN OF WANDS

લોકોનું તમારી ઉપર દબાણ કોઈ નિર્ણય લેવા તમને હાલના સમયમાં રોકી રહ્યું છે આ બાબત તમારી માટે ઉદાસીનું કારણ બની રહી છે. કામને લગતી બાબતોને પ્રાધાન્ય આપીને કોઈપણ વ્યક્તિને કારણે પોતાના નિર્ણયમાં ફેરફાર કરવાની જરૂર નથી. રૂપિયાને લગતી સ્થિરતા પ્રાપ્ત કરવી જરૂરી છે. કરિયરઃ- કરિયરને લગતા નિર્ણયની ચર્ચા કોઈપણ વ્યક્તિની સાથે બિલકુલ ન કરશો.

લવઃ- જ્યાં સુધી વાતો સ્પષ્ટ નથી થતી ત્યાં સુધી પાર્ટનર સામે ચર્ચા ન કરશો.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી ચિંતા તમને થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

----------------------------------

કર્ક NINE OF WANDS

ભૂતકાળને લગતા વિચારોને લીધે વર્તમાનમાં તમે જરૂરિયાતથી વધુ ચિંતા કરી રહ્યાં છો. પાછલી વાતોની મન પર થયેલી અસરોને દૂર કરવા પ્રયત્ન કરો. લોકોની ભૂલોને માફ કરીને આગળ વધો. ભલે કોઈની સાથે સંબંધો સારા ન રાખી શકો પરંતુ કોઈની પર ખરાબ અસર ન પડે તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ-કરિયરને લગતી નવી બાબતો શીખવાની તમને તકો મળશે. લવઃ- કોઈ ત્રીજી વ્યક્તિને લીધે સંબંધોમાં ચિંતા પ્રસરેલી રહેશે.

હેલ્થઃ- માથુ ભારે રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

----------------------------------

સિંહ KING OF WANDS

સમયનો સારી રીતે ઉપયોગ ન કરી શકવાને લીધે કામને લગતું દબાણ આવી શકે છે. બીજા લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને કારણે નકામી રીતે તમે પોતાના પર સમય ખર્ચ કરી રહ્યાં છો. જે પણ વ્યક્તિ દ્વારા ટીકા થઈ રહી છે તે વ્યક્તિનું તમારા જીવનમાં શું મહત્વ છે તે જાણીને તેની પ્રત્યે ધ્યાન આપો.

કરિયરઃ- વેપારી વર્ગને નવા કામની તક મળી શકે છે. પરંતુ આ કામ ભાગીદારીમાં ન કરો.

લવઃ- તમારા જીદ્દી સ્વભાવને લીધે સંબંધોમાં ઊતાર-ચઢાવ ચાલતાં રહેશે.

હેલ્થઃ- દાંતની કોઈ તકલીફમાં ડોક્ટરની સલાહ લેજો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------------

કન્યા JUSTICE

ભૂતકાળમાં પ્રાપ્ત થયેલાં અનુભવોનો ઉપયોગ કરીને વર્તમાનને સુધારવાનો પ્રયાસ કરજો. કેટલીક વાતો તમારી ઈચ્છાની વિરુદ્ધ થવાને લીધે ઉદાસીનતા અને ચિડિયાપણુ રહી શકે છે. હાલનો સમય ભલે કઠિન લાગી રહ્યો હોય પરંતુ અંતિમ નિર્ણય તમારી ઈચ્છા પ્રમાણે જ થશે આ વાત પર વિશ્વાસ રાખીને કામ કરજો. કરિયરઃ- જે કામમાં તમને અડચણ લાગે છે તેમાં કોઈનું માર્ગદર્સન જરૂર લો. લવઃ- સંબંધો સુધરતાં તમારી અંદર વિશ્વાસ વધશે.

હેલ્થઃ- આંખોમાં બળતરાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

----------------------------------

તુલા KING OF PENTACLES

રૂપિયાને લગતા મળેલા ફાયદાને લીધે બીજી વાતોને અવોઈડ કરીને માત્ર કામની વાતો પર એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરજો. કોઈ મોટી ખરીદી વિશે તમે વિચાર કરી શકો છો અને તેને તરત જ અમલમાં લાવવાનો પ્રયાસ પણ કરશો. જૂનું દેવું ચુકવવું તમારી માટે શક્ય બનશે.

કરિયરઃ- નવા કામની શરૂઆત કરતાં પહેલાં જે લોકોની સાથે કામ તમે કરવા માગો છો તેમના સ્વભાવને સારી રીતે જાણી લેજો.

લવઃ- સંબંધો મધુર છે છતાં પાર્ટનરના સ્વભાવને જાણવા પ્રયાસ કરજો.

