મેષ SIX OF CUPS
પરિવારના લોકો સાથે સંબંધો સુધરતા જશે. મનમાં પેદા થઈ રહેલા પ્રશ્નોનો ઉકેલ તરત જ મળી જવાને લીધે તણાવથી છુટકારો મળી જશે. કામના વિકાસ માટે બનાવેલી યોજના સફળ થશે. પોતાના આસપાસની ઊર્જામાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરો. મનને જે બાબતોને લીધે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેને મહત્વ આપો.
કરિયરઃ- ભાગીદારીમાં કામ કરતી વખતે પોતાની જવાબદારીને સારી રીતે સમજવાની જરૂર છે.
લવઃ- સંબંધો મધુર રહેવાથી જીવનમાં આનંદ રહેશે.
હેલ્થઃ- પેટ-દર્દની સમસ્યા રહેશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
-----------------------------
વૃષભ ACE OF WANDS
કામને લગતી પ્રાપ્ત થયેલી પ્રગતિને લીધે આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારા દ્વારા કરવામાં આવેલ મોટી ખરીદીને લીધે જીવનશૈલીમાં પરિવર્તન આવી શકે છે. સાથે જ પ્રગતિને લીધે માનસિક આનંદ પણ મળી શકે છે. પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે.
કરિયરઃ- વેપાર સાથે જોડાયેલ લોકોને કામને લગતી મોટી તક મળી શકે છે.
લવઃ- સંબંધોમાં નવીનતાનો અનુભવ કરશો.
હેલ્થઃ- પેટનું ઈન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખજો. શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 6
-----------------------------
મિથુન THE FOOL
યોજના બનાવ્યા વગર આગળ વધશો તો તકલીફ થશે. જૂની વાતોથી છુટકારો પ્રાપ્ત કરવાનો પ્રયાસ શા માટે કરવામાં આવી રહ્યો છે તેને સારી રીતે જાણવાનો પ્રયાસ કરો. માનસિક તકલીફને દૂર કરવા માટે કોઈ વ્યક્તિ દ્વારા મદદ મળી શકે છે તેનો સ્વીકાર કરો. કરિયરઃ- કામ માટે તમે જે લોકો પર નિર્ભર છો તેનાથી છુટકારો મેળવો.
લવઃ- સંબંધોમાં સુધારો જોવા મળશે. તેમ છતાં પાર્ટનરની અપેક્ષાને સમજવાનો પ્રયાસ કરજો.
હેલ્થઃ- લો-બીપી અને સુગરની તકલીફ થઈ શકે છે. શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 1
-----------------------------
કર્ક KNIGHT OF PENTACLES
આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે પ્રયત્ન ચાલું રાખો. જે લોકોને લીધે જીવનમાં ઉદાસીનતા લાગી રહી છે. તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. હાલનો સમયમાં કામ માટે મહત્વપૂર્ણ છે એટલે જીવન સાથે જોડાયેલી બીજી વાતોથી વધુ કામને પ્રાધાન્ય આપતા રહો.
કરિયરઃ- કામની જગ્યાના લોકો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રશંસાને લીધે પોતાની જાતને વધુ શ્રેષ્ઠ બનાવી શકો છો.
લવઃ- સંબંધોને લગતો કરેલો નિર્ણય નિશ્ચયમાં ફેરવાઈ શકે છે.
હેલ્થઃ- પગ દર્દની સમસ્યા ના વધે તેની માટે ડોક્ટરની સલાહ લો. શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
-----------------------------
સિંહ THE LOVERS
ભાવનાત્મક રીતે પોતાને મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરવાની જરૂર રહેશે. લોકોની ઉપર બની રહેલી નિર્ભરતાને લીધે વિચારો પ્રમાણે નિર્ણય લઈ શકવો તમારી માટે કઠિન રહેશે. પરિસ્થિતિ પક્ષમાં રહેવાં છતાં પણ બીજા લોકોની વાતોને સાંભળવાને લીધે પોતાની અપેક્ષાઓને પૂરી ન કરી શકવાને લીધે આગળ જતાં પછતાવો થઈ શકે છે. કરિયરઃ- મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને મોટી તક મળી શકે છે.
લવઃ- જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવી રહ્યાં છો તેમના દ્વારા પ્રસ્તાવ સ્વીકારી શકાય છે.
હેલ્થઃ- શરીરમાં ઈન્ફેક્શન થઈ શકે છે. ઈમ્યુનિટી પર ધ્યાન આપો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 7
-----------------------------
કન્યા THE MOON
લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે માનસિક તણાવ અને મૂડમાં ઊતાર-ચઢાવ જોવા મળશે. કયા લોકો પર ભરોસો કરવો છે અને કયા લોકોની વાતોને નજરઅંદાજ કરવી છે તે નક્કી કરવાની જરૂર છે. પોતાના જીવનની તુલના બીજા લોકોની સાથે બિલકુલ ન કરો. માનસિક રીતે અનુભવાતો તણાવ થોડા દિવસોમાં દૂર થશે.
કરિયરઃ- ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને પ્રાપ્ત થયેલી જવાબદારી સરળતાથી પૂરી કરવી શક્ય છે.
લવઃ- પાર્ટનર દ્વારા છુપાવવામાં આવેલી વાતોને લીધે તમને તકલીફ થશે.
હેલ્થઃ- શરીરની ઈમ્યુનિટી ઓછી થઈ શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
-----------------------------
તુલા KING OF PENTACLES
રૂપિયાને લગતા કરવામાં આવેલાં વહેવારને લીધે વિશ્વાસ આવશે પરંતુ પોતાની ક્ષમતાથી વધુ રિસ્ક લેવાથી નુકસાન થઈ શકે છે. ભવિષ્યને લગતી દરેક યોજનાને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં નિર્ણય લેવાનો પ્રયાસ કરજો.
