આજે ઘરમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું, સાત્વિક ભોજન બનાવી વિધિ-વિધાનથી તર્પણ અને શ્રાદ્ધ કરો

Amawasya on 24 march, praised pitru on this auspicious day
X
Amawasya on 24 march, praised pitru on this auspicious day

  • ચૈત્ર નવરાત્રિ પહેલાં આવતી અમાસના દિવસે કોઇ ગરીબને ધન અને અનાજનું દાન કરવું

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 08:08 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 24 માર્ચ એટલે આજે ફાગણ મહિનાની અમાસ છે. 25 માર્ચ, બુધવારથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. દેવી પૂજામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. નવરાત્રિ પહેલાં જ ઘરની સાફ સફાઈ કરી લેવી જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે દરેક મહિનાની અમાસ તિથિએ પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવું જોઇએ. આ તિથિ પિતૃઓને સમર્પણ છે.

> અમાસના દિવસે કુટુંબના બધા જ મૃત લોકો માટે શ્રાદ્ધ કરવું જોઇએ. કોરોનાવાઇરસના કારણે પવિત્ર નદીમાં સ્નાન કરી શકાશે નહીં, જેથી ઘરમાં જ પવિત્ર તીર્થ અને નદીઓનું નામ લઇને સ્નાન કરવું. સ્નાન બાદ દાન-પુણ્ય કરવું જોઇએ.

> સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરવું. તેના માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.

> ઘરમાં જ્યાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાનું હોય, ત્યાં ગંગાજળ છાંટવું, ગાયના ગોબરથી લીપીને તે જગ્યાને પવિત્ર કરો.

> પિતૃઓને ધૂપ-ધ્યાન કરવા માટે શુદ્ધ સાત્વિક ભોજન બનાવવવું. ખીર-પૂરી અને શાક બનાવી શકો છો. પિતૃઓ માટે વિધિ-વિધાનથી તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરો. ગોબરના છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ આપવું જોઇએ. પિતૃઓને યાદ કરવાં. પિતૃઓનું નામ લઇને સળગતા છાણા ઉપર દૂધ, દહીં, ઘી અને ખીર અર્પણ કરો.

> અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાની પરંપરા છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. અનાજ અને ધનનું દાન કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી