તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 માર્ચે મંગળવાર અને અમાસનો યોગ, હનુમાનજી સામે દીવો પ્રગટાવી શ્રીરામ દૂતાય નમઃ મંત્રનો જાપ કરો

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાગણ મહિનાની અમાસ બાદ ચૈત્ર નવરાત્રિ શરૂ થશે, મંગળવારે ઘરે બેઠા જ શિવપૂજા કરો

ધર્મ દર્શન ડેસ્કઃ મંગળવાર, 24 માર્ચે ફાગણ મહિનાની અમાસ છે. ત્યાર બાદ 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થઇ જશે. મંગળવાર અને અમાસના યોગમાં હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઇએ. આ દિવસે કોરોનાવાઇરસના કારણે ઘરથી બહાર જવું નહીં અને ઘરમાં રહીને જ પૂજા-પાઠ કરવાં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ ઘરે બેઠા જ કરી શકાય છે તે જાણીએ.

પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરોઃ-
અમાસ તિથિએ પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવાની પરંપરા છે. આ દિવસે ગોબરના છાણા પ્રગટાવવા. છાણા ઉપર ગોળ અને ઘી રાખીને ધૂપ આપો. આ દરમિયાન ૐ પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ધન અને અનાજનું દાન કરવું જોઇએ.

અમાસના દિવસે નદીમાં સ્નાન કરોઃ-
અમાસ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન બાદ કોઇ મંદિરમાં દાન કરવું જોઇએ. હાલ કોરોનાવાઇરસના કારણે બહાર નદીમાં સ્નાન કરી શકાશે નહીં, માટે ઘરે જ બધા તીર્થ અને નદીઓના નામનો જાપ કરીને સ્નાન કરી શકો છો. આવું કરવાથી ઘરમાં જ તીર્થ સ્નાનનું પુણ્ય મળી શકે છે.

હનુમાનજી સામે દીવો પ્રગટાવોઃ-
મંગળવાર અને અમાસના યોગમાં હનુમાનજીની વિશેષ પૂજા કરો. હનુમાનજીની મૂર્તિ કે તસવીર સામે દીવો પ્રગટાવવો અને સાફ આસન ઉપર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શ્રીરામ દૂતાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકાય છે.

લક્ષ્મી-વિષ્ણુનો અભિષેક કરોઃ-
અમાસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. તેના માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરો.

અન્ય સમાચારો પણ છે...