સૂર્યના રાશિ પરિવર્તન પછી હવે 17 મેના રોજ એટલે આજે મંગળ રાશિ બદલશે અને તેના પછીના અઠવાડિયામાં 23 મેના રોજ શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં જ, વૃષભ રાશિમાં બુધ પણ વક્રી છે. આ ગ્રહોની ચાલમાં ફેરફાર થવાથી અનેક વસ્તુઓની કિંમત વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં નવી શક્યતાઓ મળશે. વાતાવરણમાં અચાનક ફેરફાર થવાના યોગ છે. દેશમાં અનેક જગ્યાએ અચાનક વરસાદ થઈ શકે છે. લોકોને ગરમીથી રાહત મળી શકે છે.
સૂર્યનું રાશિ પરિવર્તન
સૂર્ય 15 મેના રોજ વૃષભમાં આવી જવાથી બુધ સાથે બુધાદિત્ય યોગ બનાવી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઉતાર-ચઢાવની શક્યતા છે. મંગળ, કુંભથી મીન રાશિમાં પહોંચશે તો હળવો વરસાદ થવાના યોગ બનશે. જ્યારે શુક્ર 23 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે તો વ્યવસાયમાં ઉન્નતિ થશે.
બુધ મંગળવારે બપોરે 3:20 થી 3 જૂન સુધી વક્રી રહેશે
જ્યોતિષીઓ પ્રમાણે સૂર્ય 15 મેના રોજ સવારે 9:13 કલાકે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવી ગયો છે. મંગળ 17 મે એટલે આજે સવારે 9:26 કલાકે કુંભ રાશિમાંથી મીનમાં અને શુક્ર 23 મે સવારે 10:42 કલાકે મીનમાંથી મેષમાં પ્રવેશ કરશે. આ ત્રણેય ગ્રહોના રાશિ પરિવર્તનથી લૂ, તોફાન અને વરસાદના યોગ બનશે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તેજી-મંદી ચાલતી રહેશે.
મીન રાશિમાં મંગળનો પ્રવેશ
ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે. જે ગુરુની રાશિ છે અને મંગળ-ગુરુ બંને મિત્ર છે. મંગળનું રાશિ પરિવર્તન થવાથી તેલ, પેટ્રોલ, ડીઝલ, ચામડું, કેમિકલ, દવાઓની કિંમતમાં વધારો થઈ શકે છે. ઉધાર મામલે કોઈ રાહત મળી શકશે નહીં. જનતામાં સરકાર પ્રત્યે ગુસ્સો વધશે. મોંઘવારી ઘટવાની કોઈ શક્યતા નથી.
શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન
શુક્રના રાશિ પરિવર્તનથી લોકોનો આત્મવિશ્વાસ અને વિશ્લેષણાત્મ ક્ષમતાઓ વધી શકે છે. તેનાથી રચનાત્મક અને સારા ફેરફારની સ્થિતિ બનશે. મેષ રાશિમાં શુક્રના આવી જવાથી વાતાવરણમાં ફેરફાર આવવાની શક્યતા છે. ખેડૂત અને વેપારની સ્થિતિ પણ ધીમે-ધીમે સારી થતી જશે. તેના શુભ પ્રભાવથી સુખ, ફાયદો અને આવક વધશે. આ ગ્રહ ભૌતિક સુખ-સુવિધાઓ સાથે જ વિલાસિતા પણ આપે છે. આ ગ્રહના પ્રભાવથી કપડા માર્કેટમાં ખરીદી વધવાના યોગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.