હેલ્થઃ- ખોટી ખામી-પીણીને લીધે પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

----------------------------------

વૃશ્ચિક THE MOON

મનમાં પેદા થઈ રહેલી કોઈ ચિંતાને લીધે તમે કોઈ ખોટી વ્યક્તિ પર વિશ્વાસ કરીને નુકસાન કરી શકો છો. હાલના સમયમાં પોતાની સમસ્યાનું સમાધાન પોતાના જ પ્રયત્નો દ્વારા શોધવાનો પ્રયાસ કરજો. લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને ફરીથી પારખીને આગળ વધજો.

કરિયરઃ- સરકારી નોકરી સાથે જોડાયેલાં લોકોને કામને લગતી સતર્કતા રાખવાની જરૂર છે. નાની ભૂલ નુકસાનનું કારણ બની શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા વારંવાર અનુભવ થઈ રહેલી નારાજગીને લીધે વિવાદ થઈ શકે છે.

હેલ્થઃ- એસીડીટીને લીધે પેટની બળતરા વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

----------------------------------

ધન TWO OF PENTACLES

રૂપિયાને લગતા મળેલા ફાયદાથી નવા કામની શરૂઆત કરવી તમારી માટે શક્ય બનશે. પોતાની માટે એકથી વધુ સોર્સ ઊભા થવાને લીધે અનેક ચિંતાઓ દૂર થશે. તમારી સાથે પરિવારના લોકોની પણ પ્રગતિ થાય તેને લઈને પ્રયાસ કરજો.

કરિયરઃ- મુખ્ય સોર્સની સાથે બીજા અનેક રસ્તેથી રૂપિયાને લગતી પ્રગતિ થશે.

લવઃ- રિલેશનશીપને લગતો કોઈ નિર્ણય લેતાં પહેલાં પાર્ટનરના વિચારોને જાણી લેજો.

હેલ્થઃ- કમરમાં દુઃખાવો અને જકડાઈ જવાની સમસ્યા રહી શકે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 6

----------------------------------

મકર THE TOWER

અચાનકથી કોઈ વ્યક્તિનું તમારી પ્રત્યે બદલાયેલું વર્તન તકલીફનું કારણ બની શકે છે. લોકોની વધી રહેલી અપેક્ષાઓને લીધે તમે પોતાના મહત્વને ઓછું કરતાં જોવા મળો. કોઈ વાત કે વ્યક્તિને મહત્વ આપતાં પહેલાં પોતાના આત્મસન્માનને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- તમારા દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે વડીલોની નારાજગીનો સામનો કરવો પડશે.

લવઃ- પરિવારની વિરુદ્ધ જઈને હાલ કોઈ નિર્ણય લેવાની ભૂલ ન કરશો.

હેલ્થઃ- ગરમ વસ્તુને લીધે ઘાવ થવાની શક્યતા લાગી રહી છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------------

કુંભ EIGHT OF PENTACLES

કામની ગતિ વધવાને લીધે આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થશે. તમારા દ્વારા રાખવામાં આવેલ દરેક ટાર્ગેટ પૂરો કરવા માટે તમારી એકાગ્રતા અને મહેનત સફળતા પ્રદાન કરશે. પોતાની સમસ્યાઓને ઉકેલતી વખતે બીજા લોકોની મદદ કરી શકવી તમારી માટે શક્ય બને. નવા લોકો સાથે પરિચય વધવાને લીધે મિત્ર પરિવાર વધશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી એકાગ્રતા ટકાવી રાખવાની જરૂર રહેશે.

લવઃ- તમારા દ્વારા મોકલવામાં આવેલ પ્રપોઝલનો અપેક્ષા પ્રમાણે જવાબ મેળવવામાં વાર લાગી શકે છે.

હેલ્થઃ- પગમાં દુઃખવો રાતના સમયે વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------------

મીન PAGE OF PENTACLES

રૂપિયાને લગતો કોઈપણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે તેમના સ્વભાવનો ખોટો ફાયદો ઊઠાવવામાં ન આવે તેનું ધ્યાન રાખજો. જે પ્રકારે પારદર્શિતા રાખવાની અપેક્ષા રાખો છો એ જ પ્રકારે વર્તન પણ રાખજો. તમારા સીમિત વિચારોને લીધે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. રૂપિયાને લગતી લાલચ મનમાં ન આવવા દેશો.

કરિયરઃ- રૂપિયાને લગતી સમસ્યાનું સમાધાન તરત જ મેળવી લેવાની ઈચ્છા તમને નુકસાન કરાવી શકે છે.

લવઃ- પૂરી જાણકારી ન મળે ત્યાં સુધી રિલેશનશીપ પર વિચાર ન કરશો.

હેલ્થઃ- સાંધાના દુઃખાવાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8