કરિયરઃ- પોતાના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી વાતોને શીખવાની જરૂર રહેશે.
લવઃ- પરિવાર અને પાર્ટનરની સાથે સંબંધો સુધરશે.
હેલ્થઃ- એક જગ્યાએ બેસીને વધુ વાર કામ કરવાને લીધે શરીરમાં દર્દ થાય.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 5
-----------------------------
વૃશ્ચિક SIX OF WANDS
તમારા દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે લોકોની નારાજગીનો સામનો કરવો પડશે. જે વાતોને લગતી તમને જાણકારી છે, પરંતુ લોકો પોતે તમારી સલાહ નથી માગી રહ્યાં એવી વાતોથી પોતાને દૂર રાખવી યોગ્ય રહેશે. કોઈ કોઈપણ વ્યક્તિના જીવનને લગતી વાતોમાં દખલ અંદાજી ન કરવામાં આવે તેનું ધ્યાન રાખજો.
કરિયરઃ- કામની જગ્યાએ કોઈ વ્યક્તિનો ક્રોધ તમારા પર વધી શકે છે, જેના લીધે મોટું નુકસાન થઈ શકે છે. લવઃ- તમારા સ્વભાવથી પાર્ટનર દુઃખી ન થાય તેનું ધ્યાન રાખજો.
હેલ્થઃ- કમર જકડાઈ શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 8
-----------------------------
ધન THREE OF PENTACLES
પોતાની સમસ્યાઓની ચર્ચા કરતી વખતે તમે કોઈ વ્યક્તિની સલાહને માની રહ્યાં છો એ નક્કી કરવું જરૂરી છે. અનુભવ પ્રમાણે જ લોકો દ્વારા સલાહ અને માર્ગદર્શન મળી રહેશે એ વાત ધ્યાન રાખજો. બીજા લોકોના સીમિત વિચારોની અસરમાં આવીને પોતાનું નુકસાન ન કરશો.
કરિયરઃ- વિદ્યાર્થીઓ રૂપિયાને લગતી લાલચમાં આવવાથી અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકે.
લવઃ- પાર્ટનર્સ પોતાની સમસ્યાઓની ચર્ચા બીજાની સાથે બિલકુલ ન કરે.
હેલ્થઃ- શારીરિક નબળાઈ હિમોગ્લોબિનની ખામીને લીધે થઈ શકે છે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 4
-----------------------------
મકર QUEEN OF WANDS
પરિવારની કોઈ સ્ત્રીની તમારી પ્રત્યે વધી રહેલી નારાજગીનું કારણ સમજવાનો પ્રયાસ કરજો. બીજા લોકોની લાગણીઓને પ્રાધાન્ય આપીને તમારા દ્વારા નિર્ણય બદલી શકાય છે. હાલના સમયમાં યોગ્ય-અયોગ્યનો સારી રીતે નિર્ણય કરવો તમારી માટે જરૂરી છે.
કરિયરઃ- પ્રોપર્ટી કે કંસ્ટ્રક્શનને લગતા કામ કરનાર લોકોને જ્યાં સુધી પરમિશન ન મળે ત્યાં સુધી કામની શરૂઆત ન કરો.
લવઃ- તમારી કોઈની સાથે વધતી દોસ્તીને લીધે પાર્ટનર ઈર્ષા અનુભવી શકે છે.
હેલ્થઃ- મહિલાઓના સ્વાસ્થ્યમાં આવી રહેલાં ફેરફાર પર ધ્યાન આપવાની જરૂર છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 5
-----------------------------
કુંભ SEVEN OF SWORDS
પોતાની સ્કિલ્સને શ્રેષ્ઠ બનાવવા માટે કરવામાં આવેલ પ્રયત્નને લીધે યશ ઝડપથી મળી શકે છે. આર્થિક બાબતોમાં ઊતાર-ચઢાવ આવી શકે છે. પરંતુ પોતાના જીવન પર ફોકસ વધારવાને લીધે કોઈ વાતની ચિંતા ન કરીને માત્ર પ્રયત્નો પર જ ધ્યાન આપવાનો પ્રયાસ કરજો.
કરિયરઃ- નોકરીની ઈચ્છા જે લોકોને હોય તેમને અપેક્ષા પ્રમાણે તક મળી જશે.
લવઃ- પાર્ટનરની મદદ ઈચ્છતા હો તો તેમની સાથે પારદર્શિતા રાખો.
હેલ્થઃ- દુઃખાવો અને માંસપેશીઓમાં ખેંચાણ રહી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 7
-----------------------------
મીન THE WORLD
તમને મળેલી તક અપેક્ષા પ્રમાણે હોવા છતાં પણ માત્ર સંયમ ન રાખવાને લીધે ખોટું પગલું તમે ભરી શકો છો. રૂપિયાને લગતી લાલચ નિયંત્રણમાં રાખવી પડશે. કોઈપણ સમસ્યા ઊતાવળમાં ઉકેલવાનો પ્રયાસ ન કરો. પોતાની સંગતને સારી રાખીને લોકો પર વિશ્વાસ કરો.
કરિયરઃ- વિદેશને લગતા કામ સરળતાથી આગળ વધશે.
લવઃ- રિલેશનશીપમાં અનુભવાતી નકારાત્મકતા દૂર થશે.
હેલ્થઃ- ખાન-પાનમાં ફેરફાર કરવો જરૂરી રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.