તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Agastya Star Will Rise On 7th September, Agastya Tara Is Called Canopus, Canopus Is The Brightest Visible Star In The South Direction

ગ્રહ-નક્ષત્ર:7 સપ્ટેમ્બરે અગસ્ત્ય તારો ઉદય થઈ જશે, દક્ષિણ દિશામાં સોથી ચમકદાર દેખાતો તારો અગસ્ત્ય હશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 7 સપ્ટેમ્બરના રોજ અગસ્ત્ય તારો ઉદય થઈ જશે. અંગ્રેજીમાં તેને Canopus કહેવામાં આવે છે. મોટાભાગે આ ઘટના ઉપર કોઈ ધ્યાન આપતું નથી, પરંતુ જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. આ અગસ્ત્ય તારાના સહયોગથી સૂર્ય પોતાના કિરણોથી સમુદ્રના પાણીનું બાષ્પીભવન કરે છે. બાષ્પીભવન પછી જ વરસાદ આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અગસ્ત્ય તારાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. સૂર્ય જાન્યુઆરીમાં બાષ્પીભવન પૂર્ણ કરે છે, પરંતુ અગસ્ત્ય તારાના કારણે મે મહિનાના પહેલાં સપ્તાહ સુધી સમુદ્રના જળનું બાષ્પીભવન થાય છે. પ્રાચીન કાળથી આ પ્રક્રિયા સતત ચાલી રહી છે.

21 મે 2021ના રોજ આ તારો અસ્ત થયો હતો. દક્ષિણ દિશામાં સૌથી ચમકદાર અગસ્ત્ય તારો જોવા મળે છે. આ તારો આકાશગંગામાં સૌથી વધારે ચમકદાર તારાઓમાં બીજા નંબરનો તારો છે. જાન્યુઆરી મધ્યથી એપ્રિલ મધ્ય સુધીના સમયગાળામાં સંપૂર્ણ ભારતમાં આ તારાને દક્ષિણ દિશામાં સરળતાથી જોઈ શકાય છે. તે સમયે તેની આસપાસ કોઈ અન્ય ચમકદાર તારો હોતો નથી. ભારતના દક્ષિણ ક્ષિતિજ ઉપર દેખાતો આ તારો અન્ટાર્કટિકામાં માથા ઉપર જોવા મળે છે. આ તારો પૃથ્વીથી લગભગ 180 પ્રકાશ વર્ષ દૂર છે.

અગસ્ત્ય તારો સૂર્યથી લગભગ સો ગણો મોટો છે. અગસ્ત્ય તારો દક્ષિણમાં ઉગે છે. આ તારો મે મહિનામાં અસ્ત થઈ જાય છે. હવે આ તારો 7 સપ્ટેમ્બરના રોજ ઉદય થઈ રહ્યો છે. સૂર્ય અને અગસ્ત્ય તારાની એકઠી ઉષ્મા પૃથ્વીના દક્ષિણ ભાગમાં પડે છે. બધા જ સમુદ્ર દક્ષિણમાં જ છે. આ બંનેની ઉષ્માના કારણે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય છે. સૂર્ય જાન્યુઆરીમાં ઉત્તરાયણ થઈ જાય છે, પરંતુ અગસ્ત્ય તારો મે મહિના સુધી ઉદય રહે છે, ત્યાં સુધી બાષ્પીભવનની પ્રક્રિયા ચાલતી રહે છે. પુરાણોમાં કથા છે કે મહર્ષિ અગસ્ત્યે ગુસ્સામાં આવીને સમુદ્રનું પાણી પી લીધું હતું.

આ એક પર્યાવરણીય ઘટના છે. જેમ મે મહિનામાં અગસ્ત્ય તારો અસ્ત થઈ જાય છે, તેની સાથે જ સમુદ્રથી બાષ્પીભવનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. તે પછી મે મહિનાના છેલ્લાં સપ્તાહથી વર્ષા શરૂ થવા લાગે છે. અગસ્ત્ય તારાના અસ્ત થયા પછી મે મહિનાના છેલ્લાં સપ્તાહથી વરસાદ કેરળમાં સક્રિય થઈ જાય છે અને જૂનના છેલ્લા સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં આવી જાય છે.