તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ:26 એપ્રિલે અખાત્રીજ, કોઇપણ શુભકામની શરૂઆત માટે આ દિવસ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે

અખાત્રીજએક વર્ષ પહેલા
  • ઘરની સુખ-સમૃદ્ધિ માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, આ દિવસે જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું

રવિવાર, 26 એપ્રિલે વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ રહેશે. જેને અક્ષય તૃતીયા અને અખાત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતાં દાનનું અક્ષય એટલે ક્યારેય નષ્ટ ન થતું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે વર્ષના 4 અબૂઝ મુહૂર્તોમાંથી એક છે. દેવઉઠની એકાદશી, વસંત પંચમી અને ભડલી નોમ સાથે અખાત્રીજને પણ અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે.

પરશુરામ જયંતીઃ-
વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ ચિરંજીવી તિથિ પણ કહેવાય છે. આ તિથિએ અષ્ટ ચિરંજીવિઓમાંથી એક પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન વિષ્ણુના નર-નારાયણ અને હયગ્રીવ અવતાર પણ આ તિથિએ જ થયાં હતાં. ત્રેતાયુગની શરૂઆત પણ આ શુભ તિથિથી જ માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુજી સાથે મહાલક્ષ્મીજીની પૂજા પણ કરવી જોઇએ.

આ તિથિએ દાન કરવું જોઇએઃ-
અખાત્રીજના દિવસે કરવામાં આવતાં દાનનું અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે જવ, ઘઉં, ચણા, દહીં, ચોખા, ફળનો રસ, દૂધથી બનેલી મીઠાઈ, સોનું, જળથી ભરેલો કળશ અને અનાજ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઇએ. હાલ ગરમીનો સમય છે, જેથી છત્રી અને બૂટ-ચપ્પલનું દાન પણ કરવું જોઇએ. આ તિથિે પિતૃઓ માટે વિશેષ પૂજા-પાઠ કરવાં જોઇએ.

અક્ષય તૃતીયાના દિવસે આ કાર્યો કરવાથી બચવું-
અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં વાદ-વિવાદ કરવો જોઇએ નહીં. આ દિવસે ઘરમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. વાદ-વિવાદથી બચવું. નશો કરવો નહીં. ધર્મ પ્રમાણે કર્મ કરવું. અધાર્મિક કાર્યો કરતાં લોકોને અક્ષય તૃતીયાના દિવસે કરેલાં દાન-પુણ્યનું પૂર્ણ ફળ મળી શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...