મંગળવાર 3 મે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ છે. જેને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર શોભન અને માતંગ યોગ હોવાથી દાનનું પુણ્યફળ અનેકગણું વધી જશે. આ દિવસે કરવામાં આવતું સ્નાન-દાન અને પૂજા-પાઠનું અક્ષય ફળ મળશે. સાથે જ, તૈતિલ કરણ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિનો ચંદ્ર રહેશે. આ સ્થિતિમાં કરવામાં આવતાં દાનથી રોગનાશ અને લાંબી ઉંમર મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે.
આ વખતે પાંચ ગ્રહોની શુભ સ્થિતિ અને પાંચ રાજયોગમાં આ મહાપર્વ ઉજવાશે. અખાત્રીજે આવો પંચમહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે. આ પર્વ વણજોયા મુહૂર્ત તરીકે ખૂબ જ ખાસ છે. આ દિવસે કરવામાં આવતાં શુભ કામમાં સફળતા મળે છે. તિથિ અને નક્ષત્રના શુભ સંયોગના કારણે આ પર્વ સ્નાન, દાન અને અન્ય પ્રકારના માંગલિક કાર્યો કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ગ્રહ-નક્ષત્રોનો યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે અખાત્રીજે સૂર્ય, ચંદ્ર, શુક્ર ઉચ્ચ રાશિમાં અને ગુરુ, શનિ પોતાની જ રાશિમાં રહેશે. સાથે જ કેદાર, શુભ કર્તરી, ઉભયચરી, વિમલ અને સુમુખ નામના પાંચ રાજયોગ બનશે. આ દિવસે શોભન અને માતંગ નામના બે અન્ય શુભ યોગ રહેશે. આ પ્રકારે અખાત્રીજે ગ્રહોનો મહાસંયોગ પહેલીવાર બની રહ્યો છે. જેથી આ દિવસે કરવામાં આવતા કાર્યોથી સુખ અને સમૃદ્ધિ વધશે.
અખાત્રીજના શુભ મુહૂર્ત
100 વર્ષ સુધી આવો શુભ સંયોગ બનશે નહીં
જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે આવતા 100 વર્ષ સુધી આવો શુભ સંયોગ બનશે નહીં. અખાત્રીજે રોહિણી નક્ષત્રનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે આ વખતે બની રહ્યો છે.
અખાત્રીજ યુગાદિ તિથિ છે
પ્રો. રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું કે જ્યોતિષ શાસ્ત્રમાં 12માંથી 11 મહિના યુગાદિ અને મન્વાદિ તિથિનો સંયોગ બને છે. જેને ગાણિતિક પક્ષમાં યુગના શરૂઆતની તિથિ તથા મનુઓના મન્વંતરની તિથિ કહેવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે સમયે યુગની શરૂઆત થઈ તેને યુગાદિ તિથિ કહેવાય છે. અખાત્રીજ યુગાદિ તિથિની શ્રેણીમાં આવે છે.
અખાત્રીજ ખરીદદારીનું મહાપર્વ છે
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે મંગળવારે તૃતીયા તિથિ હોવાથી સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં કરવામાં આવતાં દરેક કામમાં સફળતા મળવી લગભગ નક્કી છે. તૃતીયાને જયા તિથિ કહેવામાં આવે છે. એટલે જીત આપનારી તિથિ. આ જ કારણ છે કે આ તિથિમાં કરવામાં આવતા કામ લાંબા સમય સુધી ફાયદો આપે છે. એટલે તેનું અક્ષય ફળ મળે છે. તૃતીયા માતા ગૌરીની તિથિ છે. જે બળ-બુદ્ધિ વર્ધક માનવામાં આવે છે. જે આરોગ્ય આપનારી હોય છે. આ તિથિમાં કરવામાં આવતા કાર્યોથી સૌભાગ્ય વધે છે. આ તિથિએ ઘરેણાંની ખરીદી અને શુભ કામ કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. એટલે આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે અને આ જ કારણે આ દિવસે કરવામાં આવતી ખરીદી સુખ અને સમૃદ્ધિ આપનારી હોય છે.
દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે
આ શુભ તિથિએ દાન કરવાનું વધારે મહત્ત્વ છે, એવામાં અખાત્રીજના દિવસે પોતાની કમાણીનો થોડો અંશ દાન કરવો જોઈએ. આ દિવસે 14 પ્રકારના દાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામા આવ્યું છે. આ દાન ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા છે. જો આમાંથી કોઇ દાન કરી શકો નહીં તો બધા જ પ્રકારના રસ અને ગરમીના દિવસોમાં ઉપયોગમાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે.
અક્ષય તૃતીયાના દિવસે આ કાર્યો કરવાથી બચવું
અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં વાદ-વિવાદ કરવો જોઇએ નહીં. આ દિવસે ઘરમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. વાદ-વિવાદથી બચવું. નશો કરવો નહીં. ધર્મ પ્રમાણે કર્મ કરવું. અધાર્મિક કાર્યો કરતાં લોકોને અક્ષય તૃતીયાના દિવસે કરેલાં દાન-પુણ્યનું પૂર્ણ ફળ મળી શકતું નથી.
અક્ષય તૃતીયા સાથે જોડાયેલી ખાસ વાતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.