તિથિ-તહેવાર:જેઠ મહિનાની અમાસ બે દિવસ રહેશે, 9મીએ શ્રાદ્ધ-પૂજા અને 10મીએ સ્નાન-દાન કરવું શુભ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જુલાઈએ વર્ષની બીજી શનૈશ્ચરી અમાસ રહેશે, તે પછી આવતા મહિને વર્ષની છેલ્લી શનિ અમાસ રહેશે

આ વર્ષે જેઠ મહિનાની અમાસ તિથિ બે દિવસ એટલે 9 અને 10 જુલાઈના રોજ રહેશે. અમાસને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે. આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે. દર મહિનાની અમાસના દિવસે કોઈને કોઈ વ્રત કે પર્વ ઊજવવામાં આવે છે. આ તિથિ પિતૃઓની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

વ્રત-પૂજા અને શ્રાદ્ધ માટે શુક્રવારઃ-
9 જુલાઈ, શુક્રવારે અમાસ તિથિ સૂર્યોદય પહેલાં જ શરૂ થઈ જશે અને આખી રાત રહેશે. એટલે આ દિવસે વ્રત અને પીપળાની પૂજા સાથે જ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. સાથે જ આ દિવસે અમાસ તિથિમાં થતી દરેક પ્રકારની પૂજા કરી શકાય છે.

શનિવાર હોવાથી આ શનૈશ્ચરી કે શનિ અમાસ રહેશે. આ દિવસ તીર્થ કે પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે
શનિવાર હોવાથી આ શનૈશ્ચરી કે શનિ અમાસ રહેશે. આ દિવસ તીર્થ કે પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે

સ્નાન-દાન માટે શનિવારી અમાસઃ-
10 જુલાઈ, શનિવારે પણ અમાસ તિથિ સૂર્યોદય પછી થોડા સમય સુધી રહેશે. એટલે આ દિવસે સ્નાન-દાન કરવું જોઈએ. શનિવાર હોવાથી આ શનૈશ્ચરી કે શનિ અમાસ રહેશે. આ દિવસ તીર્થ કે પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. સાથે જ, આ દિવસે કરવામાં આવતા દાનનું અનેક ગણું પુણ્ય મળે છે. આ વર્ષની બીજી શનિશ્ચરી અમાસ છે. આ પહેલાં 13 માર્ચે શનિ અમાસ હતી.

દર મહિનાની અમાસના દિવસે કોઈને કોઈ વ્રત કે પર્વ ઊજવવામાં આવે છે
દર મહિનાની અમાસના દિવસે કોઈને કોઈ વ્રત કે પર્વ ઊજવવામાં આવે છે

અમાસ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતોઃ-

  • જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે એટલે આ તિથિમાં કરવામાં આવતા કામનું ફળ મળી શકતું નથી.
  • અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદદારી કે વેચાણ અને દરેક પ્રકારના શુભ કામ કરવામાં આવે છે. આ તિથિમાં પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે.
  • જ્યોતિષમાં અમાસને શનિદેવની જન્મ તિથિ માનવામાં આવે છે.
  • આ તિથિમાં પિતૃઓના ઉદેશ્યથી કરવામાં આવેલ દાન અક્ષય ફળદાયક રહે છે.
  • સોમવાર કે ગુરુવારે આવતી અમાસને શુભ માનવામાં આવે છે.
  • રવિવારે અમાસ હોવી અશુભ માનવામાં આવે છે.
  • આ તિથિએ ભગવાન શિવ અને પાર્વતી દેવીની વિશેષ